Google Chrome Risk : ગૂગલ ક્રોમ યુઝર્સ માટે મોટો ખતરો, ભારત સરકારે આપી ચેતવણી

Google Chrome Users Warned : ગૂગલ ક્રોમ માટે નવું હાઇ રિસ્ક સિક્યોરિટી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારતની સાયબર સિક્યોરિટી એજન્સીને ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઘણી ગંભીર સુરક્ષા ખામીઓ મળી આવી છે.

Written by Ajay Saroya
November 04, 2025 14:35 IST
Google Chrome Risk : ગૂગલ ક્રોમ યુઝર્સ માટે મોટો ખતરો, ભારત સરકારે આપી ચેતવણી
Google Chrome Users Risk Alert | ગૂગલ ક્રોમ યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. (Photo: ieGujarati)

Google Chrome High Risk Alert : ગૂગલ ક્રોસ યુઝર્સ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળની ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી-ઇન) એ ગૂગલ ક્રોમ વપરાશકર્તાઓ માટે નવું હાઇ રિસ્ક સિક્યોરિટી એલર્ટ જારી કર્યું છે. 30 ઓક્ટોબર, 2025 (ગુરુવાર) ના રોજ જારી કરવામાં આવેલી આ ચેતવણીમાં જણાવાયું છે કે, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઘણી ગંભીર સુરક્ષા ખામીઓ મળી આવી છે.

આ ખામીઓનો ઉપયોગ કરીને, સાયબર અપરાધીઓ દૂર બેસીને સિસ્ટમની સિક્યોરિટી હેક કરી શકે છે અને લક્ષિત કમ્પ્યુટર માંથી સંવેદનશીલ માહિતી ચોરી કરી શકે છે.

CERT-In એ વપરાશકર્તાઓને સલાહ આપી છે કે તેઓ ગૂગલ ક્રોમને તાત્કાલિક લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરે અને શંકાસ્પદ વેબસાઇટ્સ અથવા અજાણ્યા લિંક્સ પર ક્લિક કરવાનું ટાળે. ભારતમાં લાખો યુઝર્સ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરે છે, જે તેને સાયબર સિક્યોરિટીનું એક મહત્વપૂર્ણ પગલું બનાવે છે.

ચેતવણી વિગતવાર સમજાવે છે કે વપરાશકર્તાઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અને જે ગૂગલ ક્રોમ યુઝર્સે આ સુરક્ષા જાળ વિશે સતર્ક રહેવાની જરૂર છે. સીઇઆરટી-ઇન અનુસાર, આ ચેતવણી ડેસ્કટોપ પર ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતી તમામ અંતિમ વપરાશકર્તા સંસ્થાઓ અને વ્યક્તિઓને લાગુ પડે છે.

આનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ તેમના પર્સનલ કમ્પ્યુટર પર અથવા કંપની દ્વારા પ્રદાન કરવામાં આવેલી સિસ્ટમ પર ક્રોમનો ઉપયોગ કરી રહ્યો હોય, દરેકને તરત જ સુરક્ષા અપડેટ્સ ઇન્સ્ટોલ કરવાની અને બ્રાઉઝરને અપડેટ રાખવાની સલાહ આપવામાં આવે છે. જેથી કોઈપણ સંભવિત સાયબર હુમલાથી બચી શકાય.

શું જોખમ છે?

CERT-In ના જણાવ્યા અનુસાર, ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓની ફરિયાદો આવી હતી. જેનો ફાયદો ઉઠાવીને, રિમોટ એટેકર સિસ્ટમ પર મનસ્વી કોડ ચલાવી શકે છે.

સુરક્ષા કવચને તોડી શકે છે, સ્પૂફિંગ એટેક (કપટપૂર્ણ હુમલાઓ) કરી શકે છે અથવા લક્ષિત સિસ્ટમ્સ માંથી સંવેદનશીલ માહિતી મેળવી શકે છે.

આ ખામીઓ વપરાશકર્તાઓના ડેટા અને સિસ્ટમ્સની સુરક્ષા માટે ગંભીર ખતરો ઉભું કરી શકે છે.

ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ છે. જેનું કારણ – V8 એન્જિનમાં Type Confusion અને V8, Extensions, App-Bound Encryption તથા Autofill માં ખોટું ઇમ્પ્લિમેંટેશન, Media માં object lifecycle issue, V8 અને Storage માં race condition, Omnibox, Fullscreen UI અને SplitView में ખોટી સિક્યોરિટી UI, Extensions માં policy bypass, PageInfo અને Ozone માં use after free ખામીઓ અને V8 તથા WebXR માં out of bounds read ની સમસ્યા છે.

ક્યા ગૂગલ ક્રોમ યુઝર્સને જોખમ છે?

લિનક્સ, વિન્ડોઝ અને મેકોએસ પર ગૂગલ ક્રોમ ચલાવતા વપરાશકર્તાઓને બ્રાઉઝરના આ વર્ઝન વિશે ચેતવણી આપવામાં આવી છે.

  • Linux માટે 142.0.7444.59 થી જુના ક્રોમ વર્ઝન
  • Windows અને Mac માટે 142.0.7444.59/60 થી જુના ગુગલ ક્રોમ વર્ઝન
  • Mac માટે 142.0.7444.60 થી જુના ગૂગલ ક્રોમ વર્ઝન

CERT-In એ તેની ચેતવણીમાં સલાહ આપી છે કે વપરાશકર્તાઓએ બ્રાઉઝરના લેટેસ્ટ ઉપલબ્ધ વર્ઝનને અપડેટ કરવું જોઈએ તેમજ જરૂરી સુરક્ષા અપડેટ્સ ઇન્સ્ટોલ કરવા જોઈએ.

આ પણ વાંચો | ChatGPT Go સબ્સ્ક્રિપ્શન આજથી 1 વર્ષ માટે તદ્દન મફત છે, આ રીતે એક્ટિવ કરો

વિન્ડોઝ અને મેકોએસ પર અપડેટ કરવા માટે, પહેલા ક્રોમ બ્રાઉઝરના ઉપરના જમણા ખૂણા પરના ત્રણ પોઇન્ટ પર જાઓ. ત્યારબાદ સેટિંગ્સ > અબાઉટ > અપડેટ ક્રોમ ઓપ્શન પર જાઓ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ