ગૂગલે ભારતમાં લોન્ચ કરી નવી સર્વિસ, ગૂગલ પે કરતા બહુ ખાસ છે, જાણો વિગતવાર

Google Wallet App Launched In India: ગૂગલ વોલેટ સર્વિસ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. જાણો ગૂગલ પેની સરખામણીમાં ગૂગલ વોલેટ કેટલું અલગ છે અને કેવી રીતે ઉપયોગ કરવો.

Google Wallet App Launched In India: ગૂગલ વોલેટ સર્વિસ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. જાણો ગૂગલ પેની સરખામણીમાં ગૂગલ વોલેટ કેટલું અલગ છે અને કેવી રીતે ઉપયોગ કરવો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
google wallet | google wallet app | google wallet downloaded | Google Wallet users

ગૂગલ વોલેટ સર્વિસ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. (File Photo)

Google Wallet App Launched In India: ગૂગલ વોલેટ ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ગૂગલ દ્વારા ભારતમાં આ નવી સિસ્ટમ છે. ગૂગલ વોલેટ એપ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ વોલેટની સર્વિસ ગૂગલ પે કરતા અલગ છે. જાણો ગૂગલ પે કરતા ગૂગલ વોલેટ કેટલું અલગ છે અને કઇ રીતે ઉપયોગ થશે

Advertisment

ગૂગલ પે અને ગૂગલ વોલેટ વચ્ચે તફાવત

ગૂગલ પે અને ગૂગલ વોલેટ વચ્ચે ઘણો તફાવત છે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે, ગૂગલ પે એક ઓનલાઇન પેમેન્ટ એપ છે. તો ગૂગલ વોલેટ એક ડિજિઠલ ડોક્યુમેન્ટ રાખવાની એપ છે. સરળ શબ્દોમાં કહીયે તો અગાઉ જેમ શાળા - કોલેજના પરિણામ, સર્ટિફિકેટ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવા માટે પેપર ફાઇલ હતી, તેવી રીતે આજના ટેકનોલોજીના યુગમાં ડિજિટલ વોલેટ છે. આ ડિજિટલ વોલેટમાં યુઝર તેમના ડોક્યુમેન્ટ ઓનલાઇન સ્ટોર કરી શકશે અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે.

ગૂગલ વોલેટ માં ક્યા ક્યા ડોક્યુમેન્ટ રાખી શકાશે

વિમાન ટિકિટ

ટ્રાંઝિટ કાર્ડ

ઇવેન્ટ કાર્ડ

બોર્ડિંગ પાસ

ગિફ્ટ કાર્ડ

ક્રેડિટ કાર્ડડેબિટ કાર્ડ

ગૂગલે જણાવ્યુ છે કે, ગૂગલ વોલેટ સુરક્ષા અને ગોપનિયતાના આધાર પર બનાવવામાં આવ્યું છે. ગૂગલ મુક્તપણા, વિકલ્પ અને સુરક્ષા આપવા બાબતે પ્રતિબદ્ધ છે. ગૂગલ વોલેટની સર્વિસ વર્તમાનમાં લગભગ 80 દેશોમાં ઉપલબ્ધ છે.

Advertisment

આ પણ વાંચો | સ્માર્ટફોન ખરીદવો છે? મે 2024માં લોન્ચ થશે એક થી એક શાનદાર મોબાઇલ, જુઓ યાદી

ગૂગલ વોલેટ થી ઓનલાઇન પેમેન્ટ થઇ શકશે?

ગૂગલ વોલેટ ઓનલાઇન પેમેન્ટ એપ ગૂગલ પેથી અલગ છે. ગૂગલે સ્પષ્ટતા કરી છે કે, ગૂગલ વોલેટ થી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે નહીં. ગૂગલ પ્લે સ્ટોર પર ગૂગલ વોલેટ લિસ્ટ છે. જ્યાંથી યુઝર્સ ગૂગલ વોલેટ ડાઉનલોડ થઇ જાય છે. જોકે IOS બેઝ્ડ ડિવાઇસ જેવા કે આઈફોન યુઝરે ગૂગલ વોલેટ માટે રાહ જોવી પડશે.

ટેકનોલોજી બિઝનેસ