Google I/O 2024 : ગુગલ આઇઓ ઇવેન્ટમાં ઘણી મોટી જાહેરાતો, પ્રોજેક્ટ એસ્ટ્રા કર્યો લોન્ચ

Google I/O 2024 Highlights : કંપનીએ ઇવેન્ટમાં પ્રોજેક્ટ એસ્ટ્રા લોન્ચ કર્યો છે. આ કંપનીનો નવો પ્રોજેક્ટ છે. જેનું ફોક્સ ભવિષ્યના AI આસિસ્ટન્ટ બનાવવાનું છે.

Google I/O 2024 Highlights : કંપનીએ ઇવેન્ટમાં પ્રોજેક્ટ એસ્ટ્રા લોન્ચ કર્યો છે. આ કંપનીનો નવો પ્રોજેક્ટ છે. જેનું ફોક્સ ભવિષ્યના AI આસિસ્ટન્ટ બનાવવાનું છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Google IO 2024

Google I/O 2024 : ગુગલ આઇઓ ઇવેન્ટમાં ઘણી મોટી જાહેરાતો, પ્રોજેક્ટ એસ્ટ્રા કર્યો લોન્ચ (Image: Anuj Bhatia/The Indian Express)

Google I/O 2024 Keynote in Gujarati : ગુગલએ આઈઓ ઇવેન્ટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. ગુગલ કંપનીની આ ઇવેન્ટઆ માત્ર AI ની જ ચર્ચા થઇ હતી. ગુગલના સીઈઓ સુંદર પીચાઈએ જેમિની વિષે વાત કરીને ઇવેન્ટની શરૂઆત કરી હતી. ઇવેન્ટમાં ગુગલ ફોટોઝમાં AI થી લઈને ગુગલના વિડીયો જનરેટિવ AI મોડલ VEO સુધી બધુજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે I/O માં ઘણી મોટી જાહેરાત પણ કરવામાં આવી છે.

Advertisment
Google IO 2024 Launched Project Astra
Google I/O 2024 : ગુગલ આઇઓ ઇવેન્ટમાં ઘણી મોટી જાહેરાતો, પ્રોજેક્ટ એસ્ટ્રા કર્યો લોન્ચ (Image: Anuj Bhatia/The Indian Express)

કંપનીએ પ્રોજેક્ટ એસ્ટ્રા લોન્ચ કર્યો છે. આ કંપનીનો નવો પ્રોજેક્ટ છે. જેનું ફોક્સ ભવિષ્યના AI આસિસ્ટન્ટ બનાવવાનું છે. જેનું ફોક્સ ફ્યુચરના AI આસિસ્ટન્ટ બનાવવાનું છે. આ પ્રોજેક્ટ OpenAI ના લેટેસ્ટ GPT 4o જેવો જ છે. આ ટૂલ તમારા ફોનના કેમેરામાં દેખાતી દરેક વસ્તુને સમજાવી શકે છે.

આ પણ વાંચો: Vivo Y200 Pro : વિવો વાય200 પ્રોની કિંમત અને ખાસિયત લીક, જાણો

Advertisment

પ્રોજેક્ટ એસ્ટ્રા થઇ શકે ઉપયોગી સાબિત

આ આસિસ્ટન્ટ કેમેરામાં દેખાતી વસ્તુઓને પણ યાદ રાખે છે. ગૂગલે તેની ઇવેન્ટમાં આનો ડેમો બતાવ્યો છે. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ AI ટૂલ કેમેરામાં દેખાતી દરેક વસ્તુને સમજાવી શકે છે. તે ઓડિયો જનરેટિંગ ડિવાઇસ વિશેના પ્રશ્નની શરુ થાય છે.

AI આસિસ્ટન્ટ એસ્ટ્રા કહે છે કે તે સ્પીકર જોઈ શકે છે. તમે વિડીયોમાંજ એક સાઈન દોરીને એસ્ટ્રાને અન્ય પ્રશ્નો પણ પૂછી શકો છો. વિડીયોમાં બતાવ્યા પ્રમાણે, એસ્ટ્રા સ્પીકરની વાત કરતી વખતે ટ્વીસ્ટરને સમજાવે છે. આ આસિસ્ટંટ કોડ રીડ કરી શકે છે અને તેના વિષે માહિતી આપી શકે છે. આ સિવાય તે તમારી આસપાસના વિસ્તારને જોઈને કહી શકે છે કે તમે ક્યાં વિસ્તારમાં રહો છો. આ પછી વીડિયોમાં એક ટ્વીસ્ટ છે જયારે AI જણાવે છે કે તેણે યુઝરના ચશ્માં ક્યાં જોયા હતા.

આપણે તેની એક્સેસ ક્યારે મળશે?

આ સિવાય તમે એક્સ્ટ્રાને ઘણા ટાઈપના પ્રશ્નો પણ પૂછી શકો છો. ઇવેન્ટમાં હાજર લોકો તેનો લાઈવ ડેમો પણ અજમાવી શકે છે. જો કે, આ ફીચર્સને સામાન્ય યુઝર્સ સુધી ડિલિવર થવામાં ટાઈમ લાગી શકે છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તેના કેટલાક ફીચર્સ જેમિની એપ પર એવેલેબલ હશે. યુઝર્સ એપ પર સીધો કેમેરા ઓપન કરીને યુઝ કરી શકે છે.

આ પણ વાંચો: Vivo X100s, Vivo X100s Pro સ્માર્ટફોનથી ઊંચકાયો પડદો, 16 GB રેમ, 1TB સુધીનું સ્ટોરેજ અને ફાસ્ટ ચાર્જિંગ

Astra નો સમગ્ર અનુભવ એક દિવસ પહેલા OpenAI દ્વારા દર્શાવામાં આવેલ GPT 4o જેવો જ છે. જો કે, તમને એસ્ટ્રામાં એક-બે વધુ ફીચર્સ મળે છે. જેમ કે તમે સીધા પ્રશ્નો કરી શકો છો. આ સિવાય આ ટૂલ વીડિયોમાં દેખાતી વસ્તુઓને પણ યાદ રાખે છે. જે તમને ખોવાયેલી વસ્તુ શોધવામાં પણ મદદ કરી શકે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ