Happy Diwali 2024: દિવાળી શુભેચ્છા સંદેશ વોટ્સએપ પર એક સાથે 250થી વધુ મિત્રો અને સંબંધીઓને મોકલો, જાણો ટ્રીક

Happy Diwali 2024 Wishes WhatsApp Message Send To Family Relatives And Friends: દિવાળી પર વોટ્સએપ પર બધા મિત્રો અને સંબંધીઓને એક સાથે મેસેજ મોકલી શકો છો, જાણો કેવી રીતે...

Happy Diwali 2024 Wishes WhatsApp Message Send To Family Relatives And Friends: દિવાળી પર વોટ્સએપ પર બધા મિત્રો અને સંબંધીઓને એક સાથે મેસેજ મોકલી શકો છો, જાણો કેવી રીતે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
happy Diwali 2024 | happy Diwali Wishes Message | Diwali Wishes Message | happy Diwali Wishes WhatsApp Message | WhatsApp broadcast feature

happy Diwali Wishes WhatsApp Message: દિવાળી શુભેચ્છા સંદેશ વોટ્સએપ મેસેજ મોકલવાની ટ્રીક. (Photo: Freepik)

Happy Diwali 2024 Wishes WhatsApp Message Send To Family Relatives And Friends: દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. દિવાળી પર લોકો એક બીજાને દિવાળીની શુભેચ્છા પાઠવે છે. દિવાળી પર દેશભરમાં ચારે બાજુ રોનક છે. ઘરોમાં દીવા, રોશની અને ફૂલોની સજાવટ સાથે સાથે આ દિવસે લોકો એકબીજાને દિવાળી શુભકામનાના સંદેશ પણ મોકલે છે. જો તમે પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પર તમારા મિત્રો અને સંબંધીઓને દિવાળી શુભેચ્છા સંદેશ આપો છો પરંતુ એક સાથે દરેકને અલગ-અલગ મેસેજ મોકલવા નથી માંગતા તો આ રીત ખૂબ જ સરળ છે.

Advertisment

મેટાની માલિકીની વોટ્સએપમાં એક એવું ફીચર છે, જેનાથી તમે એક સાથે તમામ વોટ્સએપ કોન્ટેક્ટ્સને મેસેજ મોકલી શકો છો. જી હા, વોટ્સએપ બ્રોડકાસ્ટ ફીચર દ્વારા તમે એક જ ક્લિકમાં 250થી વધુ વોટ્સએપ યુઝર્સને દિવાળીની શુભેચ્છા પાઠવી શકો છો. ચાલો જાણી કેવી રીતે

નોંધ: અમને જણાવી દઈએ કે વોટ્સએપ વિન્ડોઝ, મેક અથવા વેબ પર બ્રોડકાસ્ટ લિસ્ટ ફીચરને સપોર્ટ કરતું નથી.

વોટ્સએપ બ્રોડકાસ્ટ યાદી માટેની જરૂરિયાતો:

ખાતરી કરો કે તમારી બ્રોડકાસ્ટ લિસ્ટમાં બધા કોન્ટેક્ટ લિસ્ટની એડ્રેસ બુકમાં તમારો નંબર સેવ કરેલો હોય.
તમે તમારી જરૂરિયાતો અનુસાર કોઈપણ સંખ્યામાં બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકો છો.
દરેક બ્રોડકાસ્ટ લિસ્ટમાં 256 કોન્ટેક્ટ્સ સેવ કરી શકાય છે.

Advertisment

How To Create A Broadcast List : વોટ્સએપ બ્રોડકાસ્ટ લિસ્ટ કેવી રીતે બનાવવી

  • સૌથી પહેલા વોટ્સએપ પર મેનૂમાં જઈને More ઓપ્શન પર ટેપ કરો,
  • તે પછી New Broadcast પર ટેપ કરો
  • પછી જે કોન્ટેક્ટને તમે લિસ્ટમાં એડ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો,
  • પછી ચેક માર્ક પર ટેપ કરો,
  • હવે તમારું બ્રોડકાસ્ટ લિસ્ટ તૈયાર છે
  • તે પછી જો તમે મેસેજ મોકલો છો, તો તમને ઓપ્શનમાં બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ પણ દેખાશે. તમે તેને પસંદ કરીને એક સાથે 256 યુઝર્સને મેસેજ ફોરવર્ડ કરી શકો છો.

નોંધનીય છે કે જે યૂઝર્સ બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા મેસેજ રિસીવ કરે છે તેમને મેસેજ ઈન્ડિવિઝ્યુઅલ ચેટ ટેબમાં જ મળે છે. તેમનો જવાબ તમને પર્સનલ મેસેજના રૂપમાં પણ મળશે.

એક વાત ધ્યાનમાં રાખો કે જે લોકોએ તેમના ફોન કોન્ટેક્ટમાં તમારો નંબર સેવ કર્યો છે તેમને જ બ્રોડકાસ્ટ સંદેશ મળશે.
જો કોઇને તમાર દ્વારા બ્રોડકાસ્ટ કરેલો મેસેજ નથી મળી રહ્યો તો, તેમને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં તમારો નંબર સેવ કરવા માટે કહો.

બ્રોડકાસ્ટ લિસ્ટ એડિટ પણ કરી શકાય છે.

  • આ માટે, પહેલા ચેટ્સ ટેબ પર જાઓ અને બ્રોડકાસ્ટ લિસ્ટ પર ટેપ કરો
  • તે પછી More વિકલ્પ પર જાઓ અને Broadcast List Info સિલેક્ટ કરો
  • હવે સ્ક્રીન પર તમને બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ બદલવાનો વિકલ્પ દેખાશે
  • More ઓપ્શનમાં જઇ Change Broadcast List Name સિલેક્ટ કરો
  • અને ફરી Enter the new name of your broadcast list > OK પર ટેપ કરો
  • Edit recipients પર ટેપ કરી તમે કોન્ટેક્ટ ડિલિટ કે એડ કરી શકો છો
સ્માર્ટફોન diwali બિઝનેસ