Google One Diwali Offer : ગૂગલે ભારતમાં તેના યુઝર્સ માટે દિવાળી સ્પેશિયલ ઓફર પ્લાન રજૂ કર્યો છે. આ ઓફર હેઠળ યુઝર્સ ખૂબ જ ઓછી કિંમતે વધારાના ક્લાઉડ સ્ટોરેજ માટે Google One પ્લાનને સબ્સ્ક્રાઇબ કરી શકે છે. આ ઓફર Lite, Basic, Standard અને Premium Plans માટે માન્ય છે. આ ઓફર હેઠળ યુઝર્સ Drive, Gmail અને Photos માં 2TB ક્લાઉડ સ્ટોરેજને ઇનેબલ કરી શકે છે. ગૂગલના જણાવ્યા અનુસાર યુઝર્સ બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ પ્લાન સાથે ઓફર કરવામાં આવતી સ્ટોરેજ સ્પેસને શેર કરી શકે છે.
ગૂગલ વન દિવાળી ઓફર: મંથલી પ્લાન
ગૂગલના જણાવ્યા અનુસાર, ગૂગલ વન સબ્સ્ક્રિપ્શન હેઠળ લાઇટ, બેઝિક, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ પ્લાન હાલમાં 11 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. આ ઓફર ત્રણ મહિના માટે વેલિડ છે. જે પછી કિંમતો ફરી એકવાર નિયમિત દરે અપડેટ થઇ જશે.
જણાવી દઈએ કે Google Lite પ્લાન હેઠળ ડ્રાઈવ, જીમેલ અને ફોટોમાં 30 જીબી ક્લાઉડ સ્ટોરેજ મળે છે. આ પ્લાનની કિંમત સામાન્ય રીતે 30 રૂપિયા પ્રતિ મહિને હોય છે પરંતુ હવે તે ત્રણ મહિના માટે 11 રૂપિયામાં લઈ શકાય છે. તેવી જ રીતે બેઝિક અને સ્ટાન્ડર્ડ પ્લાન અનુક્રમે 100 જીબી અને 200 જીબી સ્ટોરેજ મળે છે. આ પ્લાનને પણ 11 રૂપિયામાં સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ બંને પ્લાનની કિંમત અનુક્રમે 130 રૂપિયા અને 210 રૂપિયા છે.
પરંતુ સૌથી વધુ વેલ્યુ-ફોર-મની ઓફર્સ વિશે વાત કરીએ તો તે Google One Premium પ્લાન છે. આ પ્લાનમાં 2 ટીબી સ્ટોરેજ આપવામાં આવે છે, જેની કિંમત દર મહિને 650 રૂપિયા છે. ઓફર સમયગાળા દરમિયાન ગૂગલ યુઝર્સ 11 રૂપિયામાં ત્રણ મહિના માટે આ પ્લાનને સબ્સ્ક્રાઇબ કરી શકે છે. ગૂગલનું કહેવું છે કે યુઝર્સ પાસે આ પ્લાનને સબ્સ્ક્રાઇબ કરવા માટે 31 ઓક્ટોબર સુધીનો સમય છે.
ગૂગલ વન દિવાળી ઓફર: વાર્ષિક પ્લાન
ટેક જાયન્ટ તેની તમામ વાર્ષિક ગૂગલ વન સબ્સ્ક્રિપ્શન પ્લાન પર દિવાળી ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. યુઝર્સ નિયમિત કિંમતની તુલનામાં આ પ્લાન્સ પર 37 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. Lite પ્લાનની કિંમત 708 રૂપિયા છે જે હાલ ઓફર સાથે 479 રૂપિયામાં એક વર્ષ માટે સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. એટલે કે કુલ 229 રૂપિયાની બચત થશે.
આ પણ વાંચો – વોટ્સએપ પર Meta AI થી બનાવો દિવાળી શુભકામના સ્ટીકર અને ઇમેજ, પરિવાર અને મિત્રોને મોકલો
આ જ ડિસ્કાઉન્ટ બેઝિક અને સ્ટાન્ડર્ડ પ્લાન પર પણ લાઇવ છે. આ પ્લાનને અનુક્રમે 100 અને 1600 રૂપિયામાં સબ્સ્ક્રાઇબ કરી શકાય છે. જ્યારે સામાન્ય રીતે આ પ્લાન અનુક્રમે 1560 અને 2520 રૂપિયામાં ઉપલબ્ધ છે. માસિક પ્લાનની જેમ ડ્રાઇવ, જીમેલ અને ફોટોઝ બેઝિક પ્લાન હેઠળ 100 જીબી અને સ્ટાન્ડર્ડ પ્લાન હેઠળ 200 જીબી સ્ટોરેજ ઓફર કરે છે.
ગૂગલનું કહેવું છે કે પ્રીમિયમ પ્લાનથી યુઝર્સ 2900 રૂપિયા સુધીની બચત કરી શકે છે. મંથલી ઓફર હેઠળ યુઝર્સ Google One Annual Plans પર 31 ઓક્ટોબર સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.