GST Rate Cut List : જીએસટી ઘટાડી સરકારે તહેવારો પહેલા જ લોકોને મોટી રાહત આપી છે. GST 2.0 રિફોર્મ્સ હેઠળ સરકારે રોજિંદા વપરાશની ઘણી ચીજવસ્તુઓ પર જીએસટી ઘટાડ્યો છે અથવા સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. નવા જીએસટી રેટથી ઘણી ચીજવસ્તુઓ સસ્તી થશે. પરિણામે તમે વઘુ બચત કરી શકો છો. ઘણા લોકો હજી પણ મૂંઝવણમાં છે કે નવા જીએસટી રેટ લાગુ થતા કઇ ચીજ કેટલી સસ્તી થશે?
સરકારે લોકોની સુવિધા માટે એક ખાસ વેબસાઇટ savingswithgst.in લોન્ચ કરી છે. આ વેબસાઇટ મારફતે તમે જોઇ શકો છો કે, 22 સપ્ટેમ્બરથી લાગુ થતા નવા જીએસટી રેટ બાદ કઇ ચીજવસ્તુની કિંમત કેટલી ઘટશે.
કેવી રીચે ચેક કરવું?
MyGovIndia દ્વારા આ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. તેમાં રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની ઘણી કેટેગરીઓ છે, જેમ કે – ખાદ્ય ચીજો, નાસ્તા, ઘરવખરીનો સામાન, કિચન આઇટમ, ઇલેક્ટ્રોનિક્સ અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ. તમારે તમારી જરૂરિયાતની ચીજો કાર્ટમાં ઉમેરવાની છે, ત્યારબાદ કાર્ટમાં તમને બેસ પ્રાઇસ, જુના VAT વખતની કિંમત અે હવે લાગુ થનાર નવા જીએસટી પછીની કિંમત દેખાશે. તેનાથી તરત જ સ્પષ્ટ થશે કે કઇ વસ્તુ પર કેટલી બચત થશે.
ઉદાહરણ તરીકે જો તમે કાર્ટમાં દૂધ સિલેક્ટ કર્યું છે, તો 60 રૂપિયા પ્રતિ લિટરની મૂળ કિંમતપર વેટના સમયે કિંમત 63.6 રૂપિયા દેખાશે અને નવા જીએસટી હેઠળ તે દૂધ 60 રૂપિયામાં મળશે.
કઇ ચીજવસ્તુ પર વધુ બચત થશે?
નવા જીએસટી રેટના અમલ બાદ રોજિંદા વપરાશની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર વધુ રાહત મળશે. હવે UHT દૂધ, પેકેટમાં વેચાતું પનીર અને તમામ પ્રકારની ભારતીય બ્રેડ પર જીએસટી શૂન્ય થયો છે. તો સાબુ, શેમ્પૂ, ટૂથબ્રશ, ટેબલવેર અને સાઇકિલ જવા સામાન પર હવે માત્ર 5 ટકા જીએસટી લાગશે.
આ પણ વાંચો | ટાટા મોટર્સ થી મારૂતિ સુઝુકી હ્યુન્ડાઇ અને મહિન્દ્રાની કાર 2.50 લાખ સુધી સસ્તી થઇ, જુઓ યાદી
GST ના માત્ર 2 સ્લેબ
જીએસટી કાઉન્સિલે હવે માત્ર 2 ટેક્સ સ્લેબ – 5% અને 18% રાખ્યા છે. તેમા મોટાભાગની ચીજવસ્તુઓ 5 ટકા જીએસટી સ્લેબમાં આવરી લેવામાં આવી છે. જો કે લક્ઝુરિયસ કાર સહિત મોંઘીદાટ મોજશોખની ચીજવસ્તુઓ પર 40 ટકા જીએસટી લાદયો છે. નવા જીએસટી રેટ 22 સપ્ટેમ્બર, 2025 સોમવારથી લાગુ થવાના છે.