Gold Silver Rate Today: સોના ચાંદીના ભાવમાં દિવાળી ધનતેરસ પહેલા જબરદસ્ત ઘટાડો થયો છે. સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચથી નીચે આવતા લોકોને થોડીક રાહત મળી છે. સોનાનો ભાવ 81000ની નીચે અને ચાંદી પણ 96000 રૂપિયાની નીચે ઉતરી ગઇ છે. ચાલો જાણીયે અમદાવાદના આજના સોના ચાંદીના લેટેસ્ટ ભાવ
Gold Price Today: સોનું 1000 સસ્તું થયું
સોનું બે દિવસમાં નોંધપાત્ર ઘટ્યું છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા સસ્તું છે. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ ઘટીને 80500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ગઇકાલે 81000 રૂપિયા હતો. તો 99.5 શુદ્ધ સોનાની કિંમત 80300 રૂપિયા અને સોનાના હોલમાર્ક દાગીના 78890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ છે.
તમને જણાવી દઇયે કે, 23 ઓક્ટોબર, 2024ના રોજ અમદાવાદમાં સોનાના ભાવ 81500 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. આમ છેલ્લા બે દિવસમાં સોનું 1000 રૂપિયા સસ્તું થયું છે.
Silver Price Today ચાંદીમાં 2500 રૂપિયાનો કડાકો
ચાંદીમાં આજે 2500 રૂપિયાનો કડાકો બોલાયો છે. અમદાવાદમાં આજે 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 95500 રૂપિયા થઇ છે. તો 1 કિલો ચાંદી રુપુની કિંમત 97800 રૂપિયા છે. તમને જણાવી દઇયે કે, 22 ઓક્ટોબર 2024ના રોજ અમદાવાદમાં ચાંદીની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ 1 કિલોના રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી હતી. આમ છેલ્લા 3 દિવસમાં ચાંદી 4500 રૂપિયા ઘટી છે.
આ પણ વાંચો | દિવાળી ધનતેરસ પર સોનું ખરીદવું છે? જાણો સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે
શેરબજાર સેન્સેક્સ કરતા સોના ચાંદીમાં જબરદસ્ત રિટર્ન
શેરબજાર સેન્સેક્સ કરતા સોના ચાંદીમાં આ વખતે જબરદસ્ત રિટર્ મળ્યું છે. દિવાળી થી દિવાળી વાત કરીયે તો સોનાના ભાવ 30 ટકા અને ચાંદીની કિંમત 35 ટકા ઉછળ્યા છે. તો બીજી બાજુ શેરબજાર સેન્સેક્સમાં 10 ટકા આસપાસ રિટર્ન મળ્યું છે.