Government Employees Retirement Rule Changes : વર્ષ 2025માં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટેના નિયમોમાં ઘણા ફેરફાર થાય છે. તેમા નવી યુનિફાઇડ પેન્શન યોજના ((UPS), મોંઘવારી ભથ્થા (DA/DR) માં વધારો, ડ્રેસ ભથ્થું સુધારો, પેન્શન પ્રક્રિયામાં ઝડપ અને ગ્રેજ્યુટીમાં સુધારો સામેલ છે. જાણો નિયમોની ફેરફાર સરકારી કર્મચારી અને પેન્શનધારકો પર કેવી અસર થશે.
DA અને DR માં વધારો
કેન્દ્ર સરકારે 2025 માં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) માં બે વખત વધારો કર્યો છે. જાન્યુઆરી જૂન માટે 2% અને જુલાઇ ડિસેમ્બર માટે 3% વધારો કરતા હવે મોંઘવારી ભથ્થું (DA) 58 ટકા થયું છે. તેનાથી લાખો સરકારી કર્મચારી અને પેન્શનધારકોને મળતી રકમમાં નોંધપાત્ર વધારો થયો છે.
નવી UPS ની શરૂઆત
ઘણા વર્ષોથી કેન્દ્રીય કર્મચારી (સશસ્ત્ર દળ સિવાય) ને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ રાખવામાં આવ્યા હતા, જેણે 2004 માં જુની પેન્શન યોજના (OPS) નું સ્થાન લીધું હતું. NPS માં નિવૃત્તિ બાદની આવક બજાર નિર્ભર હોય છે.
એપ્રિલ 2025માં સરકારે યુપીએસ શરૂ કર્યું, જે એનપીએસ અને ઓપીએસના ફાયદા ઉમેર્યા છે, જે હેઠળ જો કોઇ કર્મચારી 25 વર્ષની નોકરી પુરી કરે છે, તો તેને છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝીક પગારના 50 ટકા પેન્શન મળશે.
પેન્શન પાત્ર નોકરીનો સમયગાળો ઓછામાં ઓછો 10 વર્ષ અને યુપીએસમાં લઘુત્તમ માસિક પેન્શન 10000 રૂપિયા ગેરેંટેડ છે. 10 થી 25 વર્ષ નોકરી કરનાર કર્મચારીને પ્રોરાટા આધાર પર પેન્શન મળશે.
UPS હેઠળ કર્મચારી NPS માં વન ટાઇમ વન વે સ્વિચ કરી શકે છે. આ ફેરફાર તેવા કર્મચારી માટે મહત્વપૂર્ણ છે, જે OPS હેઠળ ચોક્કસ પેન્શન ઇચ્છે છે.
નિવૃત્તિ પ્રક્રિયામાં સુધારા
કર્મચારીઓની ફરિયાદ હોય છે કે, પેન્શન પાસ ઓર્ડર (PPO) મેળવવામાં મહિનાઓ લાગે છે. હવે પેન્શન વિભાગે તમામ વિભાગોને નિર્દેશ આપ્યા છે, તે કર્મચારીની ફાઇલ રિટાયરમે્નટના 12 થી 15 મહિના પહેલા તૈયાર કરે. તેનાથી પેન્શન, ગ્રેજ્યુટી અને અન્ય બાકી રકમ નિવૃત્તિ સાથે જ મળી જાય.
ડ્રેસ એલાઉન્સ હવે પ્રોરાટા આધાર પર
પહેલા ડ્રેસ એલાઉન્સ વર્ષમાં એક વખત નિર્ધારિત રકમ સ્વરૂપે મળતું હતું, ભલે કર્મચારી વર્ષની વચ્ચે નિવૃત્તિ થાય. હવે ડ્રેસ એલાઉન્સ સર્વિસ પિરિયડના ગુણોત્તરમાં મળશે. આ ફેરફાર એવા કર્મચારીઓ માટે ખાસ છે, જે જૂન થી સપ્ટેમ્બર વચ્ચે નિવૃત્તિ થાય છે.
ગ્રેજ્યુટી અને લમ્પસમ રકમમાં સુધારો
ગ્રેજ્યુટી અને લમ્પસમ પેમેન્ટ હવે યુપીએસ હેઠલ એક સાથે મળશે. અગાઉ એનપીએસ કર્મચારીને આ સુવિધા મર્યાદિત રૂપમાં મળતી હતી. હવે યુપીએસમાં સુધારો કરી સેવાનિવૃત્તિના સમયે સારી નાણાંકીય સુરક્ષા આપવામાં આવશે.
આ તમામ નિયમ સુધારાનો હેતુ એ ખાતરી કરવાનો છે કે, કર્મચારીને નોકરી માંથી નિવૃત્તિ બાદ સમયસર અને સ્થિર આવક મળતી રહે. હવે કર્મચારીને પોતાના સર્વિસ પિરિયડ અને નિવૃત્તિ આયોજન મુજબ નિર્ણયો લેવા પડશે.