AI City Vizag: ગૂગલ ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે, જાણો ક્યાં રાજ્યમાં લાખો રોજગારીઓ સર્જાશે

Google’s 10B Data Centre in India 2025: ગૂગલ 10 અબજ ડોલરનું રોકાણ કરી ભારતમાં ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબ બનાવશે. જે ગૂગલનું અમેરિકા બહારનું સૌથી મોટું હબ હશે. તેનાથી ગ્લોબલ ટેક પ્લેટફોર્મ પર ભારતની સ્થિતિ વધુ મજબૂત બનશે.

Written by Ajay Saroya
Updated : October 14, 2025 13:39 IST
AI City Vizag: ગૂગલ ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ કરશે, જાણો ક્યાં રાજ્યમાં લાખો રોજગારીઓ સર્જાશે
Google : ગૂગલ. (Photo: Canva)

10 Billion Google Investment in India : ગૂગલે ભારતમાં જંગી રોકાણ કરવાની ઘોષણા કરી છે. દિગ્ગજ ટેક કંપની ગૂગલે મંગળવારે જણાવ્યું કે, આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. તેનાથી ભારતમાં ટેકનોલોજી સેક્ટરમાં મોટી સંખ્યામાં નવી રોજગારીનું સર્જન થશે. ભારતમાં ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) હબ સ્થાપવા માટે ગૂગલ રોકાણ કરશે. જે ગૂગલનું અમેરિકા બહારનું સૌથી મોટું હબ બનશે, જે ગ્લોબલ ટેક પ્લેટફોર્મ પર ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવશે.

ગૂગલ આંધ્રપ્રદેશમાં ડેટા સેન્ટર સ્થાપશે

આંધ્રપ્રદેશ સરકારે બુધવારે વિશાખાપટ્ટનમમાં ગૂગલના 10 અબજ ડોલરના રોકાણ દ્વારા ડેટા સેન્ટર સ્થાપવાની યોજનાની મંજૂરી આપી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં રાજ્ય રોકાણ પ્રમોશન બોર્ડ (SIPB) એ ગૂગલના સીમાચિહ્નરૂપ હાઇપરસ્કેલ ડેટા સેન્ટરને મંજૂરી આપવાની જાહેરાત કરી, જે ભારતમાં સૌથી મોટા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર FDI પ્રતિબદ્ધતાઓમાં રોકાણ રેન્કિંગ ધરાવે છે.

ગૂગલ વિશાખાપટ્ટનમમાં 1 ગીગાવોટ કેપેસિટી ધરાવતું ડેટા સેન્ટર કેમ્પસ બનાવશે. તેમા એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યાપક સ્તરે એનર્જી સોર્શ અે એક્સપેન્ડ ફાઇબર, ઓપ્ટિક નેટવર્ક સામેલ હશે. આ કેમ્પસ એઆઈ સર્વિસિસની ઝડપથી વધી માંગને સંતોષ કરશે. ગૂગલનું આ પગલું મોટી ટેક કંપનીઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાને દર્શાવે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ એઆઈ અને ક્લાઉડ સર્વિસ માટે નવા ડેટા સેન્ટર સ્થાપવા જંગી મૂડીરોકાણ કરી રહી છે. ભારતમાં સ્માર્ટઝોન યુઝર્સ અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ વધતા આવી સુવિધાઓની જરૂરિયાત વધી ગઇ છે.

ભારતમાં 1.88 લાખ નોકરીઓનું સર્જન થશે

ગૂગલના ડેટા સેન્ટરથી ભારતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 1.88 લાખ નોકરીઓનું સર્જન કરશે અને વાર્ષિક 10.518 કરોડ રૂપિયાના GSDPમાં વધારો થવાનો અંદાજ છે. રાજ્ય સરકારને આશા છે કે આ વિઝાગને “AI સિટી” – અથવા AI, ક્લાઉડ અને ડેટા એનાલિટિક્સ માટે વૈશ્વિક હબમાં ફેરવવાની દિશામાં પણ એક પગલું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ