Google Play store Removed 43 Apps After Reports McAfee Mobile Teams : ગૂગલ પ્લેટ સ્ટોરમાંથી 43 દૂષિત એપ્લિકેશનો દૂર કરવામાં આવી છે: ગૂગલ પ્લે સ્ટોર એ વિશ્વભરમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે 30 લાખથી વધુ એન્ડ્રોઇડ એપ્સ અને ગેમ્સ ઉપલબ્ધ છે. પરંતુ ગૂગલની નીતિનું ઉલ્લંઘન કરીને, પ્લે સ્ટોર પર ઘણી લેભાગુ અન બોગસ એપ્લિકેશનો પણ ઉપલબ્ધ છે, જેનો ઉકેલ લાવવા માટે ગૂગલ નવા નિયમો લાવી રહી છે. આવી લેભાગુ એપ્લિકેશન્સ પ્લે સ્ટોરમાં ધૂષણખોરી કરીને એન્ડ્રોઇડ અને ફોન વપરાશકર્તાઓના ફોનમાં પહોંચી જાય છે. એક લેટેસ્ટ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ગૂગલ પ્લે સ્ટોર પરથી 43 લેભાગુ એપ્સ હટાવી દેવામાં આવી છે. આ એપ્સ ચોરીછુપી રીતે યુઝરના ફોનની બેટરી ખાલી કરતી હતી.
સર્ચ એન્જિન ગૂગલે પ્લે સ્ટોરમાંથી આ 43 બોગસ એપ રિમૂવ કરી છે. રિપોર્ટ અનુસાર યુઝર્સનો ફોન ટર્ન ઓફ થવા છતાં પણ આ એપ્લિકેશન ડિવાઇસ પર જાહેરાતો રજૂ કરી હતી. આવી એપ્લિકેશન્સને અત્યાર સુધીમાં 25 લાખ વખત ડાઉનલોટ કરવામાં આવી છે. તેમજ ડિવાઇસ ઓફ થવા છતાં પણ આવી એપ્લિકેશન મોબાઇલની બેટરી ખાલી કરી રહી હતી.
McAfee ટીમે શોધી આવી બોગસ Malicious Apps
સૌથી પહેલા McAfeeની મોબાઈલ રિસર્ચ ટીમે શોધી કાઢીને Googleને જાણ કરી કે આ એપ્સ પ્લે સ્ટોરની પોલિસીનું ઉલ્લંઘન કરી રહી છે. આમાંની મોટાભાગની એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવી છે જ્યારે કેટલીક ડેવલપર્સ દ્વારા અપડેટ કરવામાં આવી છે. McAfeeએ યુઝર્સને કહ્યું છે કે જો તમારા સ્માર્ટફોનમાં આવી એપ્સ હોય તો તેને તરત જ ડિલીટ કરી દો.
McAfeeએ એક બ્લોગ પોસ્ટમાં માહિતી આપી, ‘તાજેતરમાં McAfeeની મોબાઇલ રિસર્ચ ગૂગલ પ્લે પર ઉપલબ્ધ કેટલીક એપ્સમાં આવી ચિંતાજનક પ્રથા શોધી કાઢી હતી. જ્યારે ડિવાઇસની સ્ક્રીન બંધ હોય ત્યારે પણ આ એપ્લિકેશનો જાહેરાતો લોડ કરે છે, અને શરૂઆતમાં યુઝર્સ માટે આવું થવું સુવિધાજનક હોઇ છે. જો કે, ગૂગલ પ્લે ડેવલપર પોલિસી અનુસાર, આવી રીતે જાહેરાતો બતાવવી એ પોલિસીનું સીધું ઉલ્લંઘન છે. આવી થવાથી ન માત્ર ઇનવિઝિબલ એડની માટે પૈસા આપનાર જાહેરાતકર્તાઓને અસર થાય છે તેમજ યુઝર્સની ફોનની બેટરી પણ ઝડપથી ખાલી થઇ જાય છે. ડેટા યુઝ ઉપરાંત યુઝર્સના ડેટા પણ લીક થવાનું જોખમ રહે છે.
પ્લે સ્ટોર પરથી દૂર કરવામાં આવેલી એપ્સની યાદીમાં વિવિધ પ્રકારની એપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં TV/DMB પ્લેયર્સ, મ્યુઝિક ડાઉનલોડર્સ અને ન્યૂઝ અને કૅલેન્ડર ઍપનો સમાવેશ થાય છે. જો તમારા એન્ડ્રોઈડ ડ્રોઈડ ફોનમાં આ 43માંથી કોઈ પણ એપ હોય તો તેને તરત જ ડિલીટ કરી દો.
ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડિલિટ કરાયેલી 43 એપની યાદી
- best.7080music.com
- m.gooogoole.com
- barocom.mgooogl.com
- newcom.mgooogl.com
- easydmb.mgooogl.com
- freekr.mgooogl.com
- fivedmb.mgooogl.com
- krlive.mgooogl.com
- sixdmb.mgooogl.com
- onairshop.mgooogle.com
- livedmb.mgooogle.com
- krbaro.mgooogle.com
- onairlive.mgooogle.com
- krdmb.mgooogle.com
- onairbest.ocooooo.com
- dmbtv.ocooooo.com
- ringtones.ocooooo.com
- onairmedia.ocooooo.com
- onairnine.ocooooo.com
- liveplay.oocooooo.com
- liveplus.oocooooo.com
- liveonair.oocooooo.com
- eightonair.oocooooo.com
- krmedia.oocooooo.com
- kronair.oocooooo.com
- newkrbada.ooooccoo.com
- trot.ooooccoo.com
- thememusic.ooooccoo.com
- trot.ooooccoo.com
- goodkrsea.ooooccoo.com
- krlive.ooooccoo.com
- news.ooooccoo.com
- bestpado.ooooccoo.com
- krtv.oooocooo.com
- onairbaro.oooocooo.com
- barolive.oooocooo.com
- mppado.oooocooo.com
- dmblive.oooocooo.com
- baromedia.oooocooo.com
- musicbada.oouooo.com
- barolive.oouooo.com
- sea.oouooo.com
- blackmusic.oouooo.com
આ પણ વાંચો | વીવો વાય 78+ સ્માર્ટફોન લોન્ચ, 5000 mAH બેટરી અને 256 જીબી સ્ટોરેજવાળા શાનદાર ફોનના ફિચર્સ અને કિંમત
પ્લે સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરતી વખતે હંમેશા સાવચેત રહેવું જરૂરી છે. તમારા Android ફોનને હંમેશા અપડેટ રાખો અને લેટેસ્ટ સિક્યોરિટી અને સોફ્ટવેર પેચ ડાઉનલોડ કરો. તમારા ઉપકરણને માલવેરથી સુરક્ષિત કરવા માટે સિક્યોરિટી એપ્લિકેશનનો ઉપયોગ કરો.