સોના ચાંદી બાદ હવે આ ધાતુમાં લાલચોળ તેજીના સંકેત, 2026માં રોકાણકારોને આપશે છપ્પરફાડ નફો

Best Options For Investment In 2026 : સોના ચાંદીમાં ઐતિહાસિક તેજી બાદ હવે વર્ષ 2026માં બેઝ મેટલ્સ તાબાંમાં પણ તેજીના સંકેત દેખાઇ રહ્યા છે. માર્કેટ એનાલિસ્ટો સપ્તાહની તંગી અને મજબૂત માંગથી કોપરના ભાવ 20 ટકાથી વધુ વધવાની ધારણા રાખે છે.

Best Options For Investment In 2026 : સોના ચાંદીમાં ઐતિહાસિક તેજી બાદ હવે વર્ષ 2026માં બેઝ મેટલ્સ તાબાંમાં પણ તેજીના સંકેત દેખાઇ રહ્યા છે. માર્કેટ એનાલિસ્ટો સપ્તાહની તંગી અને મજબૂત માંગથી કોપરના ભાવ 20 ટકાથી વધુ વધવાની ધારણા રાખે છે.

author-image
Ajay Saroya
New Update
Commodity Market Outlook 2026

Commodity Market Outlook 2026 : વર્ષ 2026 માટે કોમોડિટી માર્કેટ આઉટલુક Photograph: (Freepik)

Best Options For Investment In 2026 : સોના ચાંદીના ભાવમાં વર્ષ 2025 દરમિયાન ઐતિહાસિક તેજીએ સૌને ચૌંકાવી દીધા છે. રોકેટ ગતિથી વધી રહેલા સોના ચાંદીના ભાવ સતત નવી ઉંચી સપાટી બનાવી રહ્યા છે. હવે સોના ચાંદી બાદ અન્ય એક ધાતુમાં પણ તેજીની શરૂઆત થઇ હોવાના સંકેત દેખાય છે. આ ધાતુનો ઔદ્યોગિક ક્ષેત્રે બહોળો ઉપયોગ થાય છે. એમસીએક્સ વાયદા બજારમાં સોના ચાંદી જેમ આ બેઝ મેટલના ભાવ પણ ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. માર્કેટ એક્સપર્ટ્સ હવે સોના ચાંદી સાથે હવે આ બેઝ મેટલ 2026માં કોમોડિટી કિંગ રહેશે તેવી આગાહીઓ કરવા લાગ્યા છે.

Advertisment

સોનું કે ચાંદી નહીં કોપર (તાબું) બનશે કોમોડિટી કિંગ

સોના ચાંદી તાંબાના ભાવ પણ રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. ભારતમાં તાંબાનો ભાવ 1166 રૂપિયા ઇન્ટ્રા ડે ટોચે પહોંચ્યા હતા. 2025માં સોના અને ચાંદીમાં ઐતિહાસિક વળતર બાદ હવે બેઝ મેટલ્સમાં તેજી શરૂ થઇ છે. એટલે કે હવે બેઝ મેટલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે, કારણે કે સોનું ચાંદીના ભાવ પહેલાથી ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે.

મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ નિર્મલ બંગ સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ કૃણાલ શાહ કહે છે કે, આગામી વર્ષે કોપર સૌથી આકર્ષક પ્રદર્શન કરનાર કોમોડિટી બની શકે છે. 2026માં કોપર  પોતાની સૌથી ઉંચી સપાટી દેખાડી શકે છે. લંડન મેટલ એક્સચેન્જ (LME) પર કોપરની કિંમત 13500 થી 14000 ડોલર પ્રતિ ટનનો ભાવ સ્પર્શી શકે છે. તો ભારતીય બજારમાં એમસીએક્સ કોપર વાયદો 1300 થી 1500 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ દેખાડી શકે છે.

આમ વર્ષ 2026મા તાબાંમાં20 ટકાથી વધુ રિટર્ન મળી શકે છે. તાબાંમાં તેજી પાછળના કારણો જણાવતા તેમણે ઉમેર્યું કે, કોપરમાં હાલ સપ્લાયની તંગી છે તો બીજી બાજુ મજબૂત માંગ છે. તાબું એક ઔદ્યોગિક ધાતુ છે તેનો ઇલેક્ટ્રિકલ માલસામાન અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ડેટા સેન્ટર અને પાવર સેક્ટરમાં બહોળો ઉપયોગ થાય છે.  

Advertisment

કોમોડિટી બિઝનેસ સોનું ચાંદી