Gold Silver Rate Today: સોનું ફરી સસ્તુ થયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024માં સોનું ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ધરખમ ઘટાડ્યા બાદ સતત બીજા દિવસે દેશભરમાં કિંમતી ધાતુના ભાવ ઘટ્યા છે. જે લોકો અગાઉ ભાવ ઐતિહાસિક ટોચે પહોંચતા ખરીદી શક્યા ન હતા તેમના માટે સોનું ચાંદી ખરીદવાનું સુવર્ણ તક આવી છે. જાણો આજે સોનું ચાંદી કેટલા સસ્તા થયા
સોનું 500 ઘટ્યું, ચાંદી સ્થિર
બજેટ 2024 બાદ સતત બીજા દિવસે સોનું સસ્તુ થયું છે. અમદાવાદના ઝવેરી બજારમાં સોનું 500 રૂપિયા સસ્તું થયું છે. આજે 99.9 શુદ્ધ સોનાનો 10 ગ્રામનો ભાવ 72000 રૂપિયા અને 99.5 શુદ્ધ સોનાનો ભાવ 71800 રૂપિયા છે. જ્યારે બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની ઘોષણાને પગલે આગલા દિવસે સોનું અને ચાંદી બંનેમાં 3000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આમ બે દિવસમાં 10 ગ્રામ સોનું 3500 રૂપિયા સસ્તુ થયું છે.
સોનું સતત બીજા દિવસે સસ્તુ થયું છે પરંતુ ચાંદીના ભાવ યથાવત રહ્યા છે. સ્થાનિક ઝવેરી બજારમાં 1 કિલો ચાંદીની કિંમત 86000 રૂપિયા હતી.

ઐતિહાસિક ટોચથી સોનું 4700 સસ્તુ થયું
બજેટ 2024માં કસ્મટ ડ્યૂટી ઘટાડ્યા બાદ લોકોને સસ્તુ સોનું ચાંદી ખરીદવાનો મોકો મળ્યો છે. કસ્મટ ડ્યૂટી ઘટાડવાની ઘોષણા બાદ સતત ઐતિહાસિક ટોચે પહોંચી રહેલા સોના ચાંદી ભાવ વધતા અટકી ગયા છે. બીજા શબ્દોમાં કહીયે તો સોના ચાંદીમાં તેજીને બ્રેક લાગી છે. સ્થાનિક બજાર 17 જુલાઇના રોજ સોનું 76700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 93500 રૂપિયા પ્રતિ 1 કિલો ની ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા. જ્યારે આજે સોનું 72000 રૂપિયા અને ચાંદી 86000 રૂપિયા છે. આમ ઐતિહાસિક ટોચેથી સોનું 4700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ દીઠ અને ચાંદી 7700 સસ્તા થયા છે.
બજેટ 2024માં સોના ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટી (Gold Silver Customs Duty In Budget 2024)

આ પણ વાંચો | મુદ્રા યોજના માં 20 લાખ ની લોન બધાને નહીં મળે, જાણો કોને મળશે સરકારી યોજનાનો લાભ
નિર્મલા સીતારમણે બજેટ 2024 ભાષણમાં સોના ચાંદીની કસ્ટમ ડ્યૂટી ઘટાડી 6 ટકા કરવાની ઘોષણા કરી છે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2024માં સોના ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી વધારીને 15 ટકા કરી હતી. ઉપરાંત પ્લેટિનમ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6.4 ટકા કરવાની દરખાસ્ત કરી છે.





