ગુગલે 14000 રૂપિયા સસ્તો કરી દીધો 256GB સ્ટોરેજવાળો Pixel 8 સ્માર્ટફોન, મળી રહ્યું છે 8000 કેશબેક

Google Pixel 8 Price : લોન્ચ થયાના એક વર્ષ પછી ગૂગલે પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમતમાં લગભગ 14,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે

Written by Ashish Goyal
June 14, 2024 23:29 IST
ગુગલે 14000 રૂપિયા સસ્તો કરી દીધો 256GB સ્ટોરેજવાળો Pixel 8 સ્માર્ટફોન, મળી રહ્યું છે 8000 કેશબેક
ગૂગલે પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન ગુગલ પિક્સલ 8 ની કિંમતમાં લગભગ 14,000 રૂપિયાનો ઘટાડો કર્યો (તસવીર - એક્સપ્રેસ)

Google Pixel 8 Price cut : ગુગલ પિક્સલ 8 સ્માર્ટફોનને ગયા વર્ષે (2023) પિક્સલ 8 પ્રો સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. લોન્ચ થયાના લગભગ 1 વર્ષ બાદ ગૂગલે પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમતમાં લગભગ 14,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. ઇ-કોમર્સ વેબસાઇટને પસંદગીના બેંક કાર્ડ સાથે લેવા પર વધારાની છૂટ પણ મળશે. પિક્સલ 8માં ગૂગલના ટેન્સર જી3 પ્રોસેસર અને 256 જીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આવો તમને જણાવીએ ગૂગલ પિક્સલ 8ની કિંમત અને ફિચર્સ વિશે.

ગુગલ પિક્સલ 8 ડિસ્કાઉન્ટ કિંમત (Google Pixel 8 discounted price, offers)

ભારતમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 75,999 રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. હવે આ વેરિએન્ટની કિંમતમાં 14 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફોનને 61,999 રૂપિયામાં ખરીદી શકાશે. તે જ સમયે 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 71,999 રૂપિયામાં ખરીદવાની તક છે. આ સ્ટોરેજ વેરિઅન્ટને લોન્ચ સમયે 82,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.

આ સિવાય એક્સચેન્જ ઓફરમાં ફ્લિપકાર્ટથી પિક્સલ 8 લેવા પર 60,500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આઈસીઆઈસીઆઈ બેંકના કાર્ડ અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા ફોન ખરીદવા પર 8000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. જે બાદ ફોનની કિંમત 53,999 રૂપિયા રહી જશે. ફ્લિપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ પેમેન્ટ દ્વારા 5 ટકા કેશબેક ઓફર પણ છે. ગ્રાહકો 699 રૂપિયામાં ફોન સાથે 12 મહિનાનું સ્પોટિફાઇ પ્રીમિયમ પણ મેળવી શકે છે. હેન્ડસેટને દર મહિને 3,445 રૂપિયાના નો-કોસ્ટ ઇએમઆઇ ઓપ્શનમાં લઇ શકાય છે.

આ પણ વાંચો – શું તમે જોયો Realme C65 નો નવો અવતાર? જાણો 50MP કેમેરાવાળા આ સસ્તા ફોનની કિંમત અને ફિચર્સ

ગુગલ પિક્સલ 8ના સ્પેસિફિકેશન્સ (Google Pixel 8 specifications)

ગૂગલ પિક્સલ 8 સ્માર્ટફોનમાં 6.2 ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સલ) OLED સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 પર ચાલે છે. પિક્સલ 8 ગૂગલના ટેન્સર જી3 એસઓસીથી સંચાલિત છે. હેન્ડસેટમાં ટાઈટન એમ2 સિક્યોરિટી ચિપ અને 12 જીબી રેમ આપવામાં આવી છે.

પિક્સલ 8 સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો સેમસંગ જીએન2 સેન્સર અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 10.5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 4575mAhની બેટરી આપવામાં આવી છે, જે 27W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ