Google Pixel 9 Pro Fold : ગુગલના સૌથી મોંઘા અને પ્રથમ ફોલ્ડેબલ ફોનનું વેચાણ ભારતમાં શરૂ, જાણો કિંમત અને ફિચર્સ

Google Pixel 9 Pro Fold : ગુગલે ભારતમાં પોતાના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન પિક્સલ 9 પ્રો ફોલ્ડનું વેચાણ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે

Written by Ashish Goyal
September 04, 2024 23:15 IST
Google Pixel 9 Pro Fold : ગુગલના સૌથી મોંઘા અને પ્રથમ ફોલ્ડેબલ ફોનનું વેચાણ ભારતમાં શરૂ, જાણો કિંમત અને ફિચર્સ
Google Pixel 9 Pro Fold sale : ગુગલે ભારતમાં પોતાના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન પિક્સલ 9 પ્રો ફોલ્ડનું વેચાણ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે

Google Pixel 9 Pro Fold sale : ગુગલે ભારતમાં પોતાના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન પિક્સલ 9 પ્રો ફોલ્ડનું વેચાણ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. આજથી (4 સપ્ટેમ્બર 2024) ગુગલનો આ સૌથી મોંઘો પિક્સલ ફોન ભારતમાં ખરીદી શકાશે. જણાવી દઈએ કે દેશમાં પિક્સલ 9 અને પિક્સલ 9 પ્રો એક્સએલનું વેચાણ પહેલા જ શરૂ થઈ ચૂક્યું છે.

Google Pixel 9 Pro Fold કિંમત

ગુગલ પિક્સલ 9 પ્રો ફોલ્ડના 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,72,999 રૂપિયા છે. આ ફોન ઓબ્સિડિયન બ્લેક કલરમાં આવે છે અને ફ્લિપકાર્ટ પર ખરીદી માટે ઉપલબ્ધ છે. પિક્સલ 9, પિક્સલ 9 પ્રો એક્સએલ અને પિક્સલ 9 પ્રો ફોલ્ડને ક્રોમા અને રિલાયન્સ રિટેલ સ્ટોર્સ પરથી પણ ખરીદી શકાય છે.

Google Pixel 9 Pro Fold સ્પેસિફિકેશન્સ

પિક્સલ 9 પ્રો ફોલ્ડ દેશમાં ગુગલનો પહેલો ફોલ્ડેબલ ફોન છે. આ હેન્ડસેટમાં સ્ક્રીન પ્રોટેક્શન માટે ए Corning Gorilla Glass Victus 2 આપવામાં આવ્યું છે. આ ફોન સ્મૂથ મેટ ફિનિશ સાથે આવે છે અને તેમાં IPX8 વોટર રેઝિસ્ટન્સ રેટિંગ આપવામાં આવ્યું છે. ડિવાઇસનું વજન 257 ગ્રામ છે.

આ પણ વાંચો – iPhone 15 Plus પર અત્યાર સુધીની બેસ્ટ ઓફર, જાણો

પિક્સલ 9 પ્રોમાં 8 ઇંચની LTPO OLED “Super Actua” ફ્લેક્સ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેની પીક બ્રાઇટનેસ 2700 નિટ્સ છે. આ સ્માર્ટફોનમાં 6.3 ઇંચની 120હર્ટ્ઝ OLED Actua કવર ડિસ્પ્લે છે. આ ફોલ્ડેબલ ફોનમાં Google Tensor G4 ચિપસેટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 16જીબી રેમ આપવામાં આવી છે. જ્યારે પાવર આપવા માટે 4650mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ અને ક્યુઇ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં 48 મેગાપિક્સલ વાઇડ, 10.5 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ, 10.8 મેગાપિક્સલ 5x ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસમાં 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પિક્સેલ 9 પ્રો એન્ડ્રોઇડ 14 સાથે આવે છે અને સાત વર્ષ સુધી ઓએસ અપડેટ્સ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ