Silver May Hits 1 Lakh: ચાંદી 1 લાખથી માત્ર આટલી દૂર, 3 દિવસમાં 7200 વધી, સોનું થયુ સસ્તું, જાણો આજના ભાવ

Silver Price May Hits 1 Lakh Rupee: સોના ચાંદીની કિંમત સતત વધી રહી છે. ચાંદી 3 દિવસમાં 7200 રૂપિયા મોંઘી થઇ અને હવે 1 લાખ થવાની તૈયારીમાં છે. જાણો તમારા શહેરના આજના લેટેસ્ટ ભાવ

Silver Price May Hits 1 Lakh Rupee: સોના ચાંદીની કિંમત સતત વધી રહી છે. ચાંદી 3 દિવસમાં 7200 રૂપિયા મોંઘી થઇ અને હવે 1 લાખ થવાની તૈયારીમાં છે. જાણો તમારા શહેરના આજના લેટેસ્ટ ભાવ

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
silver ornaments | silver payal | silver price today | gold silver rate today | bullion market price

Silver Payal: ચાંદીની પાયલ. (Photo - @payal_design_2002)

Gold Silver Rate Today: સોનું ચાંદી સતત મોંઘા થઇ રહ્યા છે. તેમાંય ચાંદીના ભાવ હવે 1 લાખ ગમે ત્યારે થઇ શકે છે. આજે ફરી ચાંદીમાં 1500 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. આ સાથે ત્રણ દિવસમાં 1 કિલો ચાંદીની 7200 રૂપિયા મોંઘી થઇ છે. જો કે સોનું ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ ફરી ઘટ્યું છે. જાણો તમારા શહેરમાં સોના - ચાંદીના આજના ભાવ

Advertisment

ચાંદી ઐતિહાસિક ટોચે, 1 કિલો Silverની કિંમત 93000 રૂપિયા

ચાંદીમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે. અમદાવાદ ઝવેરી બજાર માણેકચોકમાં આજે ચાંદીમાં ફરી 1500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. આ સાથે 1 કિલો ચાંદીની કિંમત 93000 રૂપિયા થઇ છે, જે અત્યાર સુધીનો ઉંચો ભાવ છે. આ ત્રણ દિવસમા ચાંદી 7200 રૂપિયા મોંઘી થઇ છે. નોંધનિય છે કે, ગત 17 મે, 2024ના રોજ સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 85800 રૂપિયા હતી. તો મે મહિનામાં 1 કિલો ચાંદીના ભાવમાં 12500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 30 એપ્રિલ, 2024ના રોજ ચાંદીની કિંમત 80500 રૂપિયા હતી.

gold silver price | gold silver rate today | gold price record high | sivler price all time high | gold price all time high | bullion gold silver price today
Gold Silver Rate Today: સોનું ચાંદી કિંમતી ધાતુ છે. (Photo - Canva)

સોનું સસ્તુ થયુ, રેકોર્ડ લેવલથી 400 રૂપિયા ઘટ્યા

સોનું ઐતિહાસિક ટોચે ઘટ્યા બાદ ઘટ્યું છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનું 400 રૂપિયા ઘટ્યું છે. આમ 10 ગ્રામ 99.9 શુદ્ધ સોનાનો ભાવ 76600 રૂપિયા થયો છે. તમને જણાવી દઇયે કે, 20 મે, 2024ના રોજ સોનાની કિંમત 77000 રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી હતી. સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે ખરીદવું મુશ્કેલ બની ગયું છે.

આ પણ વાંચો | દુનિયાનું સૌથી મોટું એલજી 97 ઇંચ OLED સ્માર્ટ ટીવી ભારતમાં લોન્ચ, ઘર બની જશે થિયેટર

Advertisment

બજારની નજર યુએસ ફેડ રિઝર્વની સમીક્ષા પર

યુએસ ફેડ રિઝર્વ મિટિંગની મિનિટ્સ જાહેર થવાની પૂર્વે વૈશ્વિક સોના માં નરમાઇ જોવા મળી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની પ્રબળ અપેક્ષા અને ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ ઇરસીની હેલિકોપ્ટર દૂર્ઘટનામાં મૃત્યુ થયા બાદ મધ્યપૂર્વમાં તણાવ વધ્યું છે. જેની અસરે સેફ હેવન સોનામાં ફરી તેજી જોવા મળી છે. સોમવારે વૈશ્વિક બજારમાં સોનું 2448.98 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયું હતું.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ