Share Market VS Gold Silver Return In 2023: વર્ષ 2023 રોકાણકારો માટે એકંદરે ફાયદાકારક રહ્યું છે. શેરબજારની રેકોર્ડ તેજીની સાથે સાથે સોના – ચાંદીના રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું છે. આર્થિક અનિશ્ચિતતા, વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ઐતિહાસિક ઉંચા ભાવ અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી સ્થાનિક બજારમાં સોના – ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા. વૈશ્વિક અનિશ્ચિતતાના માહોલથી સેફ હેવન સોના ચાંદી તરફ રોકાણકારોનો ઝોંક વધી રહ્યો છે. જાણો વર્ષ 2023માં સોના – ચાંદીમાં રોકાણકારોને કેટલું રિટર્ન મળ્યું
ચાંદી કરતા સોનામાં રોકાણકારોને બમણું રિટર્ન (Gold Silver Return In 2023)
રોકાણકારો માટે સોનું – ચાંદી રોકાણ માટે સૌથી સુરક્ષિત વિકલ્પ છે. 29 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદના ઝવેરી બજારમાં 99.9 શુદ્ધ સોનું 65300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. જ્યારે વર્ષ 2022ના છેલ્લા દિવસે 10 ગ્રામ સોનાની કિંમત 56300 રૂપિયા હતી. આમ છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 9000 રૂપિયા વધ્યા છે. ટકાવારીની રીતે 2023માં સોનાના રોકાણકારોને 16 ટકા વળતર મળ્યું છે.

અલબત્ત સોનાની તુલનાએ ચાંદીમાં રોકાણકારોને અડધું જ રિટર્ન મળ્યું છે. આજે સ્થાનિક બુલિયન બજારમાં 1 કિલો ગ્રામ ચાંદીનો ભાવ 74000 રૂપિયા હતો જ્યારે વર્ષ પૂર્વે તેનો ભાવ 68500 રૂપિયા હતો. આમ વર્ષ 2023માં ચાંદી 6000 રૂપિયા મોંઘી થઇ છે. ટકાવારીની રીતે ચાંદીમાં રોકાણકારોને 8 ટકા જ રિટર્ન મળ્યું છે.
કોમોડિટી ડિસેમ્બર 2022 ડિસેમ્બર 2023 વાર્ષિક રિટર્ન સોનું 56300 65300 +16% ચાંદી 68500 74000 +8% સેન્સેક્સ 60840 72240 +19% નિફ્ટી 18105 21731 +20%
નોંધનિય છે કે, શેરબજારની સરખામણીએ બુલિયન માર્કેટે ઓછું રિટર્ન આપ્યું છે. કેલેન્ડર વર્ષ 2023માં સેન્સેક્સ અને નિફ્ટી 20 ટકા વધ્યા છે. સામાન્ય રીતે આર્થિક અનિશ્ચિતતા, મંદી, ફુગાવો જેવા પરિબળો વચ્ચે શેરબજાર ઘટતુ હોય છે જ્યારે સોના – ચાંદીના ભાવ રોકેટ ગતિએ વધતા હોય છે.

સોનામાં છેલ્લા 13 વર્ષનું રિટર્ન પર એક નજર
વર્ષ ભાવ વાર્ષિક રિટર્ન 2023 65300 +16% 2022 54,958 +17.53% 2021 48,900 -3.8% 2020 50,151 +31.05% 2019 38,269 +20.71% 2018 31,702 +7.11% 2017 29,598 -1.61% 2016 30,082 +17.11% 2015 25,686 -6.53% 2014 27,481 -7.86% 2013 29,826 -6.14% 2012 31,778 +16.15% 2011 27,359 +37.52%





