ગુજરાત બજેટ 2023 : ‘ગુજરાત વિકાસ પોથી’ શું છે, આ ‘પોથી’માં ક્યાં રહસ્યો છુપાયેલા છે? જાણો

Gujarat budget 2023 : ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું અંદાજપત્ર (gujarat budget 2023-24) કરવામાં આવ્યું છે. આ વર્ષના ગુજરાત બજેટ પોથીને (Gujarat budget pothi) 'વિકાસ પોથી' કહેવામાં આવી છે. જાણો આ 'પોથી'ની વિશિષ્ટતા (Gujarat budget pothi important) અને તેના રહસ્યો

Written by Ajay Saroya
Updated : February 24, 2023 14:55 IST
ગુજરાત બજેટ 2023 : ‘ગુજરાત વિકાસ પોથી’ શું છે, આ ‘પોથી’માં ક્યાં રહસ્યો છુપાયેલા છે? જાણો
ગુજરાતના વર્ષ 2023-24ના અંદાજપત્રના 'બજેટ પોથી'ની થીમ

ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. ગુજરાતના અમૃતકાળ બજેટમાં ‘પોથીની થીમ’ને ફરી સ્થાન આપવામાં આવ્યું છે. આ બજેટ પોથીની થીમને ‘વિકાસ પોથી’ કહેવામાં આવી છે. ગુજરાત બજેટની આ ‘વિકાસ પીથી’નું શું રહસ્ય છે અને તેમાં ક્યાં રહસ્યો છુપાયેલા છે, જાણો

શું છે ‘ગુજરાત વિકાસ પોથી’?

ગુજરાત અંદાજપત્ર પોથી એટલે ‘ગુજરાત વિકાસની પોથી’ છે. વર્ષ 2023-24ના બજેટમાં ગત વર્ષની બજેટ પોથીને ફરી સ્થાન આપવામાં આવ્યું છે. આ વખતના બજેટ પોથીની થીમ અત્યંત વિશિષ્ટ છે.

આ વર્ષના બજેટના ‘ગુજરાત વિકાસની પોથી’ થીમ કઇ છે?

ગુજરાતના નાણાંકીય વર્ષ 2023-24ના અંદાજપત્ર પોથી એટલે કે ‘ગુજરાત વિકાસની પોથી’થીમ વિશિષ્ટ છે. ગયા વર્ષથી વારલી પેઇન્ટિંગ સાથે શરૂ કરાયેલી હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત’થી ગુંથવામાં આવ્યું છે.

gujarat budget pothi
ગુજરાતના વર્ષ 2023-24ના અંદાજપત્રના ‘બજેટ પોથી’ની થીમ

‘ગુજરાત વિકાસની પોથી’માં ક્યાં રહસ્યો છે?

વર્ષ 2023-24ની બજેટ પોથીને ખાટલી ભરતકામથી ગુંથવામાં આવી છે. જેમાં વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજૂ કરવામાં આવ્યો છે. બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતિકોને બજેટ પોથીમાં સ્થાનઆપવામાં આવ્યું છે. બજેટ પોથીમાં કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ, પાણી પુરવઠા, શિક્ષણ, ઉર્જા અને પ્રવાસન ઉદ્યોગને પ્રતિકાત્મક સ્વરૂપે સ્થાન આવામાં આવ્યું છે. આ ઉદ્યોગો ગુજરાતના વિકાસમાં પ્રાથમિકતાને દર્શાવે છે.

‘ગુજરાત બજેટ પોથી’માં મોઢેરાના સૂર્યમંદિરને સ્થાન અપાયું

‘ગુજરાત વિકાસની પોથી’માં આ વખતે સંસ્કૃતિ, સ્થાપત્ય અને સૌર ઉર્જાનો સુભગ સમન્વય એવા મોઢેરાના સૂર્યમંદિરને સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ મોઢેરાનું સૂર્યમંદિર એ ભારતનું પહેલું સોલાર વિલેજ બન્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ