Smart TV Launched : ઘરમાં થિયેટર જેવી ફિલ્મની મજા માણો: ભારતમાં લોન્ચ થયા મોટી સ્ક્રીનના બે નવા સ્માર્ટ ટીવી, કિંમત જાણી ચોંકી જશો

Smart TV Launched In India : હાયર કંપનીએ ભારતમાં લેટેસ્ટ સ્માર્ટ ટીવી હાયર સી11 ઓઇએલડી સિરિઝ લોન્ચ કરી છે, જેમાં તમે ઘરે જ થિયેટરી જેવી ફિલ્મ જોવાની મજા માણી શકો છો. જાણો લેસ્ટેટ સ્માર્ટ ટીવીના ફિચર અને કિંમત વિશે વિગતવાર

Smart TV Launched In India : હાયર કંપનીએ ભારતમાં લેટેસ્ટ સ્માર્ટ ટીવી હાયર સી11 ઓઇએલડી સિરિઝ લોન્ચ કરી છે, જેમાં તમે ઘરે જ થિયેટરી જેવી ફિલ્મ જોવાની મજા માણી શકો છો. જાણો લેસ્ટેટ સ્માર્ટ ટીવીના ફિચર અને કિંમત વિશે વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Haier C11 OLED Series TVs Launched | Haier Android Smart LED TV | Haier Smart tv | Haier C11 OLED Series TVs

હાયર કંપનીએ તાજેતરમાં ભારતમાં બે લેટેસ્ટ હાયર સી11 ઓએલઇડી સિરિઝના સ્માર્ટટીવી લોન્ચ કર્યા છે. (Photo - www.haier.com)

Haier C11 OLED Series TVs Launched : હાયર કંપનીએ ગુરુવારે (26 ઓક્ટોબર) ભારતમાં તેની નવી સ્માર્ટ ટીવી સિરિઝ લોન્ચ કરી છે. Haier C11 સિરિઝમાં કંપનીએ 55 અને 65 ઇંચની સ્ક્રીન સાઇઝમાં બે નવા સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટ ટીવી 4K રિઝોલ્યુશન, 1000 nits બ્રાઈટનેસ અને HDR10+ સપોર્ટ જેવા ફિચર્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ટીવીની સૌથી મહત્વની વિશેષતા એ છે કે તેમાં આપવામાં આવેલા 50-વોટના હાર્મન કાર્ડન સ્પીકર્સ - જે ડોલ્બી એટમોસને સપોર્ટ કરે છે.

Advertisment

Haier C11 OLED ટીવીની કિંમત

Haier C11 OLED ટીવીના 55 ઇંચ સ્ક્રીન મોડલની કિંમત 1,58,990 રૂપિયા છે. જ્યારે 65 ઇંચ સ્ક્રીન ટીવી 2,15,990 રૂપિયામાં ખરીદી શકાય છે. આ બંને ટીવી આજથી (26 ઓક્ટોબર 2023) Haierના ઈ-કોમર્સ સ્ટોર અને અન્ય રિટેલ આઉટલેટ્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

Haier C11 OLED ટીવીના ફિચર્સ

Haier C11 OLED ટીવી સિરિઝમાં 4K રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. 55 ઇંચ અને 65 ઇંચ સ્ક્રીન ટીવીમાં OLED પેનલ છે, 1000 nits ની બ્રાઇટનેસ છે. સ્ક્રીન 16:9 આસ્પેક્ટ રેશિયો, HDR10+ સપોર્ટ અને 178-ડિગ્રી વ્યુઇંગ એંગલ જેવા ફિચર્સને સપોર્ટ કરે છે. આ સ્માર્ટ ટીવી બેઝલ-લેસ ડિઝાઇન સાથે આવે છે અને તેની રિસ્પોન્સ ટાઇન 0.1 છે.

આ બંને લેટેસ્ટ હાયર સ્માર્ટ ટીવીમાં ડોલ્બી વિઝન આઈક્યુ સપોર્ટ આપવામાં આવ્યો છે. સોફ્ટવેરની વાત કરીએ તો આ ટીવીમાં ગૂગલ ટીવી ઈન્ટરફેસ ઉપલબ્ધ છે.

Advertisment

આ પણ વાંચો | સિમ કાર્ડ સ્વેપથી હેકર્સ લૂંટી રહ્યા છે તમારી મહેનતની કમાણી; સાયબર ફ્રોડની નવી મોડસ ઓપરેન્ડી અને બચવાની રીત જાણો

હાયર કંપનીએ આ બંને સ્માર્ટ ટીવીમાં 50W Harman Kardon સ્પીકર્સ છે જે ડાયનેમિક અને સ્પષ્ટ સાઉન્ડ ઉત્પન્ન કરે છે. કનેક્ટિવિટી માટે, આ ટીવીમાં બ્લૂટૂથ 5.0 સપોર્ટ, Wi-Fi, ચાર HDMI, બે USB 2.0 પોર્ટ અને કાર્ડ સ્લોટ આપેલા છે. ઉપરાંત આ સ્માર્ટ ટીવીમાં ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ પણ છે. હાયરના આ સ્માર્ટ ટીવી Chromecast, 3GB RAM, 32GB ઇનબિલ્ટ સ્ટોરેજ ઓફર કરે છે.

knowledge ટેકનોલોજી બિઝનેસ