/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/google-pixel-8a-leaked-.jpg)
google pixel 8a leaked : ગુગલ પિક્સેલ 8એ (Image Source: Onleaks/Smartprix)
Google Pixel 8a : ગુગલ (Google) ની પિક્સેલ સિરીઝ માર્કેટમાં એન્ડ્રોઇડ ફોન્સ પૈકીની એક હોઈ શકે છે, અવારનવાર લોન્ચના મહિનાઓ પહેલા સમાર્ટફોનના ફોટોઝ લીક થતા હોય છે, ગુગલ પિક્સેલ 8એ (Google Pixel 8a) વિષે કંપનીની આગામી પોકેટ-ફ્રેન્ડલી ઓફર લીક થઇ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Pixel-8a-vs-Pixel-7a.webp)
ગુગલ પિક્સેલ 8એ ડિઝાઇન અને ખાસિયત (Google Pixel 8a design & specification)
ગયા મહિને, ડિવાઇસના કેટલાક હાઈ ક્વોલિટી રેન્ડરો જોયા, જે સ્માર્ફોનના લુકનો સારો ખ્યાલ આપે છે. હવે, ટ્વિટર પર TechDroider એ એક પોસ્ટ શેર કરી છે જેમાં Pixel 8a સ્માર્ટફોનની આગળ પાછળની ઝલક આપે છે. Pixel 8a એ Pixel 7a થી અલગ છે, જે ગ્લોસી પ્લાસ્ટિક બેક ધરાવે છે, એવું લાગે છે કે ગૂગલે તેના આગામી ફોન માટે મેટ બેક પસંદ કર્યું છે. આ સાથે એવું લાગે છે કે Pixel 8a માં મોટા સેમસંગ ગેલેક્સી A55 જેવા બેઝેલ પર અસમાન ચિન હોઈ શકે છે.
Google Pixel 8A pic.twitter.com/2Jopl3R2Mi
— TechDroider (@techdroider) April 8, 2024
આ પણ વાંચો: 2024 Bajaj Pulsar N250 : બજાજ પલ્સર N250 લોન્ચ, જાણો કિંમત અને શું છે નવા અપડેટ
લીક થયેલા નવા ફોટા અગાઉના લીકને સમર્થન આપે છે જે દર્શાવે છે કે Pixel 8a માં Pixel 7a ની લંબચોરસ-ઇશ ડિઝાઇનને બદલે ગોળાકાર ધાર હશે. વોલ્યુમ અને પાવર બટન હજુ પણ ફોનની જમણી બાજુએ રાખવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર Google Pixel 8a ટેન્સર G3 ચિપસેટ દ્વારા સંચાલિત હશે અને તેમાં 6.1-ઇંચની FHD+ AMOLED સ્ક્રીન હશે. એવું કહેવાય છે કે ફોનમાં 120Hz નો રિફ્રેશ રેટ હશે, જે Pixel A સિરીઝ માટે પ્રથમ હશે. Pixel 8a કદાચ એન્ડ્રોઇડ 14 પર બોક્સની બહાર ચાલશે અને બે સ્ટોરેજ વેરિઅન્ટમાં આવશે, 128GB અને 256GB.
આ પણ વાંચો: સેમસંગના બે પાવરફુલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ
પાછળના ભાગમાં, એક Pixel 8-જેવો પીલ-શેપનો કેમેરા હશે. જેમાં 64MP પ્રાઈમરી કેમેરા અને 13MP અલ્ટ્રાવાઇડ સેન્સર છે. આ તમામ 4,500mAh બેટરી દ્વારા સંચાલિત થઈ શકે છે જે 27W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ગુગલ આગામી Google I/O ઇવેન્ટમાં Pixel 8a લોન્ચ કરી શકે છે, જે 14 મેના રોજ યોજાવાની છે. અફવા એવી પણ છે કે Pixel 8a ની કિંમત Pixel 7a કરતાં $100 વધુ હોઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us