હવે બદલાઇ જશ ગુગલ સર્ચ નો અંદાજ, આવી ગયું નવું AI ફિચર્સ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

Google AI Mode In India : દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિનમાંથી એક ગૂગલે આધિકારિક રુપથી ભારતમાં AI Mode ફિચર્સને Google Search માં બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરુ કરી દીધું

Written by Ashish Goyal
July 08, 2025 19:46 IST
હવે બદલાઇ જશ ગુગલ સર્ચ નો અંદાજ, આવી ગયું નવું AI ફિચર્સ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
ગૂગલે આધિકારિક રુપથી ભારતમાં AI Mode ફિચર્સને Google Search માં બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરુ કરી દીધું છે (તસવીર - સોશિયલ મીડિયા)

Google AI Mode In India : દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિનમાંથી એક ગૂગલે આધિકારિક રુપથી ભારતમાં AI Mode ફિચર્સને Google Search માં બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરુ કરી દીધું છે. આ નવો મોડ યુઝર્સને પહેલા કરતાં વધુ સ્માર્ટ અને વધુ ઇન્ટરેક્ટિવ રીતે સર્ચ કરવાનો વિકલ્પ આપશે. હવે તમે Google ને કંઈપણ પૂછી શકો છો અને AI ની મદદથી તરત અને વધુ સારી રીતે જવાબ મેળવી શકો છો.

ગુગલે AI મોડ ને સૌથી પહેલા જૂનમાં ભારતમાં એક લેબ્સ પ્રયોગ તરીકે રજૂ કર્યું હતું. શરૂઆતમાં યુઝર્સને તેના રિસ્પોન્સની ક્વોલિટી, સ્પીડ અને ડેપ્થની ઘણી પ્રશંસા કરી હતી અને તેના પર પ્રતિસાદ આપ્યો હતો. ઘણા યુઝર્સે તેનો ઉપયોગ માહિતી મેળવવા, સમજવા અને મુશ્કેલ વસ્તુઓ શીખવા માટે કર્યો હતો અને તેની સાથે શોધ ખૂબ જ સરળ બની જાય છે.

હવે ગૂગલે તેને બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે આ માટે કોઈ લેબ્સ સાઇન-અપની જરૂર રહેશે નહીં. આગામી દિવસોમાં તમને Google સર્ચ અને Google એપમાં AI મોડ નામનું એક નવું ટેબ જોવા મળશે, જે હાલમાં અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હશે. બાદમાં તેને અન્ય ભાષાઓ માટે સપોર્ટ મળી શકે છે.

AI મોડમાં શું ખાસ હશે?

AI મોડમાં તે બધા જ ફિચર્સ હશે જે પહેલાના લેબ્સ વર્ઝનમાં હતા. યુઝર્સ ઇચ્છે તો તે ટાઇપ કરીને, વૉઇસ કમાન્ડ દ્વારા અથવા Google Lens દ્વારા ફોટો લઈને પણ સવાલો પૂછી શકે છે. આ પછી ગૂગલ તેમને વિગતવાર અને સમજદારીથી તૈયાર કરેલા જવાબ આપશે, જેમાં જરૂરી લિંક્સ અને સંદર્ભો પણ હશે.

આ પણ વાંચો – બજાજે બે નવા બાઇક લોન્ચ કર્યા, દમદાર છે લૂક, જાણો કિંમત અને ફિચર્સ

આ ઉપરાંત તમે Follow-up Questions એટલે કે તે જ વિષય પર આગળના પ્રશ્નો પણ પૂછી શકો છો, જેથી વાતચીત વધુ સારી રીતે થઈ શકે. આ ખાસ કરીને વિદ્યાર્થીઓ, સંશોધકો, કંન્ટેટ ક્રિએટર્સ અને તે બધા લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ દરરોજ ઇન્ટરનેટ પરથી કંઈક નવું શીખવા અથવા સમજવા માંગે છે.

ગુગલે કહ્યું છે કે ભારતના યુઝર્સ આ એન્ડ-ટુ-એન્ડ AI સર્ચ એક્સપિરિયન્સનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોવા માટે ઉત્સાહિત છે. કંપનીને આશા છે કે આ ટૂલ લોકોને તેમની આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ