Google Pixel 7 Discount : Pixel 7 સિરીઝ પર બેસ્ટ ડીલ, ફ્લિપકાર્ટ બિગબિલિયન ડેઝ સેલમાં જબરદસ્ત ઑફર

Google Pixel 7 Discount : Pixel 7 અને Pixel 7 Pro નો લાભ Flipkart Big Billion Days Sale 2023 માં બેંક અને નો-કોસ્ટ EMI ઑફર્સ સાથે મેળવી શકાય છે.

Google Pixel 7 Discount : Pixel 7 અને Pixel 7 Pro નો લાભ Flipkart Big Billion Days Sale 2023 માં બેંક અને નો-કોસ્ટ EMI ઑફર્સ સાથે મેળવી શકાય છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Google | Pixel 7 | Google Pixel 7 Discount

google pixel 7 ડિસ્કાઉન્ટ

Google Pixel 7 Discount : ગૂગલે તાજેતરમાં તેના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Pixel 8 અને Pixel 8 Pro લોન્ચ કર્યા છે. નવા ફ્લેગશિપ ફોન પછી, ટેક જાયન્ટ ગૂગલે ભારતમાં Pixel 7 અને Pixel 7 Proની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ Google Pixel 7 સિરીઝનો સ્માર્ટફોન Flipkart Big Billion Days Sale 2023માં ડિસ્કાઉન્ટ પર મેળવી શકાય છે. તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ સેલ 8 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. અહીં તમને Pixel 7 સિરીઝ પર ઉપલબ્ધ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ વિશે વિગતવાર જણાવીએ…

Advertisment

Google Pixel 7, Pixel 7 Pro કિંમત, ઑફર્સ

Pixel 7 ભારતમાં રૂ 59,999 અને Pixel 7 Pro રૂ 84,999 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. કિંમતમાં ઘટાડા પછી, આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર અનુક્રમે રૂ. 41,999 અને રૂ. 63,999માં ખરીદવા માટે ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ભારતમાં Samsung Galaxy Tab A9, Tab A9+ની સિક્રેટ એન્ટ્રી, કિંમત માત્ર આટલી, જાણો વિગત

Pixel 7ને ઓબ્સિડીયન, લેમનગ્રાસ અને સ્નો કલર વિકલ્પોમાં ખરીદી શકાય છે. જ્યારે ઓબ્સિડીયન, હેઝલ અને સ્નો કલર ઓપ્શનમાં Pixel 7 Pro ખરીદવાની તક છે. ICICI બેંક ક્રેડિટ કાર્ડ સાથે 10 ટકાના ત્વરિત ડિસ્કાઉન્ટ પર આ સ્માર્ટફોન્સ મેળવવાની તક છે. જ્યારે આ ફોન Flipkart Axis Bank ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર તમને 5 ટકા અમર્યાદિત કેશબેક મળશે.

Advertisment

Google Pixel 7 પર રૂ. 34,049 સુધીની એક્સચેન્જ ઓફર અને Pixel 7 Pro પર રૂ. 54,049 સુધીની એક્સચેન્જ ઓફરનો પણ લાભ લઈ શકાય છે.

Google Pixel 7, Pixel 7 Pro ફીચર્સ

Google Pixel 7 અને Pixel 7 Pro Android 13 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. આ બંને Google ફોન IP68 રેટિંગ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા અને તે ધૂળ અને પાણી પ્રતિરોધક છે.

Google Pixel 7 માં 6.32 ઇંચની FullHD + ડિસ્પ્લે છે જે 1080x2400 પિક્સેલ રિઝોલ્યુશન આપે છે. જ્યારે Pixel 7 Proમાં 6.7 ઇંચ વક્ર ડિસ્પ્લે છે જે (1440x3120 પિક્સલ) રિઝોલ્યુશન સાથે આવે છે. બંને ફોનમાં સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ છે.

આ પણ વાંચો: Online Transaction Refund : ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફેલ થયુ પણ બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા? જાણો ઓનલાઇન પેમેન્ટ રિફંડ મેળવવાની રીત

બંને Pixel સ્માર્ટફોનમાં અપર્ચર F/1.8 સાથેનો 50-મેગાપિક્સલનો પ્રાથમિક કૅમેરો અને 12-મેગાપિક્સલનો 114-ડિગ્રી અલ્ટ્રા-વાઇડ કૅમેરા એપરચર F/2.2 સાથે છે. Pixel 7 સિરીઝના આ બંને ફોનમાં 10.8 મેગાપિક્સલનો 92.8° ફ્રન્ટ કેમેરા છે જેમાં અપર્ચર F/2.2 છે.

સ્માર્ટફોન બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ 5G