GST : હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ પ્લાન સસ્તા થશે, સરકાર GST ઘટાડશે

GST On Health Insurance And Term Plan : હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ પ્લાન સસ્તા થઇ શકે છે. હાલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી લાગે છે. જો સરકાર જીએસટી ઘટાડે તો ઇન્શ્યોરન્સ પ્લાન સસ્તા થશે.

Written by Ajay Saroya
August 19, 2025 11:16 IST
GST : હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ પ્લાન સસ્તા થશે, સરકાર GST ઘટાડશે
Health Insurance : હેલ્થ ઇન્શ્યોરન્સ, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

GST On Health Insurance And Term Plan : હેલ્થ ઇન્શ્યોરન્સ અને ટર્મ પ્લાન સસ્તા થઇ શકે છે. સરકાર હેલ્થ ઇન્શ્યોરન્સ પર વસૂલવામાં આવેલા જીએસટી પર મોટો નિર્ણય લઇ શકે છે. જો આરોગ્ય વીમા પ્લાન પર જીએસટી ઘટે થવા નાબૂદ થાય તો લાખો લોકોને ફાયદો થશે. લોકો માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવો સસ્તો થશે. હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ પણ ઘટશે. સરકારના એક નિર્ણય વીમાને વધુ સસ્તું બનાવશે, લાખો લોકો માટે નાણાકીય સુરક્ષામાં સુધારો કરશે અને ભારતમાં વીમાના પ્રવેશને વેગ આપશે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં જણાવ્યા મુજબ એક સૂત્રએ જણાવ્યું હતું કે, વીમા પર GSTમાં લાંબા સમયથી અપેક્ષિત ઘટાડો સરકાર દ્વારા સક્રિય વિચારણા હેઠળ છે, જો કે તેનાથી વાર્ષિક આશરે રૂ. 17,000 કરોડનું મહેસૂલ નુકસાન થવાની ધારણા છે.

જોકે, વીમા કંપનીઓમાં ચિંતા છે કે જો GST સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે તો તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેમ ગુમાવશે, જેનાથી વીમા કંપનીઓ માટે સંચાલન ખર્ચમાં વધારો થશે.

ભારતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે ઓછી જાગૃતિ છે. અલબત્ત કોરોના મહામારી બાદ ઘણા લોકો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવાનું શરૂ કર્યું છે.ભારત નીચા પેનિટ્રેશન રેટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. હેલ્થ ઇન્શ્યોરન્સનો પેનિટ્રેશન રેટ વર્ષ 2023-24માં 3.7 ટકા અને 2022-23માં 4 ટકા હતો. જીવન વીમા ઉદ્યોગ માટે પેનિટ્રેશન રેટ 2023-24માં નજીવો ઘટીને 2.8 ટકા થયો, જે અગાઉના વર્ષે 3 ટકા હતો. વીમા નિયમનકાર IRDAIના નાણાકીય વર્ષ 2024ના વાર્ષિક અહેવાલ મુજબ, બિન જીવન વીમા ઉદ્યોગ માટે પેનિટ્રેશન રેટ 2023-24 અને 2022-23માં સમાન 1 ટકા હતો.

વીમા યોજનાઓ પર 18 ટકા જીએસટી

હાલ હેલ્થ ઇન્શ્યોરન્સ, ટર્મ પ્લાન અને ULIP ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. વીમા ઉદ્યોગ દ્વારા આટલો ઉંચો જીએસટી ઘટાડવા ઘણી વખત સરકારને ભલામણ કરવામાં આવી છે. જો જીએસટી ઘટે તો વીમા યોજનાઓ સસ્તી થાય અને ઘણા લોકોને વીમા યોજનાનું સુરક્ષા કવચ પ્રાપ્ત થઇ શકે છે.

આ પણ વાંચો | દિવાળી પહેલા કાર, બાઇક સસ્તી થશે! સરકાર લેશે આ મહત્વપૂર્ણ નિર્ણય

હેલ્થ ઇન્શ્યોરન્સ પર જીએસટી ઘટશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના સંબોધનમાં જીએસટી રિફોર્મ્સ 2.0ની ઘોષણા કરી હતી. જેમા જીએસટી ઘટાડવાની વાત કહી હતી. હવે વિવિધ ઉદ્યોગો જીએસટી ઘટવાની અપેક્ષા રાખી રહ્યા છે. વીમા ઉદ્યોગના એક્સપર્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર જીએસટી સંપૂર્ણપણ નાબૂદ થવાની અથવા ઘટીને 5 ટકા થવાની અપેક્ષા રાખે છે. હાલ હેલ્થ ઇન્શ્યોરન્સ પર 18 ટકા જીએસટી લાગુ પડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ