scorecardresearch

GST રિફંડ મેળવવું સરળ બન્યુ, એક જ ક્લિકમાં જાણો ક્લેમ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

GST refund claim : જીએસટી કાઉન્સિલે વ્યક્તિગત કરદાતાઓ માટે જીએસટી રિફંડના ક્લેમ કરવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે, જો યોગ્ય રીતે ભૂલ વગર રિફંડ ક્લેમની અરજી કરવામાં આવે તો ચોક્કસ પણ રૂપિયા પાછા મળે છે

GST
જીએસટ રિફંડ માટે ક્લેમ કરવાની પ્રક્રિયા સરળ બની (ફોટો – FE)

જો તમે ક્યારેય અંડર-કન્સ્ટ્રક્શન હાઉસ બુક કરાવ્યું હોય, તો તમને ખબર હશે કે બિલ્ડરને મકાનના બદલામાં આપવામાં આવેલા પૈસા ઉપરાંત તેની સર્વિસ પર GST (GST) પણ ચૂકવવો પડે છે. પરંતુ જો કોઈ કારણોસર બિલ્ડરે તમારું મકાન પૂરું ન કર્યું હોય અથવા તમારે કોઈ અન્ય કારણોસર બુકિંગ કેન્સલ કરવું પડે તો સૌથી મોટી ચિંતા પૈસા પાછા મેળવવાની છે. એવું પણ ઘણી વખત બન્યું છે કે બિલ્ડરને આપેલા પૈસા પાછા આવી ગયા છે, પરંતુ જે પૈસા GST તરીકે આપવામાં આવ્યા હતા તેનું શું થશે? આવા કિસ્સાઓમાં, તમે તમારા GST રિફંડનો દાવો કરી શકો છો, જેની પ્રક્રિયા GST કાઉન્સિલ દ્વારા સરળ બનાવવામાં આવી છે.

ભારતમાં જુલાઇ 2017થી નવી કરપ્રણાલી ગુડ્સ અને સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવામાં આવી છે. જીએસટીના અમલીકરણના પાંચ વર્ષ વિત્યા બાદ પણ હાલ જીએસટી રિફંડમાં ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જીએસટી રિફંડમાં પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે જીએસટી કાઉન્સિલ દ્વારા પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. 17 ડિસેમ્બર 2022ના રોજ જાહેર કરાયેલી આ નવી પ્રક્રિયા હેઠળ ગ્રાહકો GST ઓથોરિટીને રિફંડ માટે સીધી અરજી કરી શકે છે. જૂના નિયમો હેઠળ અગાઉના નાણાકીય વર્ષ માટે GST રિફંડનો દાવો કરી શકાતો નથી, પરંતુ હવે તે પણ શક્ય બન્યુ છે.

GSTN પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે

જો તમારી પાસે પહેલે GST રજિસ્ટ્રેશન નથી, તો સૌ પ્રથમ તમારે GSTN પોર્ટલ પર અસ્થાયી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેની માટે સૌપ્રથમ GSTN પોર્ટલ (https://www.gst.gov.in/) પર જાઓ અને સર્વિસ પર ક્લિક કરો. ત્યારબાદ યુઝર સર્વિસ પર જાઓ અને પછી જનરેટ યુઝર આઇડી ફોર અનરજિસ્ટર્ડ એપ્લિકેન્ટ પર ક્લિક કરો. અસ્થાયી રજિસ્ટ્રેશન માટે તમારે પોર્ટલ પર આ વિગતો પ્રદાન કરવી પડશે:

  • નામ અને PAN નંબર (પાન કાર્ડમાં હોય તે પ્રમાણ નામ દાખલ કરવાનું રહેશે).
  • જે રાજ્યમાં રિફંડ ઇચછો છો તેનું નામ (અહીં તે રાજ્યનું નામ આપો કે જેમાં સર્વિસ પ્રોવાઇડર રજિસ્ટર્ડ છે, જેને કરાયેલા પેમેન્ટનું રિફંડ મેળવવાનું છે).
  • અરજદારનું સરનામું, બેંક ખાતાની વિગતો (એકાઉન્ટ તે જ હોવું જોઈએ જે અરજદાર દ્વારા ઇન્કમ ટેક્સ રિફંડ માટે વપરાય છે).
  • અરજદારના આધાર કાર્ડની વિગતો.
  • તમામ વિગતો ભર્યા બાદ આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવશે. ત્યારબાદ GSTN દ્વારા અરજદારને અસ્થાયી રજિસ્ટ્રેશન આપવામાં આવશે.

રિફંડ એપ્લિકેશન કેવી રીતે કરવી

કામચલાઉ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ રિફંડ એપ્લિકેશન ભરવાની રહેશે. આ માટે, ફોર્મ GST RFD-01 ભરવાનું રહેશે અને ‘Refund for unregistered person’ની કેટેગરીમાં સબમિટ કરવાનું રહેશે. ઇન્ડિવિઝ્યુઅલ કસ્ટમર સર્વિસ પ્રોવાઇડરની સાથે કેન્સેલેશન લેટર જારી થયાના બે વર્ષની અંદર રિફંડ ફાઇલ કરી શકે છે. રિફંડ માટેની અરજી કરતી વખતે GSTN પોર્ટલ પર સર્વિસ પ્રોવાઇડર સાથે થયેલા કરાર, તેને કરાયેલા તમામ પેમેન્ટના દસ્તાવેજો અને સર્વિસ કેન્સેલેશન સર્ટિફિકેટ પણ જમા કરવાના રહેશે. આ ઉપરાંત, સર્વિસ પ્રોવાઇડર તરફથી એક પ્રમાણપત્ર પણ સબમિટ કરવું પડશે કે તેણે તમારી પાસેથી એકત્ર કરેલો જીએસટી સરકારમાં જમા કરાવ્યો છે અને કોઈ રિફંડ અથવા એડજસ્ટમેન્ટનો દાવો કર્યો નથી.

રિફંડ ક્લેમની ચુકવણી

રિફંડ ક્લેમની પ્રક્રિયાને યોગ્ય રીતે પૂર્ણ કર્યા પછી અને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી GST ઓથોરિટી રફથી તમારા ક્લેમની પ્રક્રિયા કરીને રિફંડ ઓર્ડર જારી કરવામાં આવશે. આ રિફંડ ઓર્ડરના આધારે રિફંડની રકમ તમારા દ્વારા આપવામાં આવેલા વેરિફાઈડ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં નવું કૌભાંડ: આધાર કાર્ડનો ઉપયોગ થાય છે બોગસ GST નંબર બનાવવા માટે

તમે આ પ્રક્રિયાનો ઉપયોગ ઘર ઉપરાંત સર્વિસ પ્રોવાઇડરના કિસ્સામાં પણ GST રિફંડનો દાવો કરવા માટે કરી શકો છો અને અધૂરી અથવા રદ થયેલી સર્વિસ માટે ચૂકવેલ GSTનું રિફંડ મેળવી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઇન્સ્યોરન્સ પ્લાન લેતી વખતે GST ચૂકવ્યો હોય અને પાછળથી પ્લાન રદ કરો છો, તો તમે આ કિસ્સામાં પણ GST રિફંડનો ક્લેમ કરી શકો છો.

Web Title: Gst refund claim process taxpayers personal finance tips

Best of Express