GST On Auto: જીએસટી ઘટતા કાર બાઇક ટ્રેક્ટર સસ્તા થયા; જાણો કિંમત કેટલી ઘટશે?

GST Cut On Car Bike Auto Sector : સરકારે જીએસટી ઘટાડતા કાર, બાઇક કિંમત ઘટશે. ખેડૂતોને રાહત આપતા ટ્રેક્ટર પરનો જીએસટી ઘટાડ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સંચાલિત વાહનો કેટલા સસ્તા થયા? ચાલો જાણીયે વિગતવાર

Written by Ajay Saroya
Updated : September 04, 2025 11:58 IST
GST On Auto: જીએસટી ઘટતા કાર બાઇક ટ્રેક્ટર સસ્તા થયા; જાણો કિંમત કેટલી ઘટશે?
GST Rate On Car And Motorcycle : કાર અને બાઇક પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે. (Photo: Canva)

GST Rate Changes : કાર, બાઇક મોટરસાઇકલ અને ટ્રેક્ટર ખરીદવું સસ્તા થયા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી વિશે મોટા નિર્ણયો લેવાયા છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાની કાર અને બાઇક પર જીએસટી 28 ટકાથી ઘટાડી 18 ટકા કરવામાં આવ્યો છે. નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સંચાલિત વાહનો કેટલા સસ્તા થયા? ચાલો જાણીયે વિગતવાર

New GST Rate On Car Bike Auto : કાર, બાઇક અને ટ્રેક્ટરની કિંમત કેટલી ઘટશે?

સરકારે કાર અને બાઇક પર જીએસટ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. નવા જીએસટી દર મુજબ 1200 સીસી એન્જિન અને 4 મીટર સુધીની લંબાઇ ધરાવતી પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સંચાલિત કાર પર 18 ટકા જીએસટી લાગશે. તેવી જ રીત 350 સીસી એન્જિન સુધીના બાઇક પર હવે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે, જે અગાઉ 28 ટકા હતો. સરળ શબ્દોમાં કહીયે તો કાર અને બાઇકની કિંમત લગભગ 10 ટકા સુધી ઘટી શકે છે.

વાહનના પ્રકારજુનો GSTનવો GST
પેટ્રોલ અને પેટ્રોલ કાર હાઇબ્રિડ, એલપીજી, સીએનજી કાર (1200 સીસી એન્જિન અને લંબાઇ 4 મીટર થી વધુ નહીં)28 ટકા18 ટકા
ડીઝલ અને ડીઝલ હાઇબ્રિડ કાર (1500 સીસી એન્જિન અને લંબાઇ 4 મીટરથી વધુ નહીં)28 ટકા18 ટકા
થ્રી વ્હીલર્સ28 ટકા18 ટકા
મોટર સાઇકલ, બાઇક (એન્જિન 350 સીસી સુધી)28 ટકા18 ટકા
ટ્રાન્સપોર્ટ માટે મોટર વ્હીકલનો ઉપયોગ28 ટકા18 ટકા

કાર, બાઇક અને ટ્રેક્ટર પર નવા જીએસટી દર

યુટિલિટી વાહનો જેવા કે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV), મલ્ટી યુટિલિટી વ્હીકલ (MUV) અને મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) અને ક્રોસ ઓવર યુટિલિટી (XUV) વ્હીકલ તમામ પર 40 ટકા જીએસટી લાગશે. જે વાહનોનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 એમએમ થી વધુ હશે, તેમને પણ આ જીએસટી સ્લેબમાં મૂકવામાં આવ્યા છે.

આ વાહનો પર 40 ટકા જીએસટી લાગશે

સરકારે નાની કાર અને મોટર સાઇકલ પરનો જીએસટી 28 ટકાથી ઘટાડી 18 કર્યો છે. જો કે અમુક કેટેગરીના વાહનો પર જીએસટી વધાર્યો છે. હવે 350 સીસી થી વધુ એન્જિન કેપેસિટી વાળી બાઇક પર 40 ટકા જીએસટીલાગસે. તેવી જ રીતે હેલીકોપ્ટર, પ્લેન,યોટ, સ્પોર્ટ્સ અને મનોરંજન માટેના વાહનો પર 40 ટકા જીએસટી ચૂકવવો પડશે.

લક્ઝુરિયસ કાર પર કેટલો GST ચૂકવવો પડશે ?

લક્ઝુરિયસ કાર અને મોટી કાર ખરીદનારને પણ રાહત અપાઇ છે. હાલ લક્ઝુરિયસ કાર પર 28 ટકા જીએસટી અને 22 ટકા સેસ લાગે છે. આમ કુલ કર બોજ 50 ટકા થાય છે. પરંતુ નવા જીએસટી દર લાગુ થતા હવે માત્ર 40 ટકા જીએસટી ચૂકવવો પડશે અને કોઇ સેસ લાગશે નહીં. આમ મોંઘી કાર પર કુલ કર બોજ 50 ટકાથી ઘટીને 40 ટકા થયો છે.

ટ્રેક્ટર સસ્તા થયા, ખેડૂતોને રાહત

ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવું સસ્તું થયું છે. સરકારે ટ્રેક્ટર પર જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો છે. ઉપરાંત ટ્રેક્ટર્સના પાર્ટ્સ પર પણ જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જીએસટી ઘટવાથી ખેડૂતો ટ્રેક્ટર ખરીદવું વધુ સસ્તું થશે અને તેનાથી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો | મોદી સરકારની મધ્યમ વર્ગને દિવાળી ભેટ, કઇ કઇ ચીજો સસ્તી અને મોંઘી થઇ? જુઓ સંપૂર્ણ યાદી

બસ, એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો પર GST ઘટ્યો

જાહેર પરિવહન માટેની બસ ટ્રાવનેલ્સ અને આરોગ્ય સેવામાં વપરાતી એમ્બ્યુલન્સ પર જીએસટી 18 ટકા કરવામાં આવ્યો છે. તેનાથી ટ્રાન્સપોર્ટ અને હેલ્થ સેક્ટરને વેગ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ