GST Council: ઓનલાઇન ગેમ પર 28 ટકા GST વસૂલાશે, કેન્સરની દવા કરમુક્ત થઇ, થિયેટરમાં ખાણી-પીણીની ચીજો સસ્તી થશે; જાણો શું સસ્તું અને શું મોંઘુ થયું

GST on online gaming : જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નિર્મલા સીતારમને જણાવ્યું કે, ઓનલાઇન ગેમ પર 28 ટકા જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત કેન્સરની એક આયાતી દવાને કરમુક્ત કરવાની સાથે સાથે 4 ચીજો પર જીએસટી ઘટાડ્યો છે.

GST on online gaming : જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નિર્મલા સીતારમને જણાવ્યું કે, ઓનલાઇન ગેમ પર 28 ટકા જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત કેન્સરની એક આયાતી દવાને કરમુક્ત કરવાની સાથે સાથે 4 ચીજો પર જીએસટી ઘટાડ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
FM Nirmala Sitharaman | GST Council

ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમન (credit: @GST_Council)

GST Council impose 28% tax on Online gaming, casinos, horse racing : ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 50મી બેઠક સમાપ્ત થઇ છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમનના વડાપણમાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્મયની માહિતી આપતા પ્રેસ કોન્ફરન્સમાં નિર્મલા સીતારમને કહ્યુ કે, ઓનલાઇન ગેમિંગ અંગે મંત્રીમંડળના સમૂહે કરેલ ભલામણો પર ચર્ચા કરાઇ અને કાઉન્સિલે ગેમિંગ હોર્સ રાઇડિંગ અને કેસિનો પર 28 ટકા જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે. નાણાં મંત્રીએ એક ટ્વિટરમાં જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી 49 ટકા બેઠકોમાં જીએસટી કાઉન્સિલે સહકાર અને મૈત્રીની ભાવના સાથે 1500થી વધારે નિર્ણય લીધા છે. જીએસટી કાઉન્સિલની 50મી બેઠકમાં કઇ વસ્તુ સસ્તી થઇ અને કઇ મોંઘી થઇ જાણો

Advertisment

ઓનલાઇન ગેમ, કેસિનો, હોર્સ રેસિંગ પર 28 ટકા જીએસટી

જીએસટી કાઉન્સિલે ઓનલાઇન ગેમ સહિતની ગેમ ઉપર તોતિંગ જીએસટી લાદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. નાણાંમંત્રીએ જણાવ્યું કે, કાઉન્સિલે ઓનલાઇન ગેમ, કેસિનો અને હોર્સ રેસિંગ પર તેની કુલ મૂલ્યના 28 ટકા જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે. તેમાં સ્કીલ અને ચાંસ આધારિત ગેમ વચ્ચે કોઇ તફાવત નથી.

,

Advertisment

MUV કાર થશે મોંઘી

નાણાં મંત્રી નિર્મલા સીતારમને કહ્યુ કે, જીએસટી કાઉન્સિલે મલ્ટી યુટિલિટી વ્હીકલ (MUV) પર 22 ટકા સેસ લાદવા મંજૂરી આપી છે. અલબત્ત સેડાન કારનો આ યાદીમાં સમાવેશ કરાયો નથી.

કેન્સરની ઇમ્પોર્ટ દવાઓને GSTમાંથી મુક્તિ

નાણાપ્રધાન સીતારમણે જણાવ્યું હતું કે, ત્રણ વસ્તુઓને GSTમાંથી મુક્તિ અપાઇ છે, જેમાં દુર્લભ બીમારીઓ માટેની દવાઓનો સમાવેશ થાય છે.કાઉન્સિલે કેન્સરની ઇમ્પોર્ટ દવા Dinutuximabને જીએસટમાંથી બાકાત રાખી છે. એટલે કે કેન્સરની સારવારમાં વપરાતી આયાતી દવા Dinutuximab (ડિનુટુક્સિમેબ) પર હવે કોઇ જીએસટી લાગશે નહીં. વર્તમાનમાં આ Dinutuximab પર 12 ટકાના દરે જીએસટી વસૂલવામાં આવે છે, જેને હવે શૂન્ય કરી દેવામાં આવ્યો છે. નોંધનિય છે કે, Dinutuximabના દવાના એક ડોઝની કિંમત અધધધ… 63 લાખ જેટલી હોય છે.

મલ્ટિપ્લેક્સ, થિયેટરમાં ખાણી-પીણી સસ્તી થશે

મલ્ટિપ્લેક્સ, થિયેટરમાં જતા ફિલ્મ દર્શકો માટે રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલે આજે યોજાયેલી બેઠકમાં મલ્ટિપ્લેક્સ થિયેટરમાં વેચાતી ખાણી-પીણીની ચીજવસ્તુઓ પરનો જીએસટી ઘટાડવાનો નિર્ણય લીધો છે. કાઉન્સિલે મલ્ટિપ્લેક્સમાં વેચાતી ખાણી-પીણીની ચીજો પરનો જીએસટી હાલના 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.

,

4 ચીજોનો જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો

નાણાં મંત્રીએ માહિતી આપતા જણાવ્યું કે, રાંધેલા અને તળેલા નાસ્તાની પૅલેટને જીએસટીના 18 ટકાના દાયરામાંથી થી 5%ના દાયરામાં સામેલ કરાઇ છે. એટલે કે હવે બજારમાં વેચાતા તૈયાર નાસ્તાની એક પ્લેટ પર હવે 18 ટકાના બદલે 5 ટકા જીએસટી વસૂલાશે.
તેવી જ રીતે ઉપરાંત કાઉન્સિલે ફિશ સોલુબેલ પેસ્ટ (fish solubale paste) અને એલડી સ્લેર (LD slag) પરનો જીએસટી હાલના 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી છે. તેમજ ઇમિટેશન જીરા યાર્ન પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ટ્રિબ્યૂનલ બેન્ચ સ્થપાશે

જીએસટી કાઉન્સિલે મહારાષ્ટ્રમાં 7 અને પશ્ચિમ બંગાળમાં 2 ટ્રિબ્યૂનલ બેન્ચ સ્થાપવાનો નિર્ણય લીધો છે.

નિર્મલા સીતારમણ જીએસટી ટ્રેન્ડિંગ ન્યૂઝ બિઝનેસ દેશ