Pakistan Gold Price 3 Times Higher Than India : સોનું ખરીદવું દિવસને દિવસે મોંઘુ થઇ રહ્યું છે. માત્ર ભારત જ નહીં સમગ્ર દુનિયામાં સોનાના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. ભારત કરતા પાકિસ્તાનમાં સોનાની કિંમત 3 ગણી વધારે છે. ભારતમાં જ ત્રણ દિવસમાં સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સોનાની સાથે સાથે ચાંદી પણ વધી રહી છે. બંને કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચતા કદાચ સામાન્ય માણસ માટે સોનું ચાંદી ખરીદવું માત્ર એક સપનું બની જાય તો નવાઇ નહીં
સોનું 76000ને પાર, 3 દિવસમાં 1200 વધ્યા
ભારતમાં સોનાની કિંમત પહેલીવાર 76000 રૂપિયાની સપાટી કદાવી ગયા છે. અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોનું 700 રૂપિયા મોંઘુ થયુ હતુ. આમ 99. શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત ઇતિહાસમાં પહેલીવાર 76200 રૂપિયા થઇ છે. છેલ્લા ત્રણ દિવસમાં સ્થાનિક બજારમાં સોનું 1200 રૂપિયા મોંઘુ થયું છે. 13 એપ્રિલ, 2024ના રોજ સ્થાનિક બજારમાં સોનાની કિંમત પહેલીવાર 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી.
સોનું સાથે ચાંદી પણ ચમકી ઉઠી છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદી 74000 રૂપિયા પ્રતિ 1 કિલો સ્થિર હતી. 3 દિવસમાં ચાંદી 2000 રૂપિયા મોંઘી ગઇ છે.
પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાની કિંમત 2.51 લાખ રૂપિયા (Gold Silver Rate In Pakistan)
ભારત કરતા પાકિસ્તાનમાં સોનાની કિંમત 3 ગણા કરતા પણ વધારે છે. ભારતમાં 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત સરેરાશ 75000 રૂપિયાની આસપાસ છે. મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં 10 ગ્રામ સોનાની કિંમત અધધધ… 2,51,900 પાકિસ્તાની રૂપિયા છે. ઓલ સિંધ સરાફા જ્વેલર્સ એસોસિએશન મુજબ 99.9 શુદ્ધ સોનાની 10 ગ્રામની કિંમત આજે 1900 રૂપિયા વધીને 2,51,900 રૂપિયા થઇ છે. તો 10 ગ્રામ ચાંદીની 130 રૂપિયા વધીને 2780 રૂપિયા થઇ છે.

પાકિસ્તાન રૂપિયા કરતા ભારતીય રૂપિયો 3 ગણો મોંઘો (Pakistan Rupee VS Indian Rupee)
હાલ પાકિસ્તાન રૂપિયા કરતા ભારતીય રૂપિયાની મૂલ્ય 3 ગણું વધારે છે. આજે ફોરેક્સ માર્કેટમાં 100 પાકિસ્તાન રૂપિયાનું મૂલ્ય 30 ભારતીય રૂપિયા બરાબર હતું.
આ પણ વાંચો | મારી પાસે 80000 રૂપિયા છે સોનું ખરીદવું કે ચાંદી? શેમાં વધુ રિટર્ન મળશે? આંકડા જોઇ નક્કી કરો
વર્લ્ડ માર્કેટમાં પણ સોનું ચાંદી સતત મોંઘા થઇ રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 21 ડોલર વધીને 2412 ડોલર પ્રતિ ટ્રોસ થયું હતું, જ્યારે આગલા દિવસનો બંધ બાવ 2391 ડોલર હતો. તો વિશ્વ બજારમાં ચાંદી 28.5 ડોલર પ્રતિ ટ્રોસની ઉપલ બોલાતી હતી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વિશ્વ બજારમાં સોનાના ભાવ 15 ટકાથી વધુ અને ચાંદીના ભાવ 19 ટકા ઉછળ્યા છે.





