Google ની પેરેન્ટ કંપનીએ ઇતિહાસ રચ્યો! માર્કેટ કેપ 3 ટ્રિલિયન ડોલરે પહોંચી, માઇક્રોસોફ્ટ એપલને જોરદાર ટક્કર

Alphabet Inc Share Price And Marketcap: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની માર્કેટકેપ પહેલીવાર 3 ટ્રિલિયન ડોલરે પહોંચતા ઇતિહાસ રચાયો છે. આ સાથે એપલ, માઇક્રોસોફ્ટ, Nvidia જેવ કંપનીઓની યાદીમાં સામેલ થઇ છે.

Written by Ajay Saroya
September 16, 2025 18:07 IST
Google ની પેરેન્ટ કંપનીએ ઇતિહાસ રચ્યો! માર્કેટ કેપ 3 ટ્રિલિયન ડોલરે પહોંચી, માઇક્રોસોફ્ટ એપલને જોરદાર ટક્કર
Google : ગૂગલ

Alphabet Inc Share Price And Marketcap: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે ઇતિહાસ રચ્યો છે. 15 સપ્ટેમ્બરના રોજ કંપનીની માર્કેટ કેપ પહેલીવાર 3 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ હતી. જે પછી આલ્ફાબેટ તેવી ટોચની કંપનીઓની યાદીમાં જોડાઇ છે, જેની માર્કેટકેપ 3 ટ્રિલિયન ડોલરથી વધુ છે. આ યાદીમાં પહેલાથી જ એપલ, માઇક્રોસોફ્ટ, એનવિડિયા અને ઘણી કંપનીઓ શામેલ છે. હવે આ યાદીમાં આલ્ફાબેટનું નામ પણ જોડાઈ ગયું છે.

કંપનીના શેરમાં કેમ વધ્યા?

આ તેજી પાછળ ઘણા મોટા કારણો છે. આનું એક કારણ અમેરિકન કોર્ટનો એન્ટિટ્રસ્ટ ચુકાદો છે, જેમાં ગૂગલને તેના ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને વેચવા અથવા ડિસોસિએટ કરવાથી મુક્તિ આપવામાં આવી હતી. તેનાથી રોકાણકારોની ચિંતાનો અંત આવ્યો હતો. જે પછી શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

સોમવારે આલ્ફાબેટનો શેર લગભગ 3.45 ટકા થી 4.7 ટકા સુધી ઉછળ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરમાં લગભગ 30 ટકાનો વધારો જોવા મળ્યો છે.

કંપનીના બિઝનેસનું વિસ્તરણ

કંપનીનો બિઝનેસ માત્ર સર્ચ અને જાહેરાત પૂરતી મર્યાદિત નથી. કંપનીનું જેમિની એઆઈ મોડેલ અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ સતત વધુ સારી કમાણી કરી રહ્યા છે. કંપનીનો વર્તમાન પ્રાઇસ-ટુ-અર્નિંગ (પી / ઇ) રેશિયો 23 ની નજીક છે.

બે દાયકા પહેલા આવ્યો હતો IPO

ગૂગલ કંપનીનો આઈપીઓ લગભગ બે દાયકા પહેલા આવ્યો હતો અને એક દાયકા પહેલા એટલે કે 10 વર્ષ પહેલા તેને આલ્ફાબેટ નામ મળ્યું હતું. આજે, કંપની 3 ટ્રિલિયન ડોલર માર્કેટકેપ ક્લબ સુધી પહોંચી ગઇ છે, જે સાબિત કરે છે કે ડિજિટલ સર્વિસ અને એઆઈના યુગમાં તેની પકડ ઘણી મજબૂત છે. આ કંપનીના સીઈઓ ભારતીય મૂળના સુંદર પિચાઈ છે.

સુંદર પિચાઈ ગૂગલના હેડ

કંપનીના સહ સ્થાપક લેરી પેજે વર્ષ 2019 માં કંપનીની કમાન સુંદર પિચાઈને સોંપી હતી. ત્યારથી આલ્ફાબેટે એઆઈ સેક્ટરમાં ઝડપી પ્રગતિ કરી છે. આલ્ફાબેટનું ફ્લેગશિપ એઆઈ પ્લેટફોર્મ, જેમિની, એઆઈમાં સ્પર્ધાત્મક બનાવવા માટે કંપનીની વ્યૂહરચનાનું કેન્દ્ર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ