Gold Silver Rate Today: દિવાળી ધનતેરસ પર સોનું ચાંદી ખરીદવા વધારે રૂપિયા ખર્ચવા પડશે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. સોનું 82000 રૂપિયાની નજીક પહોંચ્યું છે. તો ચાંદી 1 લાખ રૂપિયાની સપાટી કુદાવી ઓલટાઇમ હાઇ લેવલ પર પહોંચી છે. તમને જણાવી દઇયે કે, ગત દિવાળી બાદ એક વર્ષમાં સોનં 28 ટકા અને ચાંદી 35 ટકાથી વધુ ઉછળ્યા છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીયે તો સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 1300 રૂપિયા મોંઘુ થયું છે.
સોનામાં 81600 રૂપિયાની નવી ટોચે
સોનું સતત ઐતિહાસિક ઉંચો ભાવ બનાવી રહ્યું છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનું શનિવારે 1100 રૂપિયા ઉછળ્યું હતું. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 81600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. તો 99.5 શુદ્ધ સોનાની કિંમત 81400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો સોનાના હોલમાર્ક દાગીનાની કિંમત 79970 રૂપિચા પ્રતિ 10 ગ્રામ હતી. શુક્રવારે સોનાની કિંમત 80500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
આ પણ વાંચો | દિવાળી ધનતેરસ પર સોનું ખરીદવું છે? જાણો સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે
E
ચાંદી ફરી 97000 થઇ
સોનું પાછળ ચાંદી પણ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી છે. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 1500 રૂપિયા ઉછળી હતી. આ સાથે શુદ્ધ ચાંદીની કિંમત 97000 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી. તો ચાંદી રૂપુ 95300 રૂપિયા થઇ હતી.