Cheapest Car In India After GST Cut : જીએસટી 2.0 સુધારા પછી મારુતિ સુઝુકીએ તેની કારની કિંમતમાં ઘટાડો કર્યો છે, જેના પરિણામે એસ-પ્રેસો હવે અલ્ટો કરતા સસ્તી કાર બની ગઈ છે. નવી કિંમત મુજબ, એસ પ્રેસોની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત માત્ર 3.50 લાખ છે. મારુતિ સુઝુકી એસ પ્રેસો કાર તાજેતરમાં જ એન્ટ્રી લેવલ કારમાં કરાયેલા સિક્ટોરિટી અપડેટમાં સામેલ કરાઇ નથી, જેના કારણે અલ્ટો કે 10 ની તુલનામાં તે વધુ સસ્તી થઇ છે. એસ-પ્રેસો કારમાં માત્ર2 એરબેગ છે, જ્યારે અલ્ટો કે 10 અને સેલેરિયો મોડલમાં સ્ટાન્ડર્ડ 6 એરબેગ આવે છે.
GST 2.0 Impact: S Presso VS Alto
દાયકાઓમાં પ્રથમ વખત નાની કાર પર એક્સાઈઝ ડ્યુટીમાં સંપૂર્ણ ઘટાડો જોવા મળ્યો છે. હવે 4 મીટર સુધીની લંબાઇ ધરાવતી કાર પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે અને સેસ સંપૂર્ણ દૂર કરવામાં આવ્યો છે. તે દાયકાઓમાં સૌથી મોટો ઘટાડો છે અને તે સૂચવે છે કે ટેક્સ વધી રહ્યો છે, પરંતુ તેમાં ઘટાડો પણ કરી શકાય છે.
મારુતિ સુઝુકી એ જીએસટી પછી એસ પ્રેસો મોડલર પર સૌથી વધુ 1.2 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો અનુસાર, એસ પ્રેસો મોડલની પ્રારંભિક કિંમત ₹ 3.50 લાખ છે, તો અલ્ટોનું એન્ટ્રી વેરિઅન્ટ હવે ₹ 3.70 લાખમાં ઉપલબ્ધ છે. એટલે કે, એસ પ્રેસો હવે અલ્ટો કરતા 20,000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે અને દાયકાઓથી સૌથી સસ્તી કારનું ટાઇટલ મેળવ્યું છે.
S Presso vs Alto K10 કિંમત (એક્સ શો રૂમ)
મોડલ નવી કિંમત જુની કિંમત તફાવત S Presso STD ₹ 4.27 લાખ ₹ 3.50 લાખ ₹ 77,000 Alto K10 STD ₹ 4.23 લાખ ₹ 3.70 લાખ ₹ 53,000 S Presso LXI ₹ 5.00 લાખ ₹ 3.80 લાખ ₹ 1,20,000 Alto K10 LXI ₹ 5.00 લાખ ₹ 4.00 લાખ ₹ 1,00,000
સસ્તી SUV હવે સૌથી સસ્તી કાર
ઇતિહાસમાં પ્રથમ વખત, સૌથી સસ્તી કારમાં એસયુવી જેવી ઉંચી બોડી દેખાય છે, જે ખરીદદારોની બદલાતી પસંદગીઓને પ્રતિબિંબિત કરે છે. જો કે એસ પ્રેસો કારનું આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગ મુખ્યત્વે હેચબેક્સ જેવું છે, મારુતિ સુઝુકીએ હાઇ સેન્સવાળા ક્રોસઓવર સ્વરૂપે પેશ કર્યું છે, જેથી ટુ-વ્હીલર ચલાવનાર અને અને યુવા ખરીદદારોને આકર્ષિત કરી શકાય.