/indian-express-gujarati/media/media_files/2026/01/15/haier-h5e-series-smart-tv-price-2026-01-15-13-57-40.jpg)
Haier H5E Series Smart TV Launch Price : હાયર એચ5ઇ સિરીઝ 4કે સ્માર્ટ ગૂગલ ટીવી લોન્ચ થયા છે. Photograph: (Haier)
Haier H5E Series 4K Smart Google TV Launch And Price: હાયર કંપનીએ ભારતમાં પોતાનું નવું સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. Haier H5E Series 4K Ultra HD Smart Google TV માં 65 ઇંચ સુધીની સ્ક્રીન સાઇઝવાળા સ્માર્ટટીવી છે. આ સ્માર્ટ ટીવી ફ્લિપકાર્ટ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હાયર કંપનીના આ નવા સ્માર્ટ ટીવી આધુનિક કનેક્ટિવિટી ફીચર્સ, બિલ્ટ-ઇન ઓડિયો ફીચર્સ અને બેઝલ-લેસ ડિઝાઇન સાથે આવે છે. 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચની સ્ક્રીન ધરાવતા નવા હાયર સ્માર્ટ ટીવીની કિંમત 25,990 રૂપિયાથી શરૂ થાય છે. ચાલો અમે તમને આ નવા સ્માર્ટ ટીવીની કિંમત અને ફીચર્સ વિશે જણાવીએ.
Haier H5E Series Price : હાયર એચ 5 ઇ સિરીઝ કિંમત
હાયર એચ 5 ઇ સિરીઝના 43 ઇંચના સ્માર્ટ ટીવીની કિંમત 25,990 રૂપિયા છે. તો 50 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચના મોડેલ અનુક્રમે 32,990 રૂપિયા, 38,990 રૂપિયા અને 57,990 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. 4K સ્માર્ટ ટીવી એક્સક્લુઝિવ રૂપે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
મફત એઆઈ અથવા સંપૂર્ણ છેતરપિંડી? એરટેલનો 'ફ્રી' પેરપ્લેક્સિટી પ્રો અચાનક બંધ થઈ ગયો, યુઝર્સને ક્રેડિટ કાર્ડ માંગ્યા, ચૂપચાપ શરતો બદલી
Haier H5E Series Features ; હાયર એચ 5 ઇ સિરીઝ ફીચર્સ
હાયર એચ 5 ઇ સિરીઝ ચાર સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સ્માર્ટ ટીવી 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચની સ્ક્રીન સાઇઝમાં આવે છે. સ્ક્રીન 4K અલ્ટ્રા એચડી રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે જે HDR10 ને સપોર્ટ કરે છે. ટીવીના સ્ક્રીન એરિયામાં મેક્સિમમ સ્ક્રીન એરિયા માટે બેઝલ-લેસ ડિઝાઇન આપવામાં આવી છે. સ્ક્રીન 178 ડિગ્રી પહોળો વ્યૂઇંગ એંગલ છે જે કંસિસ્ટેંટ પિક્ચર ક્વોલિી પ્રદાન કરે છે.
હાયર એચ5ઇ સિરીઝ મોશન બ્લર ઘટાડવા અને સ્પોર્ટ્સ અને ગેમિંગ જેવા ફાસ્ટ-મૂવિંગ દ્રશ્યોમાં સ્પષ્ટતા સુધારવા માટે MEMC ટેકનોલોજીથી સજ્જ છે. યુઝર્સ વિવિધ પ્રકારની સામગ્રી માટે 7 પિક્ચર્સ મોડમાંથી કોઈપણ પસંદ કરી શકે છે.
હેયર કંપની કહે છે કે, એચ5ઇ સિરીઝ ગૂગલ ટીવી સાથે આવે છે, જે સ્ટ્રીમિંગ એપ્લિકેશન્સ અને ઉપલબ્ધ સામગ્રીને એકીકૃત ઇન્ટરફેસમાં એકસાથે લાવે છે. ટીવીમાં પર્સનલાઇઝ્ડ રિકમંડેશન્સ, વોચલિસ્ટ અને કિડ્સ મોડ જેવા ફીચર્સ પણ છે, જે કન્ટેન્ટ શોધવાનું સરળ બનાવે છે.
હેયર એચ 5 ઇ સિરીઝમાં ડોલ્બી ઓડિયો અને સરાઉન્ડ સાઉન્ડ સપોર્ટ સાથે 20W સ્ટીરિયો સ્પીકર છે. આ ટીવીમાં સાત સાઉન્ડ મોડ મળે છે.
કનેક્ટિવિટી માટે હાયર એચ 5 ઇ સિરીઝમાં ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, 5GHz સપોર્ટ, બ્લૂટૂથ 5.1, ચાર HDMI પોર્ટ અને બે યુએસબી પોર્ટ છે. આ વિકલ્પો સાથે, યુઝર્સ ગેમિંગ કન્સોલ, સાઉન્ડબાર, સેટ-ટોપ બોક્સ, હેડફોન અને બાહ્ય ડિવાઇસને કનેક્ટ કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us