GST Reforms: જીએસટી સુધારણા દ્વારા મોદી સરકારે સામાન્ય લોકોને દિવાળી ભેટ આપી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. સરકારે 12 ટકા અને 28 ટકા ટેક્સ સ્લેબ ખતમ કરી દીધા છે. હવે માત્ર બે જીએસટી સ્લેબ – 5 ટકા અને 18 ટકા લાગુ થશે. જીએસટી કાઉન્સિલના આ તમામ નિર્ણયો 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. જાણો જીએસટી રિફોર્મ્સ બાદ કઇ કઇ ચીજો સસ્તી અને મોંઘી થઇ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા કહ્યું કે, આ માત્ર જીએસટીમાં સુધારો નથી, પરંતુ માળખાકીય સુધારા અને લોકો માટે જીવન જીવવાની સરળતાની દિશામાં એક પગલું છે. “જીએસટી કાઉન્સિલની બેઠકમાં, તમામ નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા હતા, કોઈ પણ રાજ્ય સાથે કોઈ મતભેદ ન હતો.
સામાન્ય માણસ અને મધ્યમ વર્ગની વસ્તુઓમાં જીએસટી રાહત આપવામાં આવી છે. નવા સ્લેબનો હેતુ લોકોને રાહત આપવાનો છે. રોજિંદા વપરાશની ચીજો સસ્તી થશે.
- સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સ – હેર ઓઇલ, સાબુ, સાયકલ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
- અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર મિલ્ક પ્રોડક્ટ્સ, માવો, રોટલી અને ખાખરા, પરાઠા, બ્રેડ સહિત તમામ રોટલી પર હવે જીએસટી નાબૂદ કરવામાં આવ્યો છે.
- ડિશ વોશિંગ મશીન, નાની કાર, એસી પર 18 ટકા જીએસટી લાગશે.
- કેરી, જામફળ, ઘી, માખણ સહિત દરરોજ વપરાતી તમામ વસ્તુઓ પ હવે 5 ટકા જીએસટી લાગશે.
- વીમા ક્ષેત્રને જીએસટીમાં રાહત મળી છે. હવે જીવન અને આરોગ્ય વીમા પોલિસી પર જીએસટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.
- લેધર અને ગ્રેનાઇટ પર 5 ટકા ટેક્સ લાગશે
- નાની કાર અને 350 સીસી સુધીની મોટરસાઈકલ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા થયો છે. તો મનોરંજન માટે વપરાતી યોટ્સ અને જહાજ પર 40 ટકા જીએસટી લાગુશે.
- સિમેન્ટ પર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવશે: સીતારમણ
- તમામ પ્રકારના ટીવી પર જીએસટી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે
- હેન્ડીક્રાફ્ટ, માર્બલ, ગ્રેનાઇટ સ્ટોન પર 5 ટકા ટેક્સ લાગશે.
નવા જીએસટી દર: શું સસ્તું થયું અને શું મોંઘું થયું
શું સસ્તું થયું? શું મોંઘું થયું ? એસી, ફ્રિજ લક્ઝુરિયસ કાર TV કોલ્ડ ડ્રિંક સિમેન્ટ વાઇન વોશિંગ મશીન સિગારેટ ટ્રેક્ટર પાન મસાલા જેવી તમાકુની પ્રોડક્ટ ફરસાણ, દવા, ઘી, માખણ ફાસ્ટ ફૂડ