Pension: સરકારી કર્મચારીના પેન્શન વિશે સારા સમાચાર, આ કર્મચારીને મળશે NPS ઉપરાંત UPSનો લાભ, જાણો કેવી રીતે

Government Pension News: નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ આવતા નિવૃત્ત સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે ઘણી રાહત આપી છે. અહીં સરકારી કર્મચારીઓના પેન્શન વિશે જાણકારી આપી છે. ચાલો જાણીયે

Government Pension News: નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ આવતા નિવૃત્ત સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે ઘણી રાહત આપી છે. અહીં સરકારી કર્મચારીઓના પેન્શન વિશે જાણકારી આપી છે. ચાલો જાણીયે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Atal Pension Yojana | Pension Yojana | sarkari Pension Yojana | government Pension yojana | retirement pension scheme | retirement plan | govtretirement pension scheme

Government Pension yojana : સરકારી પેન્શન યોજના. પ્રતિકાત્મક તસવીર.

Government Pension News: નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળ આવતા નિવૃત્ત સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે ઘણી રાહત આપી છે. કેન્દ્ર સરકારના એવા કર્મચારીઓ, જે 31 માર્ચ, 2025 ના રોજ અથવા તે પહેલાં નિવૃત્ત થયા હતા અને ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી પૂર્ણ કરી છે, તેઓ હવે યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) હેઠળ વધારાના લાભોનો દાવો કરી શકે છે. આ ઓફર આવા નિવૃત્ત સરકારી કર્મચારીઓના કાયદેસર રીતે વિવાહિત જીવનસાથીઓને પણ ઉપલબ્ધ થશે.

Advertisment

કયા વધારાના લાભ મળશે?

એનપીએસ હેઠળ 31 માર્ચ 2025 પહેલા નિવૃત્ત થનારા લાયક કર્મચારી અથવા તો નોકરીના પ્રત્યેક પૂર્ણ 6 મહિના માટે પોતાની અંતિમ બેઝિક સેલેરી + ડીએ ના 10માં ભાગ જેટલી રકમ એક સાથે ઉપાડવા પાત્ર છે અથવા જો તેમની એનપીએસ પેન્શન યુપીએસની રકમ અને મોંઘવારી રાહત ઓછી હોય તો માસિક ટોપ-અપ્સ માટે પાત્ર છે. સરકારે જાહેરાત કરી છે કે પાત્ર લાભાર્થીઓને બાકી પેન્શન પર સાદું વ્યાજ પણ મળશે, જેની ગણતરી પીપીએફ દરના આધારે કરવામાં આવશે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે. લાભાર્થીઓ બે રીતે ઓનલાઇન અને ઓફલાઇન અરજી કરી શકે છે.

ઓફલાઇન અરજી કેવી રીતે કરવી?

ઓફલાઇન અરજી કરવા માટે, લાભાર્થીઓએ તેમના નજીકના ડ્રોઇંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસર (ડીડીઓ) નો સંપર્ક કરવો પડશે. ત્યાં, સંબંધિત ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. આ ફોર્મને http://www.npscra.nsdl.co.in/ups.php પરથી ડાઉનલોડ કરી શકાય છે. યોગદાનકર્તા માટે ફોર્મ બી2, જ્યારે તેમના કાયદેસરના જીવનસાથી માટે ફોર્મ બી4 અને બી6 સૂચવવામાં આવ્યું છે.

Advertisment

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા લાભાર્થીઓ ઓનલાઇન અરજી કરવા માટે ઉપરોક્ત વેબસાઇટ પર જઇ UPS પોર્ટલ પર લોગીન કરી એપ્લિકેશન ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025 નક્કી કરવામાં આવી છે, તેથી તમામ પાત્ર વ્યક્તિઓએ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.

આ પણ વાંચો | નેશનલ પેન્શન સિસ્ટમ નિયમમાં 5 મોટા ફેરફાર, જાણો ખાતાધારકોને શું અસર થશે

આ સરકારી પેન્શન યોજનાનો લાભ કોને મળશે?

આ અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓની ત્રણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવશે.

  • એવા કર્મચારીઓ છે જે 1 એપ્રિલ 2025 ના રોજ સેવામાં છે અને એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
  • 31 માર્ચ 2025 ના રોજ અથવા તે પહેલાં નિવૃત્ત થયેલા, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય અથવા નિયમ 56 (જે) હેઠળ સેવા સમાપ્ત કરી હોય તેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
  • જે નવા કર્મચારીઓનો જેમને 1 એપ્રિલ, 2025 ના રોજ અથવા તે પછી કેન્દ્ર સરકારની સેવામાં નિયુક્ત કરવામાં આવશે.
સરકારી યોજના બિઝનેસ સરકારી નોકરી