/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/GST-collection-finance-ministry-GST-collection-gujarat-1.jpg)
દેશમાં આર્થિક ગતિવિધિઓ વધવાની સાથે સાથે સરકાર દ્વારા ગુડ્સ અને સર્વિસ ટેક્સ (Goods and Service Tax) હેઠળ કર વસૂલાત (tax collection) સતત વધી રહી છે. વર્ષ 2022ના સપ્ટેમ્બર મહિનાનું કુલ જીએસટી ક્લેક્શન (GST collection September 2022) વાર્ષિક તુલનાએ 26 ટકા વધીને 1,47,686 કરોડ રૂપિયા નોંધાયુ છે. આ સાથે જ સતત સાતમાં મહિને જીએસટી ક્લેક્શન 1.40. લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યુ છે. વર્ષ પૂર્વેના સપ્ટેમ્બર (September) મહિનામાં જીએસટી હેઠળ 1,17,010 કરોડ રૂપિયાની કર વસૂલાત થઇ હતી. ઓગસ્ટ મહિનાના 143612 કરોડ રૂપિયાની વસૂલાતની સરખામણીએ સપ્ટેમ્બરમાં જીએસટી ક્લેક્શન (gst revenue collection) 2.83 ટકા વધ્યુ છે.
👉 ₹1,47,686 crore gross GST revenue collected in September 2022
👉 Monthly GST revenues more than ₹1.4 lakh crore for seven months in a row
👉 Revenues for the month of Sept. 2022 26% higher than the GST revenues in the same month in 2021
➡️ https://t.co/CVL2CCYJtI
(1/2) pic.twitter.com/xEitIasRmC— Ministry of Finance (@FinMinIndia) October 1, 2022
નાણાં મંત્રાલય (ministry of finance) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનાના કુલ 1,47,686 કરોડ રૂપિયાના જીએસટી કલેક્શન (GST revenue collection) માં 25,271 કરોડ રૂપિયાનો સેન્ટ્રલ જીએસટી (CGST) અને 31,813 કરોડ રૂપિયાનો સ્ટેટ જીએસટી (SGST), 80,464 કરોડ રૂપિયાનો ઇન્ટિગ્રેટેડ જીએસટી )IGST) અને સેસ (Cess) પેટે 10,137 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/GST-collection-finance-ministry-GST-collection-gujarat-2.jpg)
સરકારે ઈન્ટિગ્રેટેડ જીએસટીમાંથી 31,880 કરોડ રૂપિયાના સેન્ટ્રલ જીએસટી અને 27,403 કરોડના સ્ટેટ જીએસટીનું સેટલમેન્ટ કર્યું હતું. આમ આ સેટલમેન્ટ બાદ સપ્ટેમ્બરમાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક અનુક્રમે 57,151 કરોડ રૂપિયા અને 59,216 કરોડ રૂપિયા હતી.
સૌથી વધુ GST ક્લેક્શનવાળા રાજ્યોમાં ગુજરાત ત્રીજા ક્રમે
જીએસટી હેઠળ ટેક્સની વસૂલાત વધી રહી છે. જો સૌથી વધુ જીએસટી વસૂલતા રાજ્યોની વાત કરીયે તો ટોપ-3માં ગુજરાત ત્રીજા ક્રમે છે. સૌથી વધુ જીએસટી ક્લેકશનવાળા રાજ્યો ભારતીય અર્થવ્યવસ્થા (indian economy)નું પાવરહાઉસ મનાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/GST-collection-September-2022.jpg)
ટોપ-3માં સપ્ટેમ્બર મહિનામાં 21403 કરોડ રૂપિયાના જીએસટી ક્લેક્શન સાથે મહારાષ્ટ્ર (maharashtra) પ્રથમ ક્રમે છે અને તેની કર વસૂલાત વાર્ષિક તુલનાએ 29 ટકા વધી છે. તેવી જ રીતે કર્ણાટક (karnataka) નું જીએસટી ક્લેક્શન સપ્ટેમ્બરમાં 25 ટકા વધીને 9760 કરોડ રૂપિયા અને ગુજરાતનું જીએસટી ક્લેક્શન (gst collection gujarat) 16 ટકા વધીને 9020 કરોડ રૂપિયા નોંધાયું છે.
ઇ-બીલનો નવો રેકોર્ડ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/10/GST-collection-finance-ministry-GST-collection-gujarat-3.jpg)
કોઇ એક જ દિવસમાં સૌથી વધુ જીએસટી ક્લેક્શનનો બીજો રેકોર્ડ સપ્ટેમ્બરમાં બન્યો છે. 20 સપ્ટેમ્બર, 2022ના રોજ 49,453 કરોડ રૂપિયાનું જીએસટી ક્લેક્શન થયુ છે જે દેશમાં નવી કર પ્રણાલી અમલમાં આવ્યા બાદ કોઇ એક દિવસમાં સૌથી વધુ જીએસટી ક્લેક્શનનો બીજો સૌથી મોટો રેકોર્ડ છે. આ દિવસે 8.77 લાખ ચલણ ફાઇલ થયા હતા. સૌથી મોટો રેકોર્ડ 20 જુલાઇ, 2022નો છે તે દિવસે 9.58 લાખ ચલણ (gst return) ની સાથે 57846 કરોડ રૂપિયાની જીએસટી વસૂલાત થઇ હતી. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે GSTN દ્વારા સંચાલિત GST પોર્ટલ સંપૂર્ણ રીતે સ્ટેબલ થઇઈ ગયું છે અને તે ખામી મુક્ત છે. 30મીએ NIC દ્વારા સંચાલિત પોર્ટલ પર સંયુક્ત રીતે 1.1 કરોડથી વધુ ઈ-વે બિલ્સ (e way bills) અને ઈ-ઈનવોઈસ (e invoice) (72.94 લાખ ઈ-ઈનવોઈસ અને 37.74 લાખ ઈ-વે બિલ્સ) જનરેટ થવાની સાથે સપ્ટેમ્બરમાં વધુ એક રેકોર્ડ બન્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us