India કે પછી Bharat ? દેશમાં તાજેતરમાં આ મુદ્દાને લઈને ઘણી રાજનીતિ થઇ હતી.જેનું કારણ એ હતું કે, કેન્દ્ર સરકારએ દેશનું નામ ઇન્ડિયાથી “ભારત” કરવાના સંકેત આપ્યા હતા.પરંતુ હજુ સુધી ઓફિશ્યલી દેશના નામમાં ચેન્જીસ કર્યા નથી. પરંતુ એવું લાગે છે કે google Maps એ જરૂર પોતાના ડેટામાં કંઈક બદલાવ કર્યો છે. google Maps ના સર્ચ બોક્સમાં જો તમે હવે Bharat ટાઈપ કરશો તો તમને ”Country In South Asia” ટેગની સાથે ભારતીય ઝંડાની સાથે દેખાશે,
Google Maps માં શું થયો ચેન્જ?
ખાસ વાત એ છે કે, ગુગલ મેપ્સમાં તમે હિન્દી કે અંગ્રેજી, કોઈ પણ bharat લખશો તો તમને એજ રિઝલ્ટ દેખાશે જે “India” ટેપ કરતા દેખાઈ છે. ‘India’ અને “Bharat” બંનેવ ને હજુ ગુગલ મેપ્સ પર “Country In South Asia” બતાવે છે. એટલે કે, ગુગલ મેપ્સ યુઝર્સ હવે ભારત કે ઈંડિયા બન્ને સાથે ભારતનો ઓફિશિયલ મેપ જોઈ શકો છો.
અહીં જણાવી દઈએ કે, google maps સિવાય ગુગલના બીજા પ્લેટફોર્મ પર પણ “bharat” અને India લખતા મેપ્સ વાળું રિઝલ્ટ દેખાઈ છે. અહીં જણાવી દઈએ કે, ફ્લેગની સાથે ગુગલ મેપ્સ વાળું જ પરિણામ દેખાઈ છે.
આ પણ વાંચો: Xએ પ્રીમિયમ+ અને બેઝિક સબ્સ્ક્રિપ્શન પ્લાન લૉન્ચ કર્યા, આટલા બદલાવ હશે
ગુગલએ તાજેતરમાં આ અપડેટ વિષે કોઈ ઓફિશ્યલ માહિતી આપી નથી. પરંતુ આશા છે કે જલ્દી ઓફિશ્યલી કોઈ સ્ટેટમેન્ટ આવી શકે છે.અહીં જણાવી દઈએ કે, દેશમાં એંગ્રેજીથી હિન્દી ટ્રાન્સલેશનમાં પણ English માં ઇન્ડિયા લખતા ગુગલ હિન્દીમાં ભારત રિઝલ્ટ બતાવે છે





