વીજળી 20 ટકા સુધી સસ્તી થશે, કેન્દ્ર સરકારે પાવર ટેરિફના નિયમો બદલ્યા

Power tariff cuts : કેન્દ્ર સરકારે પાવર ટેરિફના નિયમોમાં ફેરફાર કરતા લોકોને દિવસ દરમિયાન 20 ટકા જેટલા ઓછા દરે વીજળી મળશે.

Power tariff cuts : કેન્દ્ર સરકારે પાવર ટેરિફના નિયમોમાં ફેરફાર કરતા લોકોને દિવસ દરમિયાન 20 ટકા જેટલા ઓછા દરે વીજળી મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
power tariff

કોમર્શિયલ અને ઔદ્યોગિક વપરાશકારો માટે માટે એપ્રિલ 2024 થી નવા પાવર ટેરિફ દર લાગુ થશે. ( file image).

Govt cut power tariff : કેન્દ્ર સરકારે પાવર ટેરિફના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે જેથી લોકોને નીચા ટેરિફ દરે વીજળી મળશે અને એકંદરે તેમના લાઇટબીલમાં ઘટાડો થશે. દેશમાં નવા પાવર ટેરિફ લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે, જે હેઠળ દિવસ દરમિયાન વીજ દર 20 ટકા જેટલા નીચા રાખવાની અને રાત્રીના સમયે પીક નાઇટ અવર્સમાં 20 ટકા સુધીના વધારાની મંજૂરી આપશે, એવું વીજ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું. વીજ દરના નવા નિયમો લાગુ કરવાનો હેતુ રિન્યુએબલ પાવરનો ઉપયોગ વધારવાનો છે.

Advertisment

જ્યારે ઘણા ભારતીય પરિવારો કામ કર્યા પછી એરકન્ડીશનીંગનો ઉપયોગ કરે છે ત્યારે આ સિસ્ટમથી ગ્રીડ પર માંગમાં ઘટાડો થવાની ધારણા છે.

નવા પાવર ટેરિફ ક્યારે લાગુ થશે, કોને ફાયદો થશે

વીજ મંત્રાલય અનુસાર દેશમાં નવા પાવર ટેરિફ એપ્રિલ 2024થી લાગુ કરવાની યોજના છે. નવા પાવર ટેરિફ સૌથી પહેલા વાણિજ્યિક અને ઔદ્યોગિક વપરાશકારો માટે અને ત્યારબાદ કૃષિ સિવાયના મોટાભાગના અન્ય ગ્રાહકો માટે લાગુ કરાશે. ઉપરાંત સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે આ નવા વીજ દર સ્માર્ટ મીટર લાગ્યા બાદ તાત્કાલિક લાગુ થઇ જશે.

Advertisment

દિવસ દરમિયાન વીજ દર નીચા રહેશે, શા માટે?

નવા પાવર ટેરિફમાં દિવસ અને રાત માટેના વીજ દર અલગ અલગ રાખવાનું નક્કી કરાયુ છે. જેમાં દિવસ દરમિયાનના વીજ દર 10થી 20 ટકા જેટલા નીચા રહેશે જ્યારે રાત્રીના સમયે પીક અવર્સ દરમિયાન પાવર ટેરિફ 20 ટકા જેટલા ઉંચા રહેશે.

વીજમંત્રી આરકે સિંહે એક નિવેદનમાં જણાવ્યું કે,'દિવસ દરમિયાન વીજ દર નીચા રાખવાનું મુખ્ય કારણ સૌર ઊર્જા સસ્તી હોવાથી સૂર્ય પ્રકાશના કલાકો દરમિયાન પાવર ટેરિફ નીચા હશે અને તેનાથી વપરાશકારોને ફાયદો થશે.'

તેમણે વધુમાં ઉમેર્યુ કે, "સૂર્ય પ્રકાશના કલાકો દરમિયાન થર્મલ અને હાઇડ્રો પાવર તેમજ ગેસ આધારિત ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી થર્મલ પાવરના ટેરિફ સૌર ઉર્જા કરતા ઉંચા હોય છે, જે વીજ દરમાં પ્રતિબિંબિત થશે."

આ પગલાંથી ભારતને 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી તેની ઊર્જા ક્ષમતાના 65% અને 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક તરફ આગળ વધવામાં મદદ મળશે.

કેન્દ્ર સરકાર ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ