GST Rate Cut : સાબુ શેમ્પૂ ટૂથપેસ્ટ કેચઅપ સહિત વપરાશી ચીજો સસ્તી થઇ, જુઓ નવા ભાવ

FMCG Products Price Cut After GST Reforms : જીએસટી રેટ કટ બાદ સવારથી લઇ રાતે સુતા સુધી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ સસ્તી થઇ છે. એફએમસીજી કંપનીઓ દ્વારા સાબુ શેમ્પૂ ટૂથપેસ્ટ કેચઅપ જામ સહિત વપરાશી ચીજોના ભાવ ઘટાડવાની શરૂઆત કરવામાં આવી છે.

Written by Ajay Saroya
Updated : September 15, 2025 11:35 IST
GST Rate Cut : સાબુ શેમ્પૂ ટૂથપેસ્ટ કેચઅપ સહિત વપરાશી ચીજો સસ્તી થઇ, જુઓ નવા ભાવ
FMCG Products Price Cut : જીએસટી ઘટતા એફએમસીજી પ્રોડક્ટ્સની કિંમત ઘટી છે. પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

FMCG Products Price Cut After GST Reforms : જીએસટી ઘટવાથી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ સસ્તી થવાની છે. કંપનીઓ દ્વારા પણ જીએસટી અનુરૂપ માલસામાનની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જીએસટી ઘટવાથી સવારે જાગવાથી લઇ રાતે સુતી વખતે આપણે ચીજવસ્તુઓનો ઉપયોગ કરીયે છીએ તેવી જીવન જરૂરિયાત ચીજવસ્તોના ભાવ ઘટવાના છે. ઘણા લોકોને હજી પણ કઇ કઇ ચીજો કેટલી સસ્તી થશે તેના વિશે મૂંઝવણ છે. આ મૂંઝવણ દૂર કરવા અહીં સાદી ભાષામાં સરળ સમજણ આપી છે.

તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ચેન્નઇમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જીએસટ રિફોર્મ્સ (GST Reforms) દેશના દરેક નાગરિક માટે એક મોટી જીત છે. ભારતના દરેક રાજ્યના તહેવારોને ધ્યાનમાં રાખી વડાપ્રધાન દ્વારા દિવાળી પહેલા જીએસટી રિફોર્મ્સ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે. જીએસટી રેટ કટની ફાયદાકારક અસર સવારની શરૂઆતથી લઇ રાતે ઉંઘવા સુધીની તમામ પ્રોડક્ટો પર થશે.

12 ટકા ટેક્સ વાળી 99 ટકા ચીજો પર હવે 5% GST

અમુક અગ્રણી પહેલનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે, 99 ટકા ચીજવસ્તુઓ પર પહેલા 12 ટકા જીએસટા લાગતો હતો, હવે તેમના પર માત્ર 5 ટકા ટેક્સ લાગશે. નવા જીએસટી રેટ 22 સપ્ટેમ્બર, 2025 સોમવારથી લાગુ થવાના છે.

સાબુ, શેમ્પૂ,કોફી જામ 5 થી 50 રૂપિયા સુધી સસ્તી થશે

હિન્દુસ્તાન યુનલિવર લિમિટેડ (HUL) એ જીએસટી અનુરૂમ તેની ચીજવસ્તુઓના ભાવ 5 થી 50 ટકા સુધી ઘટાડ્યા છે. આ કંપની સાબુ, શેમ્પૂ, કોફી, જામ, કેચઅપ અને હોર્લિક્સ જેવી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. Livemintના એક રિપોર્ટ મુજબ HUL કંપનીએ પોતાની ઘણી લોકપ્રિય પ્રોડક્ટોની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ સમાચાપ પત્રોમાં જાહેરાત છપાવી આ જાણકારી આપી છે.

કંપનીની જાહેરાત મુજબ 340 ml ડવ શેમ્પૂની બોટલ હવે 490 રૂપિયાના બદલે 435 રૂપિયામાં મળશે. તો 200 ગ્રામના હોર્લિક્સ જારની કિંમત 130 રૂપિયા થી ઘટીને 110 રૂપિયા થઇ છે. 200 ગ્રામ કિશાન જામની કિંમત 90 રૂપિયાથી ઘટીને 80 રૂપિયા કરવામાં આવી છે. તો ચાર 75 ગ્રામ વાળા લાઇફબોય સાબુના પેકની કિંમત 68 રૂપિયાથી ઘટી 60 રૂપિયા થઇ છે.

પેકેટ અને ફ્રોજન પરાઠા પણ સસ્તા થશે

તૈયાર પેકેટ (રેડી ટુ ઇટ) અને ફ્રોજન પરાઠા પર હવે કોઇ જીએસટી લાગશેન હીં. એપેલેટ ટ્રિબ્યૂનલ ફોર એડવાન્સ રુલિંગ મુજબ પેક્ડ પરાઠા, જેને ગરમ કર્યા બાદ ખાવામાં આવે છે, રોટલી કે ચપાતીની શ્રૈણીમાં આવતા નથી. અગાઉ રોટલી પર 5 ટકા અને પરાઠા પર 18 ટકા ટેક્સ વસૂલવામાં આવતો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ