લક્ઝુરિયસ કાર પર GST 28 ટકાથી વધી 40 ટકા થયો, છતાં પહેલા કરતા સસ્તી મળશે, જાણો કેવી રીતે

Car Price Down After GST New Rate : નવા જીએસટી સ્લેબમાં નાની કાર સસ્તી જ્યારે મોટી કાર મોંઘી થઇ છે તેવી ધારણા પ્રવર્તી રહી છે. જો કે આ વાત સાચી નથી. મોટી કાર પર ભલે જીએસટી વધ્યો હોય પરંતુ અગાઉ કરતા તેના પર કુલ ટેક્સ ઘટ્યો છે. ચાલો જાણીયે કેવી રીતે

Written by Ajay Saroya
September 12, 2025 16:01 IST
લક્ઝુરિયસ કાર પર GST 28 ટકાથી વધી 40 ટકા થયો, છતાં પહેલા કરતા સસ્તી મળશે, જાણો કેવી રીતે
Car Price Down After New GST Rate : નવા જીએસટી રેટ બાદ કારની કિંમત ઘટી છે (Photo: Freepik)

Car Price Down After GST New Rate : જીએસટી ઘટવાથી કાર, બાઇક જેવા વાહનો સસ્તા થયા છે. જીએસટી કાઉન્સિલે નાની કાર, બાઇક સ્કૂટર જેવા ટુ વ્હીલર પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. જો કે મોટી મીડ સાઇઝ કાર અને લક્ઝુરિયસ કારને 40 ટકા જીએસટી સ્લેબમાં રાખી છે. આના કારણે ઘણા લોકો મૂંઝવણમાં છે કે, નાની કાર સસ્તી થઇ છે જ્યારે મોટી કાર મોંઘી થઇ છે. હકીકતમાં એવું નથી. નવા જીએસટી સ્લેબ હેઠળ નાની કાર અને મોટી કાર બંને પર ખરીદનારને જીએસટીમાં ફાયદો થવાનો છે. ચાલો જાણીયે કેવી રીતે

New GST Rate On Cars : કઇ કાર પર કેટલો જીએસટી લાગે છે?

જીએસટી કાઉન્સલની 56મી બેઠકમાં નાની કાર પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કર્યો છે. જેમા 1200 CC સુધીની એન્જિન ધરાવતી પેટ્રોલ, સીએનજી અને એલપીજી કાર તેમજ 1500 CC સુધીનું એન્જિન ધરાવતી ડીઝલ કાર, જેની લંબાઇ 4 મીટર સુધી છે, તેના પર હવે 18 ટકા જીએસટી વસૂલવામાં આવશે. જે અગાઉ 28 ટકા જીએસટી હતો.

તો 1200 સીસીથી વધુ એન્જિન અને 4 મીટરથી વધુ લંબાઇ ધરાવતી કાર પર 40 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. તેમા સેડાન, પ્રીમિયમ એસયુવી અને ઇમ્પોર્ટેડ કાર સામેલ છે. અહીં પહેલી નજરમાં દરેક વ્યક્તિને નવા જીએસટી સ્લેબમાં મોટી કાર મોંઘી થઇ હોવાનું દેખાય છે, જો કે તે ભૂલ ભરેલું છે. અગાઉ આવી લક્ઝુરિયસ કાર અને મિડ સાઇઝ એસયુવી કાર પર 28 ટકા જીએસટી ઉપરાંત સેસ પણ લાગતો હતો.

જીએસટી વધ્યો છતાં મોટી કાર સસ્તી થઇ, જાણો કેવી રીતે

અગાઉ 1200 સીસી થી વધુ પેટ્રોલ એન્જિન અને 4 મીટરથી વધુ લંબાઇ હોય તેવી કાર પર 28 ટકા જીએસટી ઉપરાંત 17 થી 22 ટકા સુધી સેસ પણ લાગતો હતો. આમ મોટી કાર પર કુલ કર બોજ 45 થી 50 ટકા સુધી પહોંચી જતો હતો. જો કે નવા જીએસટી સ્લેબમાં મોટી કાર ખરીદનારને પણ કરવેરામાં રાહત આપવામાં આવી છે.

નવા જીએસટી સ્લેબમાં 1200 સીસી એન્જિન અને 4 મીટરથી વધુ લંબાઇ ધરાવતી કાર પર 40 ટકા ફ્લેટ જીએસટી લાદવામાં આવ્યો છે. આ સાથે 17 થી 22 ટકા સુધીનો સેસ સંપૂર્ણ પણે હટાવી લેવામાં આવ્યો છે. આમ મોટી કાર પર હવે માત્ર 40 ટકા જ જીએસટી ચૂકવવો પડશે. આથી નવા જીએસટી દર બાદ મોટી કાર ખરીદનારને પણ અગાઉની તુલનામાં ટેક્સમાં 5 થી 10 ટકા બચત થશે.

વાહનના પ્રકારએન્જિનલંબાઇજુનો GSTનવો GST
પેટ્રોલ, પેટ્રોલ હાઇબ્રિડ, CNG, LPG1200 cc સુધી4 મીટર સુધી28%18%
ડીઝલ, ડીઝલ હાઇબ્રિડ1500 cc સુધી4 મીટર સુધી28%18%
થ્રી વ્હીલર્સ28%18%
ટુ વ્હીલર350 cc થી ઓછું28%18%
ગુડ્સ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ28%18%

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ