Gold Silver Rate Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. જેઓ અખાત્રીજ પર સોનું ચાંદી ખરીદવા માગે છે તેમના માટે આ એક સારા સમાચાર છે. ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ ભાવ ઘટતા ફરી એક વાર સસ્તા ભાવ સોનું ચાંદી ખરીદવાની તક મળી છે. ઐતિહાસિક ટોચથી સોના અને ચાંદીના ભાવમાં 4000 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે. આ સાથે સોનું ચાંદી 3 સપ્તાહની સૌથી નીચી સપાટીએ ઉતરી ગયા છે. જાણો તમારા શહેરના સોનું ચાંદીના આજના ભાવ
સોનાનો ભાવ 74000 નીચે
સોનું સતત સસ્તુ થઇ રહ્યું છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા ઘટ્યું છે. આ સાથે 99.9 શુદ્ધ 10 ગ્રામ સોનાની કિંમત 73500 રૂપિયા થઇ છે, જે 8 એપ્રિલ, 2024 પછીનો સૌથી નીચો ભાવ છે. ગઇકાલે સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74000 રૂપિયા હતો. 99.5 શુદ્ધ સોનાની કિંમત 73300 રૂપિયા હતી.
ચાંદી 1 કિલોનો ભાવ 80000 રૂપિયા
સોનાની પાછળ પાછળ ચાંદી પણ સસ્તી થઇ છે. સ્થાનિક બજારમાં આજે ચાંદી 500 રૂપિયા થઇ હતી. આમ 1 કિલો ચાંદીની કિંમત 80000 રૂપિયા થઇ છે. જે 5 એપ્રિલ, 2024 પછીનો સૌથી નીચો ભાવ છે.

ઐતિહાસિક ટોચેથી સોનું – ચાંદી 4000 રૂપિયા સસ્તા થયા
ઐતિહાસિક ટોચથી સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો થયો છે. તમને જણાવી દઇયે કે, અમદાવાદમાં 20 એપ્રિલ, 2024ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 76300 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આજે સોનાનો ભાવ 73500 રૂપિયા છે. આમ ઓલટાઈમ હાઈ લેવલથી સોનું 2800 રૂપિયા સસ્તુ થયુ છે.
સોનાની જેમ ચાંદીની કિંમતમાં પણ રેકોર્ડ હાઇ લેવલથી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 80000 રૂપિયા છે. જ્યારે 16 એપ્રિલ, 2024ના રોજ ચાંદીની કિંમત 84000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. આમ ઓલટાઇમ હાઇ લેવલથી ચાંદી 4000 રૂપિયા સસ્તી થઇ છે.
યુએસ ફેડ મિટિંગ પહેલા સોના – ચાંદીમાં નરમાઇ
યુએસ ફેડ રિઝર્વની મિટિંગના આઉટકમ પૂર્વ સોના ચાંદી માં નરમાઇનો માહોલ છે. આ મિટિંગમાં યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટ અંગેના સંકેત મળશે. વૈશ્વિક બજારમાં હાજર સોનું 2288 ડોલર અને કોમેક્સ ગોલ્ડ ફ્યૂચર 2298 ડોલર પ્રતિ ટ્રોસ બોલાઇ રહ્યું હતુ. મીડિયા રિપોર્ટ અનુસાર યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં જુલાઈથી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે સપ્ટેમ્બર સુધી વિલંબિત રાખવામાં આવે છે તે જોવાનું રસપ્રદ રહેશે. યુએસ ફેડ દ્વારા સપ્ટેમ્બરથી રેટ કટના સંકેત આપવામાં આવે તો સોનાના ભાવ પર વધુ દબાણ આવી શકે છે. પરિણામ વિશ્વ બજાર અને ભારતમાં પણ કિંમતી ધાતુની કિંમત ઘટશે.

આ પણ વાંચો | ગોદરેજ ગ્રૂપનું 127 વર્ષ બાદ વિભાજન, ગોદરેજ બ્રાન્ડની સ્થાપના અને વિકાસની રસપ્રદ કહાણી
સોના – ચાંદીની કિંમત ઘટવાના કારણ
ઈરાન ઈઝરાયક યુદ્ધની ચિંતા હળવી થવીયુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટ અંગે અનિચ્છિતતાસુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનાની માંગમાં ઘટાડોયુએસ ડોલર અને બોન્ડમાં એકંદરે સુધારોવૈશ્વિક શેરબજારોમાં પોઝિટિવ ટ્રેન્ડઉંચા ભાવ સોના અને ચાંદીની માંગમાં ઘટાડો





