Haier India New ACs : હાયર (Haier) એપ્લાયન્સીસ ઈન્ડિયા એ મંગળવારે તેની “સુપર હેવી-ડ્યુટી” એર કંડિશનરની લેટેસ્ટ રેન્જ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. લેટેસ્ટ રેન્જ કંપનીના હેક્સા ઇન્વર્ટર અને સુપરસોનિક કૂલિંગ ટેક્નોલોજી હશે.
સુપર હેવી ડ્યુટી એર કંડિશનર્સની નવી સિરીઝ કરી લોન્ચ
હાયર એપ્લાયન્સીસ ઈન્ડિયાના પ્રમુખ એનએસ સતીશે સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે “હાયર ખાતે, અમે કસ્ટમરની લાઈફ વધુ સ્માર્ટ, સુવિધાજનક અને આરામદાયક બનાવતી લેટેસ્ટ ટેક્નોલોજીથી સંચાલિતપ્રોડક્ટસ ડિઝાઇન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. ભારતમાં હવે સખત ઉનાળાની ઋતુનો અનુભવ થાય છે. તેને ધ્યાનમાં રાખીને, અસહ્ય ગરમીમાં મહત્તમ ઠંડકની ખાતરી કરવા માટે સુપર હેવી-ડ્યુટી એર કંડિશનરની નવી સિરીઝ ડિઝાઇન કરી છે અને આરામ, વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા વધારવા માટે હેક્સા ઇન્વર્ટર ટેક્નોલોજી સાથે એનર્જી કાર્યક્ષમતાનું પણ ધ્યાન રાખીએ છીએ.”
આ પણ વાંચો: Realme C65 : રિયલમીનો સસ્તો સ્માર્ટફોન લોન્ચ, 5000mAhની બેટરી અને 256GB સુધી સ્ટોરેજ
હેક્સા ઇન્વર્ટર એ નામ છે જે હાયર તેની સંપૂર્ણ ડીસી ઇન્વર્ટર ટેક્નોલોજીને આપે છે. ઇન્વર્ટર એર કંડિશનર્સ વધુ મોંઘા હોવા છતાં, તેઓ બિન-ઇન્વર્ટર AC ની તુલનામાં વધુ સારું પરફોર્મન્સ વધારે તાપમાન અને વીજળી પર વધુ બચત પ્રદાન કરે છે. હાયર દાવો કરે છે કે તેની ઇન્વર્ટર ટેક્નોલોજી નવી રેન્જને નોન-ઇન્વર્ટર ACની સરખામણીમાં 65 ટકા વધુ વીજળીની બચત કરે છે.
આ પણ વાંચો: Motorola Edge 50 Pro : એઆઇ ફીચર્સ સાથે દુનિયાનો પ્રથમ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, મેળવો ₹ 2000 ડિસ્કાઉન્ટ
કંપનીએ એમ પણ કહ્યું કે નવા એર કંડિશનર્સનું સુપરસોનિક કૂલિંગ ફીચર “કન્વેશનલ એર કંડિશનર્સ” કરતાં 20 ગણી ઝડપી ઠંડકનો અનુભવ કરાવે છે. તેની પાસે “ફ્રોસ્ટ સેલ્ફ-ક્લીન” ટેકનોલોજી પણ છે જે હેલ્થી અને ચોખ્ખી હવા પહોંચાડવા માટે બનાવવામાં આવી છે.
હાયર હેવી-ડ્યુટી એર કંડિશનરની નવી સિરીઝ તમામ અગ્રણી સ્ટોર્સ પર ₹ 49,990 ની પ્રારંભિક કિંમત સાથે અવેલેબલ થશે. લોન્ચ ઓફરના ભાગરૂપે, કંપની ₹ 15,99 સુધીના ગેસ ચાર્જિંગ અને ₹ 8,000 સુધીનું કેશબેક, ₹ 1,500નું ફ્રી સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન અને 12 વર્ષ માટે કોમ્પ્રેસર વોરંટી સહિત 5 વર્ષની વ્યાપક વોરંટી પ્રદાન કરી રહી છે.