/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Google-Pixel-9a.jpg)
Google Pixel 9a Launch: ગૂગલ પિક્સલ 9એ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. (Photo: Social Media)
Google Pixel 9a Launch: ગૂગલ પિક્સલ 9એ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીનો આ નવો સ્માર્ટફોન પિક્સલ સિરીઝની મિડરેંજ એ-સિરીઝ હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. નવા પિક્સલ 9એ સ્માર્ટફોનમાં ગયા વર્ષે 2024માં લોન્ચ થયેલી પિક્સલ 9 સીરીઝની જેમ જ ચિપસેટ આપવામાં આવ્યો છે. ગૂગલ પિક્સલ 9એ સ્માર્ટફોનમાં 48 એમપી પ્રાઇમરી રિયર કેમેરો છે. પિક્સલ ૯એમાં 5100 એમએએચની મોટી બેટરી આપવામાં આવી છે. આ ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 15 સાથે આવે છે અને 7 વર્ષ સુધી OS અને સિક્યોરિટી અપડેટ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Google Pixel 9a Price : ગૂગલ પિક્સ 9એ કિંમત
ગૂગલ પિક્સલ 9A સ્માર્ટફોનને ભારતમાં 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 49999 રૂપિયા છે. આ ફોનને આઇરિસ, ઓબસિડિયન, પીયન અને પોર્સેલિન કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ગૂગલનું કહેવું છે કે પિક્સલ 9એ સ્માર્ટફોન એપ્રિલમાં ભારતમાં રિટેલ પાર્ટનર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.
Google Pixel 9a Specifications : ગૂગલ પિક્સ 9એ સ્પેસફિકેશન
ગૂગલ પિક્સલ 9એ સ્માર્ટફોનને 6.3 ઇંચ (1.080×2,424 પિક્સલ) Actua (pOLED) ડિસ્પ્લે સાથે લૉન કરવામાં આવ્યો છે. સ્ક્રીન 60 હર્ટ્ઝ અને 120 હર્ટ્ઝ વચ્ચે રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. ડિસ્પ્લે પેનલ 2700 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ અને ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે આવે છે. નવા Pixel 9Aને ડ્યુઅલ સિમ સપોર્ટ અને એન્ડ્રોઇડ 15 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
ગૂગલ પિક્સલ 9એ સ્માર્ટફોન ચોથી જનરેશનના Tenson G4 ચિપ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં Titan M2 સિક્યોરિટી કોપ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 8જીબી રેમ અને 256જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. માઈક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાશે નહીં.
ફોટા અને વીડિયો માટે, પિક્સલ 9એ સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 1.7, ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન, 1/2-ઇંચ સેન્સર સાથે 48 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા સેટઅપ છે. કેમેરો 8x સુધી Super Res Zoom સપોર્ટ કરે છે. આ હેન્ડસેટમાં અપર્ચર એફ/ 2.2 સાથે 13 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 2.2 સાથે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ગૂગલે આ ફોનમાં મેક્રો ફોકસ, એડ મી, નાઇટ સાઇટ, રિઇમાગિન, મેજિક ઇરેઝર, બેસ્ટ ટેક, ફોટો અનબ્લુર અને પોટ્રેટ લાઇટ જેવા ઘણા કેમેરા ફીચર્સ આપ્યા છે. ડિવાઇસના પાછળના કેમેરાથી 4K/60fps પર શૂટિંગ કરી શકાય છે અને તે 5x સુધી ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે. સેલ્ફી કેમેરા 4K/30fps પર વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં ઓડિયો મેજિક ઇરેઝર, મેક્રો ફોકસ વીડિયો, સિનેમેટિક પાન, સ્લો-મો (240fps), ટાઇમલેપ્સ સ્ટેબિલાઇઝેશન, એસ્ટ્રોફોટોગ્રાફી ટાઇમલેપ્સ, નાઇટ સાઇટ ટાઇમલેપ્સ, ઓપ્ટિકલ વીડિયો સ્ટેબિલાઇઝેશન, ફ્યુઝ્ડ વીડિયો સ્ટેબિલાઇઝેશન, અને સિનેમેટિક પાન વીડિયો સ્ટેબિલાઇઝેશન જેવી અનેક વિડિયો વિશેષતાઓ આપવામાં આવી છે.
ગૂગલ પિક્સલ 9aને પાવર આપવા માટે 5100mAhની બેટરી આપવામાં આવી છે, જે 23W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. બેટરી 7.5W વાયરલેસ (Qi) ચાર્જિંગને સપોર્ટ કરે છે. ગૂગલનું કહેવું છે કે આ હેન્ડસેટમાં એક જ ચાર્જમાં 30 કલાકથી વધુ બેટરી લાઇફ મળશે. અને એક્સ્ટ્રીમ બેટરી સેવર મોડમાં 100 કલાક સુધીની બેટરી લાઇફ મળશે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું માપ 154.7×73.3×8.9 મીમી છે અને તેનું વજન 185.9 ગ્રામ છે.
પિક્સલ 9એ પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6ઇ, બ્લૂટૂથ 5.3, એનએફસી, જીપીએસ અને યુએસબી 3.2 ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે. હેન્ડસેટમાં સ્ટીરિયો સ્પીકર્સ અને બે માઇક્રોફોન આપવામાં આવ્યા છે. ગૂગલના આ ફોનમાં એક્સેલેરોમીટર, ગાયરોસ્કોપ, મેગ્નેટોમીટર, બેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર આપવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us