/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/gold-silver-rate-today-1.jpg)
Gold Silver Rate Today News: સોના ચાંદીના ભાવ વધ્યા છે. (Photo: Social Media)
સોના ચાંદી ફરી મોંઘા થયા છે. સોનું 3 સપ્તાહની ટોચ પર પહોંચી ગયું છે અને 10 ગ્રામનો ભાવ ફરી 80000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. સોના પાછળ ચાંદી પણ વધી છે અને 1 કિલોનો ભાવ 92000 રૂપિયાની સપાટી કુદાવી ગયા છે. સ્થાનિક બજારમાં સોના ચાંદીના ભાવ 23 નવેમ્બર પછીની ઉંચી સપાટી પર પહોંચી ગયા છે. જાણો અમદાવાદમાં સોના ચાંદીના આજના લેટેસ્ટ ભાવ
સોનું ફરી 80000 પાર
સોના ભાવ ફરી 80000 રૂપિયાની કુદાવી ગયા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 500 રૂપિયા મોંઘું થયું હતું. આ સાથે 99.9 શુદ્ધ સોનાનો ભાવ 80200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જે 23 નવેમ્બર પછીનો સૌથી ઉંચો ભાવ છે. તો 99.5 શુદ્ધ સોનાનો પ્રતિ 10 ગ્રામ ભાવ 80000 રૂપિયા બોલાયો હતો. તમને જણાવી દઇયે કે, ગઇકાલે સ્થાનિક બજારમાં 99.9 શુદ્ધ સોનાની કિંમત 79700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું.
ચાંદીની કિંમત 92000 પાર
સોના જેમ ચાંદી પણ મોંઘી થઇ છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે ચાંદીની કિંમત 500 રૂપિયા 1 કિલો વધી હતી. આમ 1 કિલો ચાંદી ચોરસાની કિંમત 82500 રૂપિયા થઇ હતી. જે 23 નવેમ્બર બાદ ઉંચો ભાવ છે. ચાંદી રૂપુનું કિંમત 92300 રૂપિયા પ્રતિ 1 કિલો થઇ હતી.
મુંબઇમાં આજે 99.9 શુદ્ધ સોનાની કિંમત 78400 અને દિલ્હીમાં 78270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી.
વૈશ્વિક બુલિયન બજારમાં સોના ચાંદીની કિંમતમાં તેજી શરૂ થઇ ગઇ છે. બુધવારે કોમેક્સ પર સોનું 5.50 ડોલર વધીને 2724 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ બોલાયું હતું. તો ચાંદી વધીને 32.55 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ પર ટ્રેડ કરી રહી છે. નોંધનિય છે કે, 30 ઓક્ટોબરે સોનું 2813 ડોલર અને ચાંદી 34.04 ડોલર પ્રતિ ટ્રોય ઔંસની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા.
સોના ચાંદીની કિંમત વધવાના કારણ
- સીરિયામાં અશાંતિ
- ભારતમા લગ્નસરાની ખરીદી
- વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતાનો માહોલ
- યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો
- શેરબજારમાં મંદીના કારણે સેફ હેવન રોકાણની તલાશ


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us