Gold Silver Price : સોના એ સર્જ્યો ઇતિહાસ, 10 ગ્રામનો ભાવ સાંભળી ચોંકી જશો, ચાંદી 3000 સસ્તી થઇ

Gold Price Record High : સોનાના ભાવે શુક્રવારે સ્થાનિક ઝવેરી બજારમાં ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. તો રેકોર્ડ હાઇ લેવલ પરથી 3000 રૂપિયા સસ્તી થઇ હતી.

Gold Price Record High : સોનાના ભાવે શુક્રવારે સ્થાનિક ઝવેરી બજારમાં ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. તો રેકોર્ડ હાઇ લેવલ પરથી 3000 રૂપિયા સસ્તી થઇ હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
gold | silver | Gold Silver Rate today | Gold Silver price today

Gold Silver Rate : સોના ચાંદીના ભાવ. (Photo: Social Media)

Gold Silver Rate Today News : સોનાના ભાવ સતત રેકોર્ડ હાઇ લેવલ બનાવી રહ્યા છે. સોના પાછળ ચાંદીના ભાવ પણ નોંધપાત્ર વધ્યા છે. નવરાત્રી દિવાળી પહેલા જ સોના ચાંદીના ભાવ ઐતિહાસિક ટોચે પહોંચતા સામાન્ય વ્યક્તિ માટે કિંમતી ધાતુની ખરીદી મુશ્કેલ બની છે. વૈશ્વિક બજારોમાં પણ સતત અને ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાથી સોના ચાંદીના ભાવ ઝડપથી વધ્યા છે.

Advertisment

સોનાના ભાવ ઐતિહાસિક ટોચે

સોનાના ભાવ સતત ઐતિહાસિક ટોચ બનાવી રહ્યા છે. અમદાવાદના ઝવેરી બજારમાં શુક્રવારે સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા હતા. આમ 99.9 શુદ્ધ 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 1,10,000 રૂપિયા એટલે કે 1.10 લાખ રૂપિયા થયો છે. ગુરુવારે સોનાનો ભાવ 1,09,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 99.5 શુદ્ધ 23 કેરેટ સોનાનો ભાવ 500 રૂપિયા વધીને 1,09,700 રૂપિયા થયો છે. સોનાના હોલમાર્ક દાગીનાનો ભાવ 1,07,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

ચાંદી 3000 રૂપિયા સસ્તી થઇ

શુક્રવારે સોનાના ભાવ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા હતા જ્યારે ચાંદી સસ્તી થઇ હતી. અમદાવાદના ઝવેરી બજારમાં ચાંદી 3000 રૂપિયા સસ્તી થઇ હતી. 1 કિલો ચાંદી ચોરસાનો ભાવ 1.22 લાખ રૂપિયા થયો હતો, જે ગુરુવારે 1,25,000 રૂપિયાની ટોચે પહોંચ્યા હતા. રૂપુ ચાંદીનો ભાવ 1,21,800 રૂપિયા બોલાયો હતો.

વાયદા બજારમાં પણ સોના ચાંદીના ભાવ વધ્યા હતા. એમસીએક્સ સોનું 250 રૂપિયા વધી 1,06,663 રૂપિયા બોલાતું હતું. તો એમસીએક્સ ચાંદી વાયદો 500 રૂપિયા વધી 1,24,248 રૂપિયા ટ્રેડ કરી રહી હતી.

Advertisment

ડોલર સામે રૂપિયો રેકોર્ડ તળિયે

શુક્રવારે ડોલર સામે રૂપિયો 11 પૈસા ઘટી 88.26 બંધ થયો છે, જે અત્યાર સુધીની સૌથી નીચી સપાટી છે. ગુરુવારે રૂપિયો 88.15 બંધ થયો હતો. ટ્રમ્પ ટેરિફ, વિદેશી રોકાણકારોની વેચવાલીથી ડોલર સામે ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.

સોનું ચાંદી કોમોડિટી બિઝનેસ