scorecardresearch

Google Layoffs: 10,000થી વધારે કર્મચારીઓને કાઢશે ગૂગલની પેરેન્ટ કંપની Alphabet

Alphabet Layoffs Google : જે કર્મચારીઓનું પરફોર્મન્સ ખરાબ લાગશે તેને કંપની છોડવા માટે કહેવામાં આવશે. છ ટકા કર્મચારીઓનો મતલબ છે કે ગૂગલના આશરે 10,000થી વધારે સ્ટાફની હકાલપટ્ટી થશે.

Google Layoffs: 10,000થી વધારે કર્મચારીઓને કાઢશે ગૂગલની પેરેન્ટ કંપની Alphabet
પ્રતિકાત્મક તસવીર

Google Layoffs 2022: ગૂગલની પેરેન્ટ કંપની Alphabet Inc. પોતાના કુલ કર્મચારીોમાંથી આશરે 6 ટકા કર્મચારીઓને બહાર કાઢવાની યોજના બનાવી રહી છે. એક નવા રિપોર્ટમાં જાણકારી મળી છે કે દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ ગૂગલ દુનિયાભરમાંથી પોતાના 10,000થી વધારે કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી શકે છે. રિપોર્ટ પ્રમાણે અલગ-અલગ ટીમના મેનેજરથી કર્મચારીઓનું વિવરણ કરવાનું કહેવામાં આવ્યું છે. જે કર્મચારીઓનું પરફોર્મન્સ ખરાબ લાગશે તેને કંપની છોડવા માટે કહેવામાં આવશે. છ ટકા કર્મચારીઓનો મતલબ છે કે ગૂગલના આશરે 10,000થી વધારે સ્ટાફની હકાલપટ્ટી થશે. જોકે, હજી સુધી એ સ્પષ્ટ નથી કે આ આંકલન અને છટણી પસંદગીના વર્ટિકલમાં હશે કે પછી કંપનીમાં આ પ્રક્રિયા અપનાવશે.

ગૂગલની પેરેન્ટ કંપની Alphabetએ છેલ્લા ત્રણ મહિનામાં મોટી સંખ્યામં ભરી કરી હતી. કદાચ એ કારણ છે કે કોરોના મહામારી દરમિયાન ગ્રોથ થઈ હતી. જોકે એક્સપર્ટની સલાહ પ્રમાણે આ વખતે અલગ અલગ છે. બ્રિટિશ અરબપતિ ફંડ મેનેજર ક્રિસ્ટોફર હોને તાજેતરમાં ઇશારો કર્યો હતો. સામાન્ય રીતે ગૂગલના કર્મચારીઓે બાકી ઇન્ડસ્ટ્રીની તુલનામાં વધારે સેલરી મળે છે. સમાચારો પ્રમાણે 2017 બાદ ગૂગલના કર્મચારીઓની સંખ્યામાં વાર્ષીક આશરે 20 ટકાનો વધારો થયો છે. એક્સપર્ટે આ સંખ્યામાં ઓછી કરવાની સલાહ આપી હતી જેથી કરીને ભવિષ્યમાં કંપની પોતાને મજબૂત રાખી શકે.

આગામી વર્ષની શરુઆતમાં કર્મચારીઓને મળશે પિંક સ્લિપ

પ્રાપ્ત માહિતી પ્રમાણે આલ્ફાબેટે આશરે 6 ટકા કર્મચારીને ઝડપથી પરફોર્મન્સના આધાર પર પિંક સ્લિપ મળી શકે છે. ત્યારબાદ આ પહેલા સમાચાર આવ્યા હા કે કંપની પોતાની આશરે 2 ટકા વર્કફોર્સમાં કાપ મૂકી શકે છે. ધ્યાન આપવાની વાત એ છે કે આલ્ફાબેટ દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓ પૈકી એક છે.

આ પણ વાંચોઃ- પહેલી વખત ઓફર! બેસ્ટસેલર 5G ફોન પર 16000 રૂપિયાની વધારાની છૂટ

કંપનીઓ પાસે અત્યારે આશરે 1,87,000થી વધારે કર્મચારીઓ છે. એક લેટેસ્ટ US SEC ફાઇલિંગ પ્રમાણે તેમને સરેરાશ આશરે 2,95,884 ડોલરની વાર્ષીક સેલેરી મળશે છે. કંપનીનો નફો અચાનક ઓછો થયો છે. 2022ની ત્રીજી માસિકમાં કંપનીની ગત ત્રિમાસિક કંપની તુલનામાં આશરે 27 ટકાનો ઘટાડો થયો છે. કંપની દ્વારા કરવામાં આવતી છટણીનું આ મોટું કારણ હોઈ શકે છે.

અત્યાર સુધીમાં લગભગ 40000 કર્મચારીઓ નોકરી ગુમાવી ચૂક્યા છે

જો ગૂગલ દ્વારા છટણી કરવામાં આવશે તો આલ્ફાબેટ પણ મેટા, ટ્વિટર, એમેઝોન જેવી કંપનીઓની યાદીમાં સામેલ થશે. યાદ કરો કે તાજેતરમાં જ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા, ટ્વિટરના માલિક એલોન મસ્ક અને એમેઝોન જેવી વિશાળ ટેક કંપનીઓએ પણ તેમના કર્મચારીઓમાં મોટી સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. મેટાએ તાજેતરમાં 11,000 કર્મચારીઓની છટણીની પુષ્ટિ કરી છે. એમેઝોને 10000થી વધુ અને ટ્વિટરના 3500થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાના અહેવાલ છે. હવે ગૂગલનું આલ્ફાબેટ પણ 100,000 લોકોને નોકરીમાંથી કાઢી રહ્યું છે.

આ પણ વાંચોઃ- Electric Vehicle Buying Guide: TVS iQube ઇન્ટરનેટ અને બ્લુટુથ કનેકટીવીટીની સાથે મળે છે વિવિધ હાઈટેક ફીચર્સ, જાણો

હવે હજારો કર્મચારીઓની નોકરી પર તલવાર લટકી જશે

HP Inc આગામી 3 વર્ષ દરમિયાન 6000 કર્મચારીઓને પણ ઘટાડી શકે છે. પર્સનલ કોમ્પ્યુટરની માંગમાં સતત ઘટાડો થવાને કારણે કંપનીના નફામાં ઘટાડો થયો છે. હાર્ડ ડ્રાઈવ નિર્માતા સીગેટ ટેકનોલોજી હોલ્ડિંગ્સ પીએલસી. 3000 કર્મચારીઓની છટણી પણ થઈ શકે છે. વધુમાં સિસ્કો સિસ્ટમ્સ ઇન્ક. ગયા વર્ષે પણ ઓફિસ બંધ કરવાની અને નોકરીમાં કાપની જાહેરાત કરી હતી. પરંતુ હાલમાં નંબર વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

5 કંપનીઓ જે આવતા વર્ષે છટણી ચાલું રાખી શકે છે

મેટા
Twitter
નેટફ્લિક્સ
એમેઝોન
માઈક્રોસોફ્ટ

Web Title: Google parent company alphabet will cut more than 10000 employees

Best of Express