Government Slashes Import Duty of Mobile Phone Components : બજેટ 2024ના એક દિવસ અગાઉ ગુડ ન્યૂઝ આવ્યા છે. વચગાળાના બજેટ 2024ના એક દિવસ પહેલા મોદી સરકારે મોબાઇલ ફોનના કમ્પોનન્ટ્સ પાર્ટ્સની આયાત જકાત ઘટાડવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી નિકાસ વધારવાના હેતુથી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સરકારે મોબાઈલ ફોન બનાવવામાં વપરાતા વિવિધ પાર્ટ્સ – કમ્પોનન્ટની ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને થી 15 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.
મોબાઇલના ક્યા ક્યા કમ્પોનન્ટ્સ – પાર્ટ્સની ડ્યૂટી ઘટાડી (Mobile Phone Components Slashes Import Duty Cuts)
નાણા મંત્રાલયના નોટિફિકેશન મુજબ, બેટરી કવર, ફ્રન્ટ કવર, મિડલ કવર, મેઈન લેન્સ, બેક કવર, જીએસએમ એન્ટેના/કોઈપણ ટેક્નોલોજીના એન્ટેના, પીયુ કેસ/સીલિંગ ગાસ્કેટ જેવા કમ્પોનન્ટ, તેમજ પીઇ, પીપી, ઇપીએસ, પીસી જેવા અન્ય પોલીયુરેથીન ફોમના આર્ટીકલ્સ તેમજ અન્ય તમામ અન્ય પોલિમર પાર્ટ્સ કે પોલીમર્સના સંયોજન/ સંયોજનો, સિમ સોકેટ, સ્ક્રુ અને સાઇડ કી જેવા કમ્પોનન્ટ્સ – પાર્ટ્સની ડ્યૂટી ઘટાડવામાં આવી છે.
મોબાઇલ પ્રોડક્શન અને નિકાસને પ્રોત્સાહન આપવાનો હેતુ (Mobile Phone Exports)
સરકારના આ પગલાનો હેતુ સ્થાનિક ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક બજારોમાં મોબાઇલની કિંમતોમાં ઘટાડો કરવાનો છે. નાણા મંત્રાલયે 30 જાન્યુઆરીએ સેલ્યુલર મોબાઈલ ફોન માટે સ્ક્રૂ, સિમ સોકેટ્સ અથવા અન્ય મેટલ મિકેનિકલ વસ્તુઓ સહિતના કમ્પોનન્ટ્સની આયાત જકાત ઘટાડવા અંગેની સૂચના જારી કરી હતી.
સ્માર્ટફોન – મોબાઇલ 3થી 5 ટકા સસ્તા થશે (Mobile Price down)
સરકાર દ્વારા મોબાઇલ ફોનમાં વપરાતા વિવિધ કમ્પોનન્ટ્સ અને પાર્ટ્સની આયાત જકાતમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે. જેની સીધી અસર મોબાઇલની કિંમત પર થશે. એક પ્રાથમિક અંદાજ મુજબ કમ્પોનન્ટ્સની આયાત જકાત ઘટવાથી મોબાઇલ કિંમત 3 થી 5 ટકા સુધી સસ્તા થઇ શકે છે.

ભારતમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મક બનશે (Mobile Phone Production In India)
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GT RI) ના સહ-સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતમાં બનેલા મોબાઇલ ફોનની નિકાસ સ્પર્ધાત્મકતામાં સુધારો કરવા પર ડ્યૂટી કટની કોઈ અસર થશે નહીં કારણ કે નિકાસ માટે મોબાઇલ ફોન બનાવવામાં ઉપયોગમાં લેવાતા તમામ કમ્પોનન્ટ્સ અને પાર્ટ્સ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ), એડવાન્સ ઓથોરાઈઝેશન જેવી વિવિધ સરકારી યોજનાઓ હેઠળ પહેલાથી જ શૂન્ય ડ્યુટી પર આયાત કરી શકાય છે. એપલ જેવી કંપનીઓ આ યોજનાઓનો લાભ ઉઠાવી રહી છે.
શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “સરકારે એ જોવું જોઈએ કે શું ડ્યુટી ઘટાડાનો લાભ ઘરેલું મોબાઈલ ફોન ખરીદદારોને ભાવમાં ઘટાડા દ્વારા આપવામાં આવે છે.” ચેરમેન પંકજ મહેન્દ્રુએ જણાવ્યું હતું કે ભારતમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગને સ્પર્ધાત્મક બનાવવા માટે સરકાર દ્વારા આ એક મહત્વપૂર્ણ નીતિગત હસ્તક્ષેપ છે.
આ પણ વાંચો | સોનું ચાંદી પર કેટલો ટેક્સ વસૂલાય છે? ભારતમાં એક વ્યક્તિ કેટલું સોનું રાખી શકે છે? જાણો ઇન્કમ ટેક્સનો નિયમ
તેમણે ઉમેર્યું કે, “2024માં ઈલેક્ટ્રોનિક્સ ભારતનું 5મું સૌથી મોટું નિકાસ ક્ષેત્ર બની ગયું છે, જે થોડા વર્ષો પહેલા 9મા સ્થાને હતું. પ્રોડક્શન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજનાને કારણે ઈલેક્ટ્રોનિક્સ નિકાસમાં 52 ટકાથી વધુ યોગદાન મોબાઇલનું છે. છેલ્લાં આઠ વર્ષમાં આયાતથી નિકાસ આધારિત વિકાસમાં યોગદાન આપનાર આ પહેલો ઉદ્યોગ છે.





