Google Pixel 8a : ગૂગલનો પ્રીમિયમ AI ફીચર્સ વાળો પિક્સેલ 8એ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Google Pixel 8a : Pixel 8a બે સ્ટોરેજ ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં બેઝ મોડલ 128 GB ઓફર કરે છે, અને પ્રથમ વખત, કંપનીએ તેના A-સિરીઝ સ્માર્ટફોનનું 256 GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે

Google Pixel 8a : Pixel 8a બે સ્ટોરેજ ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં બેઝ મોડલ 128 GB ઓફર કરે છે, અને પ્રથમ વખત, કંપનીએ તેના A-સિરીઝ સ્માર્ટફોનનું 256 GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Google Pixel 8a

Google Pixel 8a : ગૂગલનો પ્રીમિયમ AI ફીચર્સ વાળો પિક્સેલ 8એ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ (Image: Google)

Google Pixel 8a : ગૂગલે (Google) મંગળવારે તેનો હાઈલી એક્સપેક્ટેડ ગુગલ પિક્સેલ 8એ (Google Pixel 8A) સ્માર્ટફોન "પ્રીમિયમ AI ફીચર્સ" સાથે લોન્ચ કર્યો છે જે સાત વર્ષ સુધી સોફ્ટવેર સપોર્ટ કરી શકે છે. આ સ્માર્ટફોન ₹ 52,999 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. જે 4 કલરમાં અવેલેબલ છે, જેમાં યેલો, બે, ઓબ્સિડીયન અને પોર્સેલિન, આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ દ્વારા પ્રી-ઓર્ડર માટે અવેલબલ છે અને 14 મેથી તેનું વેચાણ શરૂ થશે.

Advertisment
Google Pixel 8a in multiple color
Google Pixel 8a : ગૂગલનો પ્રીમિયમ AI ફીચર્સ વાળો પિક્સેલ 8એ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ (Image: Google)

Pixel 8a બે સ્ટોરેજ ઓપ્શનમાં અવેલેબલ છે, જેમાં બેઝ મોડલ 128 GB ઓફર કરે છે, અને પ્રથમ વખત, કંપનીએ તેના A-સિરીઝ સ્માર્ટફોનનું 256 GB વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેની કિંમત ₹ 59,999 છે.

આ પણ વાંચો: વિશ્વભરમાં ટોપ સૌથી વધુ વેચાતા સ્માર્ટફોનની લિસ્ટમાં એપલ આઈફોન 15 પ્રો મેક્સ ટોપ સેલર

Advertisment

જેઓ Pixel 8a સ્માર્ટફોન પ્રી-ઓર્ડર કરે છે તેઓને ફ્લેટ ₹ 4,000 ડિસ્કાઉન્ટ મળી શકે છે, જેથી ડિવાઇસની ઇફેકટીવ કોસ્ટ ₹ 48,999 થાય છે. આ ઉપરાંત, કંપની 999 રૂપિયાની ડિસ્કાઉન્ટ કિંમતે Pixel Buds A-Series પણ ઓફર કરી રહી છે, અને સિલેકટેડ મોડલ પર ₹ 9,000 સુધીનું એક્સચેન્જ બોનસ પણ ઓફર કરે છે.

ગુગલ પિક્સેલ 8એ (Google Pixel 8a) : ફીચર્સ

બાકીની Pixel 8 સિરીઝની જેમ, લેટેસ્ટ મોડેલ પણ ટેન્સર G3 SoC પર આધારિત છે, જે AI ફીચર્સ જેમ કે Google Circle to Search, Best Take, Magic Editor, Audio Magic Eraser અને ઘણું ઓફર કરે છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે 6.1-ઇંચ 120Hz એક્ટુઆ ડિસ્પ્લે પેક છે જેમાં એટ અ ગ્લાન્સ અને નાઉ પ્લેઇંગ સાથે હંમેશા-ઓન ડિસ્પ્લે જેવા ફીચર્સ સપોર્ટ કરે છે.

ફોનમાં Android 14 OS છે, તે સાત વર્ષના મેઈન OS અપગ્રેડ માટે પાત્ર છે. ફોન મેટ કોમ્પોઝિટ બેક અને મેટ એલ્યુમિનિયમ ફ્રેમ સાથે વોટર અને ડસ્ટ પ્રતિકાર માટે IP67 રેટિંગ સાથે આવે છે. Google દાવો કરે છે કે Pixel 8a એ મેટલ ફ્રેમ અને કેમેરા બાર સાથેની A-સિરીઝમાં તેનું સૌથી ટકાઉ ડિવાઇસ છે. તે રિસાયકલ એલ્યુમિનિયમ, કાચ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: Upcoming Smartphones: સ્માર્ટફોન ખરીદવો છે? મે 2024માં લોન્ચ થશે એક થી એક શાનદાર મોબાઇલ, જુઓ યાદી

Pixel 8a પરના ડ્યુઅલ-કેમેરા સેટઅપમાં 64 MP પ્રાથમિક સેન્સર, 13 MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 13 MP સેલ્ફી કૅમેરાનો સમાવેશ થાય છે, આ ત્રણેય કૅમેરા 4K રિઝોલ્યુશન પર વીડિયો રેકોર્ડ કરવા સક્ષમ છે.

કનેક્ટિવિટીની વાત કરીયે તો, Pixel 8a 5G સપોર્ટ સાથે ડ્યુઅલ સિમ (નેનો ફિઝિકલ સિમ સ્લોટ અને એક eSIM) ને સપોર્ટ કરે છે. ભારતીય વેરિઅન્ટ પર બ્લૂટૂથ 5.3, NFC અને Wi-Fi 6 સપોર્ટ પણ છે, જ્યારે યુએસ વર્ઝન Wi-Fi 6E સુધી સપોર્ટ કરે છે. 4,492 mAh બેટરી વાયર્ડ (18W) અને વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ આપે છે અને USB-C પોર્ટ USB Type-C 3.2 સ્ટાન્ડર્ડ સાથે સુસંગત છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G