/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/RBI-Regional-Rural-Banks-Merger.jpg)
Bank Merger : કેન્દ્ર સરકારે 43 પ્રાદેશિક ગ્રામીણ બેંકનું મર્જર કરશે.
Regional Rural Banks Merger: કેન્દ્ર સરકાર રિજનલ રૂરલ બેંક એટલે પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું મર્જર કરવાની તૈયારી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ આરબીઆઈ એ 21 રિજનલ રૂરલ બેંક મર્જર કરવાના ચોથા તબક્કાની યોજના બનાવી છે. આ મર્જરથી દેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકની સંખ્યા 43 થી ઘટીને 28 થઇ જશે. બેંક મર્જર કરવાનું હેતું બેંક સર્વિસ સુધારવાનો અને ખર્ચ ઘટાડવાનો છે. 1 બેંક અન્ય બેંક સાથે મર્જર થવાથી ખાતાધારકોને મોટી અસર થાય છે.
કઇ પ્રાદેશિક ગ્રામીણ બેંક નું મર્જર થશે
નાણા મંત્રાલયના જણાવ્યું કે, 43 બેંકનું મર્જર કરવામાં આવશે. આ મર્જર યોજના હેઠળ એક રાજ્ય - એક RRB નો સિદ્ધાંત લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી સર્વિસ સારી અને ઉત્કૃષ્ઠ થશે. જે રાજ્યોમાં RRBનું વિલય થવાનું છે તેમા આંધ્રપ્રદેશ (3 RRB), ઉત્તર પ્રદેશ (3 RRB), પશ્ચિમ બંગાળ (3 RRB), બિહાર, ગુજરાત, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન (2 - 2 RRB) સામેલ છે.
પ્રાદેશિક ગ્રામીણ બેંકનું પ્રથમ મર્જર 2004 - 05માં થયુ હતું. ત્યારબાદ RRBની સંખ્યા 196 થી ઘટીને 43 થઇ હતી. RRB મર્જરના 3 તબક્કા પૂર્ણ થઇ ચૂક્યા છે અને હવે ચોથી વખત RRB મર્જર કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં કઇ પ્રાદેશિક ગ્રામીણ બેંક મર્જર થશે
મની કન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં દેના ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું મર્જર કરવામાં આવશે. આ બંને RRB દેના બેંક સાથે મર્જર થશે. ઉત્તરપ્રદેશમા સૌથી વધુ 7 પ્રાદેશિક ગ્રામીણ બેંકનું અન્ય બેંક સાથે મર્જર કરવામાં આવશે. રાજસ્થાનમાં બરોડા રાજસ્થાન ક્ષેત્રિય ગ્રામીણ બેંકનું બેંક ઓફ બરોડા અને રાજસ્થાન મરુધરા ગ્રામીણ બેકનું SBI સાથે મર્જર કરવામાં આવશે.
બેંક મર્જર થી ખાતાધારકોને કેવી અસર થશે?
બેંક મર્જર થવાથી ખાતાધારકને મોટી અસર થાય છે. મર્જર પ્રક્રિયામાં એક બેંક ને અન્ય કોઇ બેંક સાથે મર્જર કરવામાં આવે છે ત્યારે મર્જર થનાર બેંકના ખાતાધારકોને જે બેંકમાં વિલય થઇ રહ્યું છે તેમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આથી ખાતાધારકના બેંક એકાઉન્ટ અન્ય બેંકમાં મર્જર થાય છે અને તેઓ તે બેંકના ખાતાધારક બની જાય છે.
પ્રાદેશિક ગ્રામીણ બેંકની આર્થિક સદ્ધરતા
RRBsએ નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીનો સૌથી વધુ 7571 કરોડ રૂપિયાનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (GNPA) રેશિયો 6.1 ટકા છે, જે પાછલા 10 વર્ષમાં સૌથી નીચો છે. શેરહોલ્ડિંગ વિશે વાત કરીયે તો રિજનલ રૂરલ બેંકમાં કેન્દ્ર સરકારનો હિસ્સો 50 ટકા, સ્પોન્સર બેંકનો 35 ટકા અને રાજ્ય સરકારનો 15 ટકા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us