scorecardresearch

ચૂંટણી 2022 : ગુજરાત, હિમાચલ પ્રદેશમાં ‘Electoral Bond નું વેચાણ બંધ કરો, ‘ ચૂંટણી પંચને અપીલ

Gujarat Himachal Elections : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે કેન્દ્ર સરકારે સંશોધન કરી ચૂંટણી બોન્ડ (Electoral Bonds) નું વેચાણ એસબીઆઈ (SBI) માં થતા પૂર્વ કેન્દ્રીય સચિવે ચૂંટણી પંચ (Election Commission) ને આ રોકવા અપીલ કરી.

ચૂંટણી 2022 : ગુજરાત, હિમાચલ પ્રદેશમાં ‘Electoral Bond નું વેચાણ બંધ કરો, ‘ ચૂંટણી પંચને અપીલ
ચૂંટણી પંચ (Photo- File/ Indian Express)

Electoral Bond : હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત બાદ સરકારે ઈલેક્ટોરલ બોન્ડનો 23મો હપ્તો જાહેર કરવાની મંજૂરી આપી હતી. આ બોન્ડનું વેચાણ 9 નવેમ્બર 2022થી શરૂ થયું અને તેને 15 નવેમ્બર 2022 સુધી ખરીદી શકાશે. તો, પૂર્વ કેન્દ્રીય આર્થિક બાબતોના સચિવ E A S સરમાએ ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડના નવા વેચાણને રોકવા માટે કહ્યું છે.

સોમવારે, કેન્દ્રએ એક સુધારા હેઠળ ચૂંટણી બોન્ડના નવા વેચાણને મંજૂરી આપી હતી. જે બાદ પૂર્વ સચિવ EAS સરમાએ તેના વેચાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેનો અયોગ્ય ફાયદો ઉઠાવી શકે છે.

મંગળવારે કમિશનને લખેલા ખુલ્લા પત્રમાં સરમાએ કહ્યું, “હાલના કિસ્સામાં, મને લાગે છે કે, નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ નોટિફિકેશન ખોટા સમયે આવ્યું છે. આ અયોગ્ય છે અને સત્તાધારી રાજકીય પક્ષના ફાયદા માટે છે. આ સૂચના આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા અને બિન-પારદર્શક રીતે દાન મેળવવા માટે છે.

નોટિફિકેશન રદ કરવાની માંગણી ઉઠાવી

પૂર્વ સચિવે આગળ લખ્યું, “ચૂંટણી પંચ દ્વારા સરકારને શો-કોઝ નોટિસ જારી કરીને સૂચના તાત્કાલિક રદ કરવી જોઈએ. આમ કરવામાં નિષ્ફળતા ECને સત્તાધારી પક્ષ ભાજપને રાજકીય કારોબારીની વૈધાનિક સત્તાનો અયોગ્ય લાભ લેવાની મંજૂરી આપશે, સાથે અન્ય રાજકીય પક્ષોના નુકશાન વચ્ચે ખુદને સમૃદ્ધ કરવામાં મદદ કરશે.

કેન્દ્ર સરકારનો નવો સુધારો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની ચોક્કસ શાખાઓમાં બોન્ડ વેચવા માટે વર્ષમાં વધારાના 15 દિવસ આપે છે. નાણા મંત્રાલયે જાહેરાત કરી છે કે, SBIની આ શાખાઓ 9 નવેમ્બરથી 15 નવેમ્બર, 2022 સુધી વેચાણના 23મા તબક્કામાં બોન્ડનું વેચાણ કરશે. અત્યાર સુધી બોન્ડ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં લોકસભા ચૂંટણીના વર્ષો સિવાય માત્ર 10 નિર્દિષ્ટ દિવસોમાં વેચી શકાતા હતા.

આ પણ વાંચોPAAS સંગઠન સમેટાઈ ગયું! પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ રાજકારણમાં જોડાઈ ગયા

SBI આ શાખાઓમાં વેચાણ કરાશે

ચૂંટણી બોન્ડ માટે અધિકૃત SBI શાખાઓ રાયપુર, શિમલા, ગાંધીનગર, દેહરાદૂન, ચંદીગઢ, પટના, નવી દિલ્હી, શ્રીનગર, ભોપાલ, જયપુર, મુંબઈ, પણજી, લખનૌ, ભુવનેશ્વર, કોલકાતા, રાંચી, ગંગટોક, ઇટાનગર, કોહિમા, ગુવાહાટી, ઇમ્ફાલ, શિલોંગ, અગરતલા, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલુરુ અને તિરુવનંતપુરમમાં છે.

Web Title: Gujarat himachal elections electoral bonds stop sale bjp benefits election commission

Best of Express