Google Gemini AI App Benefits : ગૂગલ એઆઈ પ્લેટફોર્મ જેમિની વિવાદમાં સપડાયું છે. ભારત સરકારે એઆઈ જેમિની પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો પૂર્વાગ્રહગ્રસ્ત જવાબ આપવાનો આરોપ મૂક્યો છે. હાલ દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે. જાણો ગૂગલ એઆઈ જેમિની શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો અને શું ફાયદા છે
ગગૂલે તાજેતરમાં જ નવું ગૂગલ એઆઈ લોન્ચ કર્યું છે. કંપનીએ જૂના ચેટબોટને જ રિબ્રાન્ડ કર્યું છે. ગૂગલે નવી જેમિની એપ પણ લોન્ચ કરી છે. આ એપમાં ઘણા એઆઈ ફીચર્સ છે, જેની મદદથી તમે કન્ટેન્ટ ક્રિએટ કરી શકો છો. મફતમાં 2 ટીબી સુધીનું સ્ટોરેજ પણ મેળવી શકાય છે. સાથે જ તમે તેને પોતાનું ડિફોલ્ટ આસિસ્ટન્ટ બનાવી શકો છો. એટલે કે, જ્યારે તમે Hey Google બોલશો કે હોમ બટનને લોંગ પ્રેસ કરશો તો જેમિની તમારા દરેક પ્રશ્નનો જવાબ ગણતરીની મિનિટોમાં આપી દેશે.
ગૂગલ એઆઈ જેમિનીના ફાયદા
જેમિની ગૂગલ એઆઈ પ્લેટફોર્મ છે. ગૂગલે તેના વર્કસ્પેસને તમામ ડ્યૂઅલ એઆઈ ફીચર્સને પણ જેમિની બ્રાન્ડ હેઠળ આવરી લીધા છે. કંપનીએ પોતાના સૌથી એડવાન્સ અને પાવરફૂલ એઆઈ મોડલ જેમિની અલ્ટ્રા 1.0ને પણ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. આ બહુ ઉપયોગી એપ છે, જે લોકોને મોટા મોટા એસાઇનમેન્ટ ઓછા સમયમાં પૂરા કરવામાં મદદરૂપ બની શકે છે.
ગૂગલ એઆઈ ટૂલમાં મળશે મફત 2 ટીબી સ્ટોરેજ
ગૂગલના આ એડવાન્સ એઆઈ ટેકનોલોજી ટૂલમાં સ્ટોરેજથી પરેશાન યૂઝર મફતમાં 2 ટીબી સુધીનું મફત સ્ટોરેજ મેળવી શકે છે. તેની માટે યૂઝરે Gemini Advanced ની વેબસાઇટ પર જઇ, વેબ પેજની ડાબી બાજુમાં Upgrade To Gemini Advanced ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. તેનો ઉપયોગ શરૂ કરવાની પહેલા તમારે ત્યાં Start Trialનું ઓપ્શન દેખાશે. જ્યાં ક્લિક કરીને પેમેન્ટની વિગત દાખલ કરો. આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી તમે મફતમાં Google One AI Premium મેળવી શકો છો.
ગૂગલ વન માં 2 ટીબી સુધી સ્ટોરેજ મફત મળે છે, જો કે તે બે મહિના માટે જ હોય છે. બે મહિના બાદ આ પ્લાન બંધ કરવો છે તો ગૂગલ વનને કેન્સલ કરી શકાય છે.
આ પણ વાંચો | શબ્દ લખો અને વીડિયો બની જશે, ચેટજીપીટી ઓપનએઆઈ એ લોન્ચ કર્યું સોરા ટુલ્સ, જાણો કેવી રીતે કામ કરે છે?
ગૂગલ એઆઈ જેમિની ડાઉનલોડ કરવાની રીત
જેમિની ટૂલ ડાઉનલોડ કરવા સૌથી પહેલા ગૂગલ સ્ટોરમાં જાઓસર્ચ બારમાં Google Gemini ટાઇપ કરો અને એપ સર્ચ કરોહવે ઈન્સ્ટોલ બટન પર ટેપ કરોહવે એપ ઓપન કરી Get Started પર ટેપ કરોત્યાં માહિતી વાંચી ટેપ કરો, ત્યારબાદ નેક્સ્ટ સ્ક્રીન પર I Agree પર ક્લિક કરોઆ એપમાં યૂઝર્સ કન્ટેન્ટ ક્રિએટ કરી શકે છે. નવી સ્કીલ શીખવામાં મળશેઉપરાંત આ એપમાં ટેક્સ્ટ, વોઇસ કે ફોટો ઈનપુટનો ઉપયોગ કરી શકાય છેઆ એપમાં તમે ટાઈપ કરી શકો છો, બોલી શકો છો કે ફોટો શેર કરો બોક્સમાં પ્રશ્ન લખી શકો છો અને અપલોડ કરી શકાય છેઅથવા ઇમેલ આઈકોન પર ટેપ કરોપૂછવામાં આવેલા જૂના પ્રશ્ન – જવાબને એપની વચ્ચે Chats સેક્શનમાં જોઇ શકાય છે.