ગૂગલના રીસચર્સએ તાજેતરમાં દર્શાવ્યું કે કેવી રીતે એક્ટિવ નોઈઝ કેન્સલેશન (ANC) કેપેસીટી વાળા હેડફોનોનો ઉપયોગ કોઈપણ વધારાના હાર્ડવેરનો ઉપયોગ કર્યા વિના પહેરનારના હાર્ટ રેટને ટ્રેક કરવા માટે કરી શકાય છે.
મોબીકોમ 2023માં રજૂ કરાયેલા “APG: હીયરીંગ ડિવાઇસ સાથે કાર્ડિયાક મોનિટરિંગ માટે ઑડિયોપ્લેથિસ્મોગ્રાફી” ટાઇટલવાળા પેપરમાં, સંશોધકોએ એક નવી સક્રિય ઇન-ઇયર હેલ્થ સેન્સિંગ મોડલિટી રજૂ કરી જે ANC હેડફોન્સને વધારાના સેન્સર ઉમેર્યા વિના હૃદયના ધબકારા જેવા વિવિધ શારીરિક સંકેતોને મોનિટર કરવા સક્ષમ છે.અભ્યાસ એ પણ સૂચવે છે કે APG બેટરી જીવનને અસર કરતું નથી અને તે સીલની સ્થિતિથી અપ્રભાવિત છે, ત્વચાના તમામ ટોન સાથે કામ કરે છે.
આ પણ વાંચો: અમેરિકામાં 40, યુરોપમાં 36… ભારત 70 કલાક કામ કરે તેવી અપેક્ષા! અન્ય દેશોમાં કેટલાક કલાક કામનું કલ્ચર
તે ANC હેડફોનના સ્પીકર્સનો ઉપયોગ કરીને ઓછી-તીવ્રતાના અલ્ટ્રાસાઉન્ડ તરંગ મોકલીને કામ કરે છે અને બિલ્ટ-ઇન માઇક્રોફોન્સનો ઉપયોગ કરીને પ્રાપ્ત તરંગોમાંથી માહિતી મેળવે છે. Google કહે છે કે “APG સિગ્નલ એ પલ્સ-જેવા તરંગ સ્વરૂપ છે જે હૃદયના ધબકારા સાથે સુમેળ કરે છે અને સમૃદ્ધ કાર્ડિયાક માહિતી, જેમ કે ડિક્રોટિક નોટ્સ” દર્શાવે છે.
આ પણ વાંચો: TVS NTORQ 125 રેસ XP એડિશન માત્ર 11,000 રૂપિયા આપીને વસાવો, જાણો કેટલી માસિક EMI ચૂકવવી પડશે
આ અભ્યાસ 153 પાર્ટીસિપેન્ટ સાથે 8 મહિનાના સમયગાળામાં હાથ ધરવામાં આવ્યો હતો અને સૂચવે છે કે APG હાલના લાઈટ બેઝડ ફોટોપ્લેથિસ્મોગ્રામ્સ (PPG) અને ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ્સ (ECG) સેન્સર્સ કરતાં વધુ સારી છે જે વધારાનું વજન, ખર્ચ અને પાવર વપરાશ ઉમેરે છે.
Google એ કહ્યું કે APG એ ANC સાથેના કોઈપણ હેડફોનને એક સરળ સોફ્ટવેર અપડેટ સાથે હાર્ટ રેટ સેન્સરમાં રૂપાંતરિત કરવામાં મદદ કરી શકે છે, જ્યારે યુઝર્સ મ્યુઝિક સાંભળવા અથવા વર્કઆઉટ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય ત્યારે સમસ્યા વિના કામ કરે છે.





