શેરબજાર : મોદી 2.0માં ગુજરાતની કંપનીઓના શેરમાં 1900 ટકા સુધીનું જંગી રિટર્ન, શું તમારી પાસે છે આ સ્ટોક

Narendra Modi 2 0 Gujarat Based Stocks Returns : પીએમ નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં શેરબજારની ઐતિહાસિક તેજી સાથે ગુજરાત સ્થિતિ કંપનીઓના શેરમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતની કંપનીઓના શેર રિટર્ન પર એક નજર

Written by Ajay Saroya
April 17, 2024 16:08 IST
શેરબજાર : મોદી 2.0માં ગુજરાતની કંપનીઓના શેરમાં 1900 ટકા સુધીનું જંગી રિટર્ન, શું તમારી પાસે છે આ સ્ટોક
મોદી 2.0 ટર્મમાં ગુજરાત સ્થિત કંપનીઓના શેરમાં રિટર્ન

Narendra Modi 2 0 Gujarat Based Stocks Returns : પીએમ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની બીજી ટર્મ (નરેન્દ્ર મોદી 2.0) હવે પૂર્ણ થવા જઈ રહી છે. 4 જૂન, 2024ના રોજ નક્કી થશે કે મોદી તેમનો ત્રીજો કાર્યકાળ શરૂ કરશે કે નહીં. હાલમાં, પીએ મોદીના બીજા કાર્યકાળના લગભગ 5 વર્ષમાં ગુજરાત સ્થિત કેટલીક કંપનીઓ શેરબજારમાં શાનદાર દેખાવ કર્યો છે.

ગુજરાત સ્થિત આ કંપનીઓના સ્ટોકમાં રોકાણકારોને જંગી નફો મળ્યો છે. ગુજરાત સ્થિત ઘણી કંપનીઓના શેરમાં 100 ટકાથી 1892 ટકા સુધીનું આકર્ષક વળતર મળ્યું છે. તેમા અમુક કંપનીના શેર ભાવ તેમની રેકોર્ડ ઊંચાઈની નજીક છે જ્યારે કેટલાક ઓલ ટાઈમ હાઈથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. ચાલો આવી કંપનીઓના શેર અને રિટર્ન ઉપર એક નજર કરીયે

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ (Gujarat Alkalies and Chemicals)

ગુજરાત સ્થિત કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સે આ 5 વર્ષમાં 58 ટકા વળતર આપ્યું છે. 24 મે, 2019ના રોજ કંપનીનો શેર 508 રૂપિયાના સ્તરે હતો, જેની વર્તમાન કિંમત 806 રૂપિયા છે. આ દરમિયાન 23 ફેબ્રુઆરી, 2024ના રોજ શેર ભાવ 869 રૂપિયાની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો.Gujarat Alkalies and Chemicals

ગુજરાત અંબુજા એક્સપર્ટ્સ (Gujarat Ambuja Exports)

એગ્રો પ્રોસેસિંગ બિઝનેસ કરતી ગુજરાત સ્થિત કંપની ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સે આ 5 વર્ષમાં 217 ટકા વળતર આપ્યું છે. 24 મે, 2019ના રોજ કંપનીનો શેર રૂ. 52 ના સ્તરે હતો, જ્યારે વર્તમાન કિંમત રૂ. 165 છે. તો 2 ફેબ્રુઆરી, 2024ના રોજ આ શેર 211 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

જીએમડીસી (GMDC)

ખનિજ અને લિગ્નાઈટ ખાણકામ સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત કંપની ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના શેરમાં છેલ્લા 5 વર્ષમાં 424 ટકા વળતર મળ્યું છે. 24 મે, 2019 ના રોજ કંપનીનો શેર ભાવ 74 રૂપિયા હતો, હાલ કંપનીનો શેર ભાવ 388 રૂપિયા છે. ગત 5 ફેબ્રુઆરી, 2024ના રોજ આ શેરમાં 505 રૂપિયા ઓલટાઇમ હાઇ લેવલ બન્યું હતુ.

જીએનએફસી (GNFC)

ફર્ટિલાઇઝર અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપની ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના શેરમાં રોકાણકારોને મોદી 2.0ના કાર્યકાળમાં 123 ટકા વળતર મળ્યું છે. 24 મે, 2019ના રોજ કંપનીનો શેર ભાવ રૂ. 306 હતો, જેની કરન્ટ માર્કેટ પ્રાઇસ 683 રૂપિયા છે. ગત 4 જાન્યુઆરી, 2024ના રોજ આ શેર 815 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

જીએસએફસી (GSFC)

ખાતર અને રાસાયણિક ઉત્પાદન કરતી કંપની ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સના શેરમાં છેલ્લા 5 વર્ષમાં 125 ટકા વળતર મળ્યું છે. 24 મે, 2019ના રોજ કંપનીનો શેર ભાવ 101 રૂપિયા હતો, જેની હાલ માર્કેટ વેલ્યૂ 227 રૂપિયા છે. તો 23 જાન્યુઆરી, 2024ના રોજ આ શેરમાં 322 રૂપિયા ઓલટાઈમ હાઇ લેવલ બન્યુ હતુ.

અદાણી એન્ટરપ્રાઇઝ (Adani Enterprises)

ગૌતમ અદાણીની માલિકીની ગુજરાત સ્થિત કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં રોકાણકારોને છેલ્લા 5 વર્ષમાં 1892 ટકા રિટર્ન મળ્યું છે. 24 મે, 2019ના રોજ કંપનીનો શેર 156 રૂપિયાના સ્તરે હતો. જેની કરન્ટ માર્કેટ પ્રાઇસ 3108 રૂપિયા છે. આ દરમિયાન 24 માર્ચ, 2024ના રોજ આ શેર 3350 રૂપિયા વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો.

અદાણી પાવર (Adani Power)

પાવર અને એનર્જી સેક્ટરમાં કામ કરતી અદાણી ગ્રૂપની કંપની અદાણી પાવરના શેરે આ 5 વર્ષમાં 1189 ટકા વળતર મળ્યું છે. 24 મે, 2019ના રોજ કંપનીનો શેર રૂ. 47ના સ્તરે હતો, જેની કરન્ટ માર્કેટ પ્રાઈસ 600 રૂપિયા છે. આ દરમિયાન 4 એપ્રિલ, 2024ના રોજ આ શેર 647 રૂપિયાની વર્ષની ટોચે પહોંચ્યો હતો.

મોનાર્ક નેટવર્થ કેપિટલ (Monarch Networth Capital)

ગુજરાત સ્થિત મોનાર્ક નેટવર્થ કેપિટલનો શેર મોદી 2.0 ટર્મમાં અત્યાર સુધી 1706 ટકા વધ્યો છે. 24 મે, 2019 ના રોજ કંપનીનો શેર ભાવ 32 રૂપિયા હતો, જેની વર્તમાન કિંમત 583 રૂપિયા છે. આ દરમિયાન 16 ફેબ્રુઆરી, 2024ના રોજ શેર 690 રૂપિયાની વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો.

ગણેશ હાઉસિંગ કોર્પોરેશન (Ganesh Housing Corporation)

રિયલ એસ્ટેટ ડેવલપર ગણેશ હાઉસિંગ કોર્પોરેશનના શેરમાં રોકાણકારોને છેલ્લા 5 વર્ષમાં 1231 ટકા વળતર મળ્યું છે. 24 મે, 2019 ના રોજ કંપનીનો શેર 58 રૂપિયાના સ્તરે હતો, જેની કરન્ટ માર્કેટ પ્રાઇસ 766 રૂપિયા છે. આ દરમિયાન 27 ફેબ્રુઆરી, 2024ના રોજ શેર 917 રૂપિયાની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો હતો.

આ પણ વાંચો | નો કોસ્ટ ઇએમઆઈ શું છે? No Cost EMI પર સામાન ખરીદતા પહેલા જાણો મહત્વપૂર્ણ 10 બાબત

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ (Gujarat Fluorochemicals)

ગુજરાત ફ્લોરોકેમિકલ્સના શેર 16 ઓક્ટોબર 2029ના રોજ BSE અને NSE પર લિસ્ટેડ થયો હતો. ત્યારથી આ શેર માં 388 ટકા વળતર મળ્યું છે. આ દરમિયાન આ શેર રૂ.719 થી વધીને હાલ રૂ.3537 થયો છે. જ્યારે ઓલ ટાઈમ હાઈ લેવલ 3920 રૂપિયા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ